________________
રિર૪ ].
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧- મે વસુમિત્રે જલદીથી જઈને તેણીને પાશ છેદી નાખે. એટલે નંદયંતીએ કહ્યું કેનંદયંતી–મૃત્યુ સન્મુખ બનેલ મને અટકાવવાને કણ શક્તિમાન થયું? વસુમિત્ર–હે સ્વામિની ! હું સમર્થ નથી, પણ મારા મિત્ર સમુદ્રદત્તને ભક્ત છું.
વસુમિત્રે આ પ્રમાણે કહ્યું ત્યારે લજજાળ બનેલ નંદયંતીએ પૂછયું કેનંદયંતી–શું તમારા મિત્ર પણ સાથે છે?
સરુદ્રદત્ત –હે પ્રિયા ! હે મહાસતી! હે સાહસિક! તેં મારા પ્રાણને હરણ કરનારું આ કાર્ય શા માટે આરંભ્ય? શીલથી અણમૂલ તારા આત્માને તે સતીપણામાં અતિમૂલ્યવાન બનાખ્યો છે. હે પ્રિયા ! તું પ્રસન્ન થા અને જેવી રીતે કામદેવના બાણે મારા હૃદયને ન પડે તેવી રીતે મારા દેહની રક્ષણ કરનારી બન.
બાદ નંદયંતીને ઊંચકી લઈને તેણીને આલિંગન આપ્યું ત્યારે નંદયંતીએ કહ્યું કે
નંદયંતી–હે સ્વામિન ! મને છોડે. અપ્રિય એવા તમારા આ સંગમથી મને કઈ અણુ પ્રજન નથી. સમદ્રદત્ત-હે માનિની ! અભિમાનનો ત્યાગ કર.
આ પ્રમાણે કહીને તે તેણીના બંને ચરણમાં પડ્યો એટલે
લજજાળુ અને હર્ષિત બનેલી તેણીએ તેને ઊભો કર્યો. વસમિત્ર–રાત્રિ અલ્પ રહી છે, તે કોઈપણ શિલા પર બેસીને આરામ લે, સમુદ્રદત્ત–હે પ્રિયા ! તે વસુમિત્રનું વચન સાંભળ્યું? નયતી--(હસીને) મિત્રનું વચન અવશ્ય સ્વીકારવું જોઈએ. ( પછી વસુમિત્રે બતાવેલી સ્ફટિક મણિની શિલા પર તે બંને બેડા બાદ ) સમદ્રદત્ત–હે પ્રિયા ! પૂર્વે કહેલું તારું વચન તને યાદ આવે છે ?
નંદયંતી-તમારી સાથે હમણાં જ મારે મેળાપ થયો છે, તે તે સ્વામિન્ ! પૂર્વની વાત તમે કયાંથી જાણી?
સમદ્રદત્ત—હે પ્રિયા ! અશેકદરના સંબંધમાં તે કરેલા વાર્તાલાપથી.
નંદયંતીએ વિચાર્યું કે-તે સર્વ હકીકત આર્યપુત્રે સાંભળી જણાય છે. બાદ તેણી બોલી કે
નંદયંતી-હે નાથ! વિરહને કારણે મેં જે કંઈ તમને અનુકુળ કે પ્રતિકૂળ વચન કહ્યું હોય તે તે માફ કરજે.
આ પ્રમાણે કહીને, હષને કારણે નમ્ર બનેલ નંદયંતીને સમુદ્રદત્તે તેના બંને પુષ્ટ સ્તનને પિતાના હૃદયથી ગાઢ આલિંગન આપીને જણાવ્યું કે “આપણા બંનેને વિયેગાગ્નિ શાંત થાય.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com