________________
[ ૨૩૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૧૦ મો. નંજયંતીને પુનઃ કહ્યું કે “હે આ !તું ભય ન પામ. આ સેનાપતિ પરસ્ત્રીને બંધુ અને દીનજનેને પ્રિય છે, તે તું મને કહે કે તું કેણુ છે ? અને ક્યા કારણસર રુદન કરે છે?” નંદયંતીએ જણાવ્યું કે-“હું કાશી નગરીના વિનયદત્ત સાર્થવાહની પુત્રી છું. તામ્રલિપ્તિ નગરીમાં રહેતા સાગરદત્ત સાર્થવાહના પુત્ર સમુદ્રદત્તની પત્ની છું. મારા સ્વામી સમુદ્રયાત્રાએ ગયા છે. કઈ પણ કારણસર અમારા રાજાએ અમારું સર્વસ્વ હરણ કરવાની આજ્ઞા કરી જેથી નિષ્કરણ નામના વૃદ્ધ પુરુષની સાથે રથમાં બેસીને હું આ ભયંકર અટવીમાં આવી અને રથની નજીક આવી પહોંચેલા સિંહના ભયથી ભયભીત બનેલા આવો આડા માર્ગે નાશી છૂટવાથી રથની ધોંસરી તૂટી ગઈ. નિષ્કરુણ મને અહીં મૂકીને ધૂંસરી લેવા કેઈપણ સ્થળે ગયેલ છે; તે હે બંધુ! જંગલમાં મૃત્યુ સન્મુખ પહોંચેલી, સ્વજનથી ત્યજી દેવાયેલ, શરણુ રહિત મારી રક્ષા કરો !”
“હે બહેન ! જેવામાં હું મારા સ્વામીને આ હકીકત જણાવું ત્યાંસુધી તું રાહ જે.” એમ કહીને તે સેનાપતિ પાસે ગયો અને સર્વ હકીકત કહી સંભળાવી. સેનાપતિએ કહ્યું કે
કાશીનો રહેવાસી વિનયદત્ત તે મારે પરમમિત્ર છે. ધાડ પાડવાને મારા ઉપર આરોપ મૂકીને કેતુ રાજાએ મને બંદીખાનામાં નાખ્યો હતો ત્યારે વિનયદત્ત વૈરકેતુને સોનામહોર આપીને મને છોડાવ્યો હતો. તે મારો પરમમિત્ર છે, એટલું જ નહિં પણ મારે જીવનદાતા છે. તેના ઉપકારને બદલે મારા જીવનના ભેગે પણ વળી શકે તેમ નથી. તેની આ પુત્રી અત્યારે આ વનમાં આવી ચડી છે તે હું માનું છું કે-આળસુ લોકોને માટે ગંગા સરખી, મેરુપર્વતની કપલતા, રંકના ઘરમાં સુવર્ણવૃષ્ટિ, આરાધના કર્યા સિવાયની પ્રસન્ન થયેલ લક્ષમી અને સિદ્ધ થયેલી વિદ્યા સરખી છે, જે વિદત્તને કઈ સેવક હોય તે પણ મારા માટે સન્માનને યોગ્ય છે, તે તેની પુત્રી માટે શું કહેવું? તે તો મારા જીવન કરતાં પણ પ્રિય છે. તેના પિતા મૃત્યુ પામ્યાને ત્રણ માસ થયા છે. પુત્ર વિના મૃત્યુ પામવાથી તેના પિતાનું સર્વસ્વ હરી લેવાયું છે તે આ દીન પુત્રી જાણતી નથી, તે મારા મિત્રની પુત્રીની મારે અધિક રીતે સંભાળ લેવી પડશે.” આ પ્રમાણે કહીને તેની પાસે આવીને કહ્યું કે-“ હે પુત્રી ! તું મારા મિત્રની પુત્રી છે, તે તું પિતાના ઘરે જ આવી છે તેમ માન.” નંદયંતીએ તેમને ઓળખીને કહ્યું કે-“હે પૂજ્ય ! તમે જ ભાલપ્રદેશ પર ધારણ કરવાની ખેતીની માળા મોકલી હતી.”
નિષ્કરુણે જાણ્યું કે કોઈએક સજજન પુરુષે આવીને નંદયંતીને આશ્વાસન આપ્યું છે, એટલે તેણે આવીને સેનાપતિને પ્રણામ કર્યો. “આ નદયંતીને સેવક છે' એમ વિચારીને સેનાપતિએ નિષ્કરણને પૂછ્યું કે-“હે ભાઈ! બાકીનો પસ્વિાર કયાં છે?” નિષ્કરુણે જણાવ્યું કેબીજે કઈ પરિવાર નથી.” સેનાપતિએ પૂછયું કે-“વડીલ જનેએ આ પુત્રીને પરિવાર રહિત કેમ મોકલી?” એટલે નિષ્કરુણે બનેલી સઘળી હકીક્ત તેના કાનમાં કહી. સેનાપતિએ કહ્યું કે-“તેના વડીલ જને અવિચારી કાર્ય કરનારા જણાય છે કારણ કે બીજના ચંદ્રમાં શું કલંક હોઈ શકે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com