________________
સમુદ્રદત્તને કામાભિલાષા
[ ૨૧૫]
એકદા, પિતાના બાહબલથી દ્રપાર્જન કરવાની ઈચ્છાવાળા, તે સાથે વાહપુત્રે વિચાર્યું કે કેવી રીતે દ્રવ્યપાર્જનૈ કરી શકાય ? રાજાની સેવા કૂતરાની વૃત્તિ જેવી હોવાથી અયુક્ત છે, જ્યારે વ્યાપાર કરવાથી દુર્ગતિ પ્રત્યક્ષ જણાય છે. અતિ પાપ અને અ૫ ફલવાળી ખેતી પણ યોગ્ય નથી, તે હવે હું નિંદા રહિત અને નિર્મળ એવી આજીવિકાને આશ્રય લઉં.” આ પ્રમાણે વિચારતાં તેની પાસે ખલાસીઓએ આવીને કહ્યું કે “અમે સમુદ્ર, યાત્રાર્થે જઈએ છીએ તે તમે આવો.” આ સૂચન સાંભળીને તેણે વિચાર્યું કે- “ વાણિજ્ય કરવો તે ઉચિત છે. જે અ૫ પ્રયાસથી થઈ શકે છે અને પુષ્કળ ફલને આપનાર છે. તે હું સમુદ્રની સફર કરું, ”
ઉપર પ્રમાણે વિચારીને, માતપિતાનો આદેશ લઈને તેણે વેચવાની વસ્તુઓ લીધી. નૈમિત્તિક આપેલ શબ મહતે તેણે આવાસેથી પ્રયાણ કર્યું અને વહાણોથી ભરચક સમદ્રકિનારે આવી પહોંચ્યો. બાદ આનંદી વસુમિત્રે તેને વહાણુ બતાવ્યું એટલે ચતુર સમુદ્રદત્ત સુકાનીને બેલાવીને જણાવ્યું કે-“હે ભદ્ર! તેં વડાણ તો તૈયાર કર્યું છે ને ?” નાવિકે કહ્યું કે પંદર દિવસ પર્યત પહોંચે તેટલું પાણી તેમજ બળતણું વહાણમાં ભરી લીધાં છે. કૂવાથંભને મજબૂત રીતે બાંધીને દવાઓ ફરફરાવવામાં આવી છે. વહાણની અધિષ્ઠાત્રી દેવીનું પૂજન કરવામાં આવ્યું છે અને સફેદ સઢ તેયાર કરવામાં આવેલ છે. પવન પણ અનુકૂળ વાઈ રહ્યો છે, માટે આપ વહાણ પર પધારો અને આ અનુકૂળ પવનને કારણે આપણે આજે જ ઇચ્છિત સ્થળે-દ્વીપે પહોંચી જઈશ.”
સમુદ્રદત્તે હસીને કહ્યું- “આજે તે સભેગમાં સુંદર એવી રાત્રિ પ્રિયા સાથે વિવાર વીશ.” એટલે નાવિકના ચાલ્યા જવા બાદ વસુમિત્રે કહ્યું કે-“આપણે આવતી કાલે પ્રાતઃ કાળે પ્રયાણ કરીશું, તે આજે નગરમાં પાછા શા માટે ન જવાય?” સમુદ્રદતે જવાબ આપે કે-“ સાંભળ, આજે સવારે પિતાશ્રીએ મને ફરમાવ્યું કે-“ભઈ! તું જ રવાના થા. નૈમિત્તિકના બતાવેલ આ મુહૂર્તમાં જે ફરીથી ઘરે અવાય તે પ્રયાણુ-મુહૂર્તને ભગ થવાથી અમંગળ થાય; તે આ પ્રમાણે અહીં જ રાત્રિ વીતાવીએ, પછી પ્રાતઃકાળે પ્રયાણ કરીશું.” એટલે વસુમિત્રે કહ્યું કે-“હે મિત્ર! નગરપ્રવેશની પિતાજીની મના હોય તે આપણે બંનેએ દિવસને શેષભાગ પ્રેમપૂર્વક ઉપવનમાં વ્યતીત કરે ગ્ય છે.” વસુમિત્રની આ સૂચનાની ઉપેક્ષા કરીને સમુદ્રદત્તે કહ્યું કે ભલે એમ થાઓ !” વસુમિત્રે પુનઃ તેને ઉદ્દેશીને કહ્યું કે-“ હે મિત્ર! ભૂરા આકાશમાં ઊડતી અને આરસપહાણના પગથિયાની અદ્દભૂત શ્રેણિ સરખી આ હંસ પકિતને તું નિહાળ.” તે હકીકત પરત્વે પણ ઉપેક્ષા બતાવવાથી શૂન્ય ચિત્તવાળા વસુમિત્રે વિચાર્યું કે ભલે સમુદ્રદતે ઉપેક્ષા દર્શાવી. * બાદ પુનઃ કંઈક વિચારીને કહ્યું કે-“હે મહાશય ! કિનારાને પીતવણી* બનાવતાં ક્રવાકના યુગલોને તુ જે. ચક્રવાક પિતાની પ્રિયાની પાછળ જાય છે.” એટલે સમદ્રદ અભિલાષાપૂર્વક કહ્યું કે-“ આ ચક્રવાક ધન્ય છે. * વસુમિત્રે પૂછયું કે- “તે ચકવાદને
કે
,
''
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com