________________
નંદયંતીને લઇને નિષ્કરણનું અરણ્યમાં જવું
[ રર૭] કર્યો. કોળિયામાં આસક્ત બનેલ શ્વાનની માફક તે વખતે મેં તેમના હુકમને અનાદર ન કર્યો.
નિષ્કરુણને કઈ પ્રકારે નિરાંત થઈ નહીં અને ત્રીજે દિવસે તે કોઈએક અરણ્યમાં આવી પહોંચ્યો. વનમાં આવેલ તે વિચારવા લાગ્યો કે-“ શું હું સ્વામીની આજ્ઞા પ્રમાણે આચરણ કરું ? અથવા તે બંને લોકને અનુચિત એવું આ ભયંકર કાર્ય હું નહીં કરું. વળી, મારો મૃત્યુ સમય નજીક આવ્યે છતે મને આ કાર્ય કરવું ઉચિત છે? અથવા તે દતિના મૂળરૂપ આ અકાય મારે કરવું ગ્ય નથી; તે આ નંદયંતીને તેના પિતાના ઘરે કાશીનગર પહોંચાડીને હું મારું શેષ જીવન ત્યાં જ પસાર કરું. વળી મેં સાંભળ્યું છે કે નજીકના પ્રદેશમાંથી કાશી નગરીએ સાથે જવાનું છે.” આ પ્રમાણે વિચારીને જતાં એવા નિષ્કરણને નંદયંતીએ પૂછયું કે-“હે પૂજ્ય ! શા માટે રાજા આપણું સર્વસવ હરી લે છે?” નિષ્કરુણે જણાવ્યું કે-“ સાર્થવાહ સાગરદને તે સંબંધમાં મને કંઈ પણ જાણ્યું નથી.” નદયંતીએ કરી પૂછયું કે “પરિવાર વિના જ મને એકલીને પિતાના ઘરે શા માટે મોકલે છે?” નિષ્કરુણે કહ્યું કે- “તારા અવિનયને લીધે તને પરિવાર રહિત રવાના કરી છે. ”
પછી નંદયંતી વિચારવા લાગી કે-“મેં કઈ જાતનો અવિનય કર્યો હશે? ગર્ભને કારણે મારા વડીલો મને અસતી માની રહ્યા છે તે હું આ સંબંધમાં શું કહું? ઉપવનસંબંધી હકીકત તેમના પુત્ર સમુદ્રદત્તને શરમાવનારી છે. વળી, આ સંબંધમાં મારા સ્વામીએ મને સોગન આપ્યા છે. વળી આ હકીકત જણાવવાથી વિશ્વાસ પણ આવવાને નથી. ગર્ભનું રક્ષણ કરતી હું મારા સ્વામીના આગમનની રાહ જોઉં. આવી પહોંચેલા મારા સ્વામી આ હકીકતને ફેટ કરશે.” બાદ નિષ્કરુણને ઉદ્દેશીને કહેવા લાગી કે-“હે પૂજ્ય ! હવે મારે પિતાને ઘરે જઈને શું કહેવું? ” નિકરુણે જણાવ્યું કે-“હે પુત્રી ! આપણે દેશ પસાર થઈ ગયા છે. વાઘ, સિંહ, શિકારી પશુઓથી ચેતરફ વ્યાપ્ત ભયંકર અરણ્ય આવી રહ્યું છે.”
તેવામાં આવતાં કેઈએક સિંહને નિહાળીને નિષ્કરુણે વિચાર્યું કે-“મારું પાપ મને અહીં જ કર્યું. આ તપસ્વીનીની મારે રક્ષા કઈ રીતે કરવી?” નંદયંતીએ તે સમયે જણાવ્યું કે-“હે પૂજ્ય ! આ સિંહથી મને બચાવ.” એટલામાં સિંહથી ભય પામેલા રથનાં અશ્વો રથને આડે રસ્તે ખેંચી ગયા. વિષમ માર્ગમાં ચાલવાથી રથ ભાંગી જવાથી અને પૃથ્વી પર પડી ગયા. નંદયંતી મુછ પામી અને નિષ્કરુણ વિલાપ કરવા લાગ્યો. “ અરે દેવ ! તેં ખરેખર આ સ્ત્રીરનનો વિનાશ કર્યો છે. પૂર્વે તેં મને કેમ મૃત્યુ ન પમાડયો ? હવે મારી શુદ્ધિ કઈ રીતે થશે ? રથની ધુંસરી ભાંગી ગઈ છે, નંદયંતી મૂર્છા પામી છે, સિંહ આવી રહ્યો છે. તો આ સંકટના સમયે પાપી એવા મારે શું કરવું? સ્વામીને આવા પ્રકારને આદેશ સ્વીકારવાથી ખરેખર હું નામથી તેમજ આચરણથી નિષ્કરુણ જ છું.” બાદતેણે સિંહને ઉદ્દેશીને કહ્યું-“હે મૃગરાજ! આ બાળાનું રક્ષણ કરો અને મારું ભક્ષણ કરો.”નિષ્કરુણુના આવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com