________________
સર્ગ દશમે.
પછી શ્રેયાંસનાથ પરમાત્માએ ફરમાવ્યું કે-“પ્રાણી દાનવીર હોવા છતાં જે તે શીલસંપન્ન હોય તે માણારૂપી લક્ષમીથી તે સેવાય છે. કલ્પવૃક્ષ, કામધેનુ અને નવ મહાનિધિઓને જેણે તિરસ્કાર કર્યો છે તેવું અને અનેક સુખના કારણભૂત શીલ ધર્મ જયવંત વર્તે છે. જે શીલધર્મની પ્રાપ્તિથી જીવન અને મરણ બંને પ્રશંસાપાત્ર બને છે, જ્યારે તેને અભાવમાં નિંદાપાત્ર બને છે એટલે અમે તે શીધર્મની અત્યન્ય સ્તુતિ કરીએ છીએ, ચિન્તામણિ રત્ન કરતાં પણ શીલ રત્ન અધિક કેમ ન હોઈ શકે? કારણ કે શીલ ધર્મ આ લેક તેમજ પરલોકમાં મહાદ્ધિના કારણભૂત બને છે. શીલવાન પ્રાણીને જાજવલ્યમાન અગ્નિ, સિંહ, ગજેંદ્ર અને દેવ તથા દાન લેશ માત્ર દુઃખ આપી શકતા નથી. આ પ્રમાણે વિચારીને બુદ્ધિશાળી વ્યક્તિએ હંમેશા શીલ ધર્મનું સેવન કરવું જોઈએ. આ વિષયમાં લોકોને આનંદદાયક નંદયંતીનું કથાનક સાંભળવા લાયક છે.
અનેક શ્રીમંત જદ્વારા હમેશા યાચક લોકોને આનંદ આપતી તેમજ અલકાનગરીનું વિસ્મરણ કરાવતી તાલિસિ નામની નગરી હતી. તેનગરીમાં પ્રસિદ્ધ સાગરદન નામને સાર્થવાહ હતું, જેણે ચંચળતા ગુણવાળી લમીને પિતાના ગુણો દ્વારા બાંધીને સ્થિર બનાવી હતી. તેને શીલરૂપી ધનવાળી ધનવતી નામની પ્રિયા હતી. તે બંનેને. પિતાના સૌન્દર્યથી કામદેવને જીતનાર સમુદા નામને પુત્ર હતો. તેના ચિત્તને આનંદ આપનાર, શીલરૂપી રત્નવાળી તેમજ રેહણાચળની ભૂમિ સરખી નંદયંતી નામની પ્રિયા હતી. સમુદ્રદત્તને વસુમિત્ર નામને મિત્ર હતું અને ટીખળી મશ્કરે) તે મિત્ર જાણે તેનું બીજું હૃદય હોય તેમ જણાતું હતું. ચૈત્ર માસ સરખા તે વસુમિત્ર યુક્ત કામદેવ સરખો તે સમુદ્રદત્ત રતિ સરખી પિતાની નંદયંતી પ્રિયા સાથે પિતાને ધન્ય માનીને રહેતે હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com