________________
સમુદત્તને
ઘરમાં પ્રવેશ.
૨૧૭ :
જવું જોઈએ. વળી ‘ પ્રસ્થાન-મૂહતનો ભંગ અમંગળ માટે થાય છે.” તેવું પિતાશ્રીનું વચન મને પીડા ઉપજાવી રહ્યું છે.” તે સમયે વસુમિત્રે જણાવ્યું કે-“નિમિત્તિયાના કથનમાં વિશ્વાસ છે? “આજે કૃતિકા છે, આજે વિશાખા છે, આજે ભરણી છે' એ પ્રમાણે બેલીને
જ્યોતિષીઓ ભેળા લોકોને ઠગે છે. વાસ્તવિક રીતે તે પ્રયાણ કરવામાં મનને ઉલ્લાસ જ જોઈએ.” સમુદ્રદત્તે કહ્યું કે-“બહુ સારું.” એટલે વસુમિત્રે જણાવ્યું કે- “ આપણું બંનેના જવાયા છતાં પશ્ચિમ દિશારૂપી સ્ત્રીએ સૂર્યને ગ્રહણ કરી લીધું છે તે તું જે. વૃક્ષે પર બેઠેલા મયુરોના આ પીંછાઓ પુપોથી યુક્ત પ્રિયાના કેશકલાપને યાદ કરાવી રહ્યા છે. સ્ત્રીના અશ્રઓદ્વારા નીકળેલા કાજળસમૂહથી અંધકાર વ્યાપ્ત થયો જણાય છે અને સૂર્યના વિયેગથી ભમરાઓના ધ્વનિના બહાનાથી કમલિનીએ રુદન કરી રહી જણાય છે.”
બાદ મિત્રની સાથે રાત્રિને યોગ્ય વેશ ધારણ કરીને સમુદ્રદત્ત પિતાના ઘર તરફ ચાલી નીકળે અને વસુમિત્રને કહ્યું કે “તું ખરેખર ચતુર મિત્ર છે. અંધકારને કારણે હું સ્પષ્ટ રીતે માગ જાણી શકતો નથી, માટે તું મારી મોઢા આગળ ચાલ. રાત્રિ વ્યતીત થઈ રહી છે. અને તેણીના વિરહને સહન કરવાને અસમર્થ હું હવે વિલંબ સહેવાને શક્તિમાન નથી. હું કઠોર હોવા છતાં પણ ખરેખર દુઃખી બની રહ્યો છું ત્યારે કોમળ એવી નંદયંતીનું શું થયું હશે ? અર્થાત્ તેણી તો અત્યન્ત દુઃખી બની રહી હશે, તે હે મિત્ર ! તું ઉતાવળ કર.” વસમિત્રે જવાબ આપો કે- ઉતાવળ કરવામાં મને શું લાભ ? તારા માટે તો ક્ષીરાજથી ભરેલી થાળી તૈયાર જ છે.” સમુદ્રદત્તે તેને કહ્યું કે-“અત્યારે હું દુઃખી થઈ રહ્યો છું અને તું મશ્કરી કરી રહ્યો છે. ખરેખર, તે ઉક્તિ સાચી જ છે કે જેને ગુમડું થયું હોય તે જ પોતાની પીડા જાણે.'
આદ એક શૂન્ય ઘર જોઈને વસુમિત્રે સમુદ્રદત્તને કહ્યું કે---“ મિત્ર ! આ તારું ઘર આવ્યું.” એટલે સમુદ્રદત્તે કંઈક હસીને જણાવ્યું કે-“હું આજે જ મારા ઘરેથી નીકળ્યો છું. આ ઘર મારું જણાતું નથી.” ત્યારે વસુમિત્રે ખુલાસો કર્યો કે-“અંધકારને કારણે તે જાણી શકતે નથી. ખરેખર તું કુશળ (!) જણાય છે. હે મિત્ર! રાજ્ય તરફના સુખને કારણે ઉઘાડું દેખાતું આ ઘર તારું જ છે. આ ઘર તારા માટે ખુલ્લા પડેલા નિધાન સમાન છે. મધમાખી ૨હિત મધ સરખા આ ઘરમાં જલદી દાખલ થઈ જા, ગુપ્ત વેશમાં રહેલ તું તારા પિતાના ઘરમાં પણ ઓળખાઈશ નહીં.”
પછી તે બંને ઘરમાં દાખલ થયા અને વસુમિત્રે સમુદ્રદત્તને ઉદ્દેશીને કહ્યું કે-“ઘરની ઓશરીમાં ાર નામને સેવક સૂતો જણાય છે. પ્રવેશ કરતાં આપણુ બનેને તે ઓળખી કાઢશે તો તે જઈને પિતાને જણાવશે એટલે પિતાજી તારા પર રોષે ભરાશે.” એટલે કંઈક શંકાશીલ અને શરમાળ સમુદ્રદત્તે વસુમિત્રને કહ્યું કે-“તું મૂગ બનીને ઘરમાં દાખલ થા.”
૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com