________________
નંદયંતી અને સમુદ્રદત્તનું મિલન
[ ૨૨૫ ]. વસુમિત્ર–પાકેલી ડાંગરની ડુંડીઓની માફક તમે બંને નત મસ્તકવાળા બની ગયા જણાવે છે. વિના અપરાધે, મને તે પરિભ્રમણ સિવાય કંઈ પણ ફળ મળ્યું જ નહિ, હવે મારે નંદયતી પાસે રહેવું ચોગ્ય નથી.
આ પ્રમાણે કૃત્રિમ રોષ કરીને વસુમિત્ર ચાલવા લાગ્યા ત્યારે સમુદ્રદો તેને જણાવ્યું કે “ હવે તો તું મને સે વર્ષ પછી જ દેખાજે.” એટલે વસુમિત્રે કહ્યું કે-“ તારે મને ભૂલી ન જ જ. હમણાં તે હું કોઈપણ સ્થળે સૂઈ જઉં છું.”
બાદ નંદયંતીએ સમુદ્રદત્તના ખભા પર મસ્તક મૂકીને પૂછ્યું કે-“હે સ્વામિન ! તમે દિવસનો શેષ ભાગ કેવી રીતે પસાર કર્યો?”
સમુદ્રદત્ત–સાંભળ, ચયુિમને જોતાં તારામાં જ લયલીન ચિત્તવાળા મેં સમય - વ્યતીત કર્યો.
નયતી–હે નાથ ! સાગર કેવો હોય ? સમુદ્રદત્ત–હે ચંદ્રમુખી ! તારાઓ યુક્ત આકાશ સરખો ફીણવાળો સમુદ્ર હોય છે. નદયતી-ચંદ્રની નજીકમાં કયું નક્ષત્ર હોય છે ? સમુદત–હે મુગ્ધા! પુનર્વસુનદયંતી–જે પુનર્વસુ નક્ષત્ર હોય તે આપણા બંનેને સંગમ ફરી વાર બને જ બને.
પછી પ્રણામ કરીને સમુદ્રદત્તે કહ્યું કે-“હું પરદેશ જાઉં ત્યારે તારે આવા પ્રકારનું સાહસ ન કરવું જોઈએ.”
નંદયંતી–હે સ્વામિન ! મને પૂછ્યા વિના તમે ચાલ્યા ગયા તેથી જ હે નાથ! મેં આ વ્યવસાય કર્યો હતે. હવે મને વિશેષ આશ્વાસનની જરૂર નથી. હું આવું અગ્ય કૃત્ય ફરીથી નહીં કરું.
સમુદ્રદત્ત-હવે તે તને મારા સોગન છે. તારે મારા આગમન સંબંધી હકીક્ત કોઈને જણાવવી નહિ.
નંદયતી–હે આર્યપુત્ર ! મને તમે આવી તુચ્છ શા માટે ગણે છે ? સમુદ્રદત્ત–હે પ્રિયા ! તારા શ્રેષ્ઠ કુળને ઉચિત જ તારો જવાબ છે.
તેવામાં જાગીને આવેલા વસુમિત્રે દૂરથી જ જણાવ્યું કે-“ચ અમૃતરસનું પાન કરીને ત્યજી દીધેલી, ભ્રમર સમરૂપી કલકવાળી રાત્રિ અસ્તાચલ પર પોતાની જાતને પડતી મૂકે છે અથ પ્રાતઃકાળ થવા આવ્યો છે. ” ત્યારે ખેદયુક્ત બનેલા સમુદ્રદત્તે કહ્યું કે-“હે પ્રિયા ! હવે અમારે જવાનો સમય થયો છે. , નંદયંતી–હે આર્યપુત્ર! હું તમારી સાથે જ આવીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com