________________
[ ૨૧૮]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧૦ મે વસુમિત્રે તેને કહ્યું કે “તું આગળ ચાલ.” ત્યારે ગુપ્ત રીતે ચાલતો સમુદ્રદત્ત ઘરમાં દાખલ થયો અને હરતસંજ્ઞાથી પોતાના મિત્રને બોલાવ્યે એવામાં શંકાશીલ વસુમિત્ર શૂર ઉપર જ પડી ગયો. નિદ્રાભંગ થવાથી તેણે પૂછ્યું કે–ચોરની માફક હળવે હળવે કેણુ ઘરમાં દાખલ થાય છે?” સમુદ્રદત્તે વસુમિત્રને કહ્યું કે“હે મિત્ર! તું શૂર સેવકને સમજાવી લે; નહીં તે તેના બૂમરાણથી આપણે ઉઘાડા પડી જઈશું.”
વસુમિત્રે શૂરને જણાવ્યું કે-“તું શા માટે મૂંગો રહેતું નથી?” શુરે કહ્યું કે-“બીલાડીથી ભયભીત બનેલા ઉંદરની માફક ભીંતને અવલખીને તું ઘરમાં શા માટે દાખલ થઈ રહ્યો છે? ” વસુમિત્રે તેને પુનઃ કહ્યું કે-“તું મૂંગે મર!” સમયને અયોગ્ય કલહ-કંકાસ થતો જાણુને સમુદ્રદત્તે શરને કહ્યું કે- “હે શૂર ! હું આવ્યો છું.” એટલે સેવકે જણાવ્યું કે-“હું જઈને પિતાજીને જણાવીશ.” ત્યારે વસુમિત્રે સમુદ્રદત્તને કહ્યું કે-“આ સેવકને કંઈક લાંચ આપ.” સમુદ્રદત્તે તેને જણાવ્યું કે-“હે શૂર ! જરૂરી કામને અંગે હું આવ્યો છું, આ વાત તારે કોઈને પણ કહેવી નહીં. આ બાબતમાં તને મારા સોગન છે. લાંચમાં આ વિટી તું સ્વીકાર.” એમ કહીને તેના હાથ માં વીંટી આપી. હર્ષિત ચિત્તવાળા શિરે વિચાર્યું કે “મને તો વટી પ્રાપ્ત થઈ. વળી સાગરદત્ત શ્રેણીએ મને ફરમાવ્યું છે કે–પ્રાતઃકાળે તારે લેખ લઈને મથુરાપુરીએ મારા મિત્ર રત્નસેનની પાસે જવું. તો હવે આ વીંટી કેશાધ્યક્ષને આપીને હું મથુરા નગરીએ ચાલ્યો જઈશ.” આ પ્રમાણે વિચારણા કરીને પ્રણામ કરીને શૂર બે કે“શંકારહિતપણે તમે ઘરમાં દાખલ થાવ. હું કેઈને પણ આ હકીકત જણાવીશ નહિ.”
આ બાજુ નંદયંતીના ખંડને બતાવીને, કૃત્રિમ રોષ ધારણ કરીને વસુમિત્ર સમુદ્રદત્ત પાસેથી બીજી બાજુ ચાલવા લાગ્યો. એટલે સમુદ્રદત્તે તેને કહ્યું કે “તું કઈ બાજુ જઈ રહ્યો છે?” આ પ્રમાણે બેસીને તેને પોતાના હાથથી પકડી લીધો. વસુમિત્રે કહ્યું કે-“હું પિતાજી સાગરદત્તને પ્રણામ કરીશ અને આચારનું ઉલંઘન નહીં કરું. ” સમુદ્રદત્તે તેને જણાવ્યું કે “તું હંમેશાં સદાચારપરાયણ (!) છો તે હું જાણું છું.” આ પ્રમાણે કહીને તેને પિતાના તરફ ખેંગ્યા એટલે વસુમિત્રે કહ્યુ કે “હમણાં હું બૂમ પાડીશ.” બાદ હાસ્ય કરતાં સમુદ્રદત્તે તેને કહ્યું કે-“ તને પણ હુ લાંચ આપીશ.” એટલે હાસ્ય કરતાં વસુમિત્રે તેને કહ્યું કે-“ તમારા જેવાને તે સંકટમાં જ નાખવા જોઈએ. ચાલો, આપણે હવે અંદર પ્રવેશ કરીએ. તું નંદયંતીની રજા લીધા વગર જ નીકળે છે તે હવે તું તેને કેવી રીતે લાવી શકીશ?” સમુદ્રદત્તે જણાવ્યું કે-“હે મિત્ર ! અત્યંત ક્રોધી બનેલ સ્ત્રીને આલિંગન આપીને “તું પ્રસન્ન થા, તું પ્રસન્ન થા” એમ કહીશ.'
આ બાજુ નંદયંતીએ મુશ્કેલીથી દિવસ પસાર કરીને રાત્રિએ વિચાર્યું કે-“હે સ્વામિન્ ! ભયંકર વનને જોતાં તમે કઈ રીતે ધેય ધારણ કરી શકશે ? અથવા તો મારા સ્વામી સમુદ્ર દત્ત નિષ્ફર જણાય છે, કારણ કે પૂર્વે તેમના ઉસંગમાં બેઠેલી મને તેમણે કહ્યું હતું કે
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat