________________
[ ૨૧૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૯ મે. તે વિચાર્યું કે-“આ મહામુનિ આજે પુણ્યના નિમિત્તરૂપ પારણું કરશે કે નહિ?” તે દિવસે પણ મુનિએ પારણું નહીં કરવાથી તે પુનઃ વિચાર્યું કે-“આવતી કાલે પારણું કરશે.” આ પ્રમાણે વિચારતાં તે ઘણા પાપસમૂહને નાશ કર્યો.
પછી ૮ આ મનિવરને પાર કરાવ્યા વિના મારે એક વર્ષ વ્યતીત થઈ જાય તો પણ અહીંથી પ્રયાણ કરવું નહીં” એ તે નિશ્ચય કર્યો. આ પ્રમાણે નિશ્ચળ ચિત્તવાળો તું નિત્ય વૈરી એવા પ્રાણીઓને પણ વૈર રહિત બનેલા કૌતુકપૂર્વક હંમેશાં જેતે હતે. બે પખવાડીયા વ્યતીત થયા બાદ પુણ્યશાળી તે મહાત્મા મુનિવર માસખમણને પારણે, પારણાને માટે તારા આવાસે આવ્યા. “આજે હું ધન્ય બન્યો છું. મારાં પુણ્ય જાગ્યાં છે. આજે મારો જન્મ સફલ થયો છે.” એ પ્રમાણે વિચારણા કરતાં તે મહામુનિને ભાવપૂર્વક અન્નદાન વહારાવ્યું, તે નિર્દોષ અને શુદ્ધ અન્નદાન આપ્યું અને નજીકમાં રહેલી તેમજ શુદ્ધ ભાવવાળી પત્રલેખાએ તારા કાર્યની અનુમોદના કરી.
બાદ પારણું કરેલા તે મુનિવરની પાસે જઈને તેં તેમને વંદન કર્યું એટલે તેમણે તેને દયામય ધર્મ કહ્યો. તે વખતે તે નિરપરાધી પ્રાણીઓની હિંસા વિગેરે ન કરવાના નિયમ સ્વીકાર્યા. હે રાજન ! શિવસુખને આપનાર મુનિદાનના પ્રભાવથી તને બળ, રૂપ તથા રાજ્યસંપત્તિ પ્રાપ્ત થઈ છે. હે રાજન ! તારી પત્રલેખા નામની પત્ની આ ભવમાં તારી મૃગાંકલેખા નામની પત્ની થઈ છે. પૂર્વમાં કરેલા દુષ્કૃતેને પરિણામે તેને અનેક કષ્ટ પ્રાપ્ત થયા છે.”
મુનિમહારાજે આ પ્રમાણે પૂર્વભવ જણાવવાથી જાતિસમરણ જ્ઞાનવાળા શ્રીદને પૂછયું કે-“મારા પૂર્વનાં પાપની શુદ્ધિ કઈ રીતે થાય?” ગુરુમહારાજે જણાવ્યું કે-“હે રાજન્ ! શાંત ચિત્તથી સંયમનું પાલન કરવાથી તારા સમસ્ત પાપ નાશ પામશે. ” એટલે સંયમના અભિલાષી શ્રીદત્તે મુનિવરને કહ્યું કે-“હે વિભ! મારા પુત્ર વીરસેનને રાજ્ય પર બેસારીને હું સંયમ સ્વીકારીશ,” એટલે “આ કાર્યમાં વિલંબ ન કરીશ” એમ ગુરુમહારાજવડે સૂચના અપાયેલ શ્રીદા તેમને પ્રણામ કરીને, વૈરાગ્યવાસિત બનીને પિતાના મહેલે ગયે.
નિર્મળ અંતઃકરણવાળા તેણે પિતાના અંતઃપુરને સમજાવીને, મંત્રીઓને બેલાવીને, વીરસેનને રાજ્ય પ્યું. પવિત્ર બુદ્ધિવાળા તેણે પુત્ર તથા મંત્રીઓને શિખામણ આપીને જિનમંદિરમાં અઠ્ઠાઈ મહે કરાવ્યા. અપરાધી બંદી જનેને કેદખાનામાંથી મુક્ત કરાવીને, નિર્દોષ સંઘની પૂજા કરીને, દીન જનને દાન આપીને, હજાર માણસેથી ઉપાડી શકાય તેવી શિબિકામાં બેસીને, નિરભિમાની, વીરસેન રાજવીથી અનસરાતા, ઉદાર એવા શ્રીદ વનમાં આવીને, શિબિકા પરથી નીચે ઉતરીને, ધર્માચાર્યના બંને ચરણમાં નમસ્કાર કરીને વિજ્ઞપ્તિ કરી કે-“હે પ્રભો ! દીક્ષારૂપી હેડી આપીને અને તેના સુકાની બનીને આપ, સંસાર-તાપથી પીડિત એવા મને ભવસાગરથી પાર ઊતારો.” એટલે ગુરુમહારાજે પ્રિયા અને મિત્રો સહિત તેને દીક્ષા આપીને તેના મને વાંછિતની પૂર્તિ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com