________________
[ ૨૨૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧૦ મે. સમુદ્રદત્ત–સમુદ્રની યાત્રા દુઃખદાયક છે.. નંજયંતી–શું તમારા વિરહ કરતાં પણ અધિક દુઃખદાયી છે?
સમુદ્રદત્ત—સમુદ્રમાં મગરમચ્છાદિક બહુ ભયંકર પ્રાણીઓ હોય છે, તે તું સત્વને આશ્રય લઈને અહીં જ સમય વીતાવ.
આ પ્રમાણે પ્રિયાને આશ્વાસન આપીને, પાછું વાળી વાળીને જેતે સમુદ્રદત્ત વસુમિત્ર સાથે સમુદ્રયાત્રા માટે ચાલી નીકળ્યો. નંદયંતી પણ જતા એવા સ્વામીને જોઈને ક્ષણમાત્ર રોમાંચિત બનીને પોતાના આવાસે ગુપ્ત રીતે ચાલી ગઈ.
પ્રાતઃકાળે કુળદેવીની પૂજા માટે ગયેલ સાગરદત્ત સાથે વાતે શિલાતલ પર ચોંટેલ વિલેપનાદિક જોયું. વળી તે શિલાની આસપાસ ચીમળાયેલ માળા, ત્યજી દેવાયેલ તાંબૂલ જોઈને નંદયંતીને વિષે શંકાશીલ બનેલા સાર્થવાહે તે પોતાની પત્ની ધનવતીને જણાવીને ફરમાવ્યું કે-“સાયંકાળે તેણીની દાસીની અવરજવરનું તું ધ્યાન રાખજે. હે પ્રિયે! મારા સંબંધી કેઈપણ આવે તે પણ તારે યત્નપૂર્વક તપાસ રાખવી. દરેક દ્વારે તાળા લગાડવા અને તારે પ્રમાદરહિતપણે રહેવું. તારે પોતે જ ઉપવનમાં જઈને દેવીપૂજા કરવી. જે આ સંબંધમાં તું દાસીને આદેશ કરીશ તે નંદયંતીના સંબંધમાં મહાઅનર્થ થશે. ધનવતીએ સાગરદત્તને હુકમ રવીકાર્યો.
ત્રીજે મહિને નંદયંતીને ગર્ભ પ્રકટ દેખાવા લાગ્યા. ધનવતીએ તે હકીકત સાગરદનને જણાવવાથી તેણે કહ્યું કે-“તેણીના દુરાચારની શંકા સ્પષ્ટ થઈ. આ પાપી સ્ત્રીનું હવે મારે શું કરવું? સ્ફટિક જેવા નિર્મળ ઉભય કુળને તેણીએ કલકિત કર્યો છે. જે સ્ત્રીવર્ગ રૂપથી, વૈભવથી, ગુણથી, પ્રેમથી અને આદરમાનથી પણ વશ કરી શકાતું નથી તે આજનને ધિક્કાર હો ! અમારું જીવિત અને જન્મ ખરેખર કલંક્તિ બન્યા છે તેમજ સ્વજનવર્ગમાં અમારું સખ કઇ રીતે બતાવાશે?” આ પ્રમાણે વિચારીને તેણે પોતાના બાલમિત્ર જેવા નિષ્કરણને બેલાવીને, તેની સમક્ષ નંદયંતીનું સમગ્ર વૃત્તાંત જણાવીને કહ્યું કે-“બંને કુલને કલંકિત કરનાર નંદયંતીને “તારા સાસુ તેમજ સસરા તને પિયર મોકલે છે” એવી કપટ–વાર્તા કહીને, વેગવંત અશ્વ જોડેલા રથમાં બેસારીને, નિર્જન વનમાં તેને ત્યજી દઈને આવ. અમે તેણીને જણાવીશું કે-રાજા આપણા કુટુંબ પર કે પાયમાન થયે છે.” ' નિષ્કરણે તે હકીકત સ્વીકારીને, રાત્રિના સમયે પશ્ચિમદિશા તરફ ચાત્રી નીકળે. નિષ્કરણ તેમજ રથનું આ કાર્ય અયોગ્ય છે—અયોગ્ય છે.” એમ બૂમ પાડીને સંજ્ઞાપૂર્વક કહેવાને માટે જ હોય તેમ સૂર્યે પોતાના કિરણે ઊંચા કર્યા અર્થાત્ સૂર્યોદય થયો. નંદયંતીનું પ્રફુલ મુખ જોઇને નિષ્કરણ અંતઃકરણમાં વિચારવા લાગ્યો કે-“સાર્થવાહે મને ચાંડાલને યોગ્ય કાર્ય સંપ્યું છે. આ વિષયમાં હું હવે શું કરું? મેં તેમને સમજાવ્યા છતાં તે સમજ્યો નહિ. લેકનિંદા અને રાજાના ભયને કારણે તે વખતે જ તેણે મને આવા પ્રકારને હુકમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com