________________
શ્રીદત્તને પૂર્વભવ
[ ૨૧૧ ] શ્રેષ્ઠ રાજા હાથી પરથી નીચે ઊતર્યો. પછી પ્રણામ કરીને ઉચિત આસને બેસીને અંજલિ જોડેલા રાજવીએ સૂરિમહારાજને પછયું કે-“ આ લોકના પ્રાણીઓ શાતા વેદનીય અને આશાતા વેદનીય કર્મ કેવી રીતે બાંધે છે? નારકી વિગેરે ચારે ગતિનું આયુષ્ય કઈ રીતે બંધાય છે? મોક્ષરૂપી વૃક્ષના બીજરૂપ સમકિત કેવી રીતે નાશ પામે છે?” આચાર્ય ભગવત કહ્યું કે-“દયા, દાન, ગુરુભક્તિ અને ક્ષમા વિગેરે ગુણોથી શોભતો પ્રાણી શાતા વેદનીય કમ બાંધે છે, અને તેનાથી વિપરીત આચરણથી અશાતા વેદનીય બાંધે છે. મહાપરિગ્રહી, મહારંભી, માંસ ખાનાર, કષાયી અને પંચૅક્રિય પ્રાણીને વધ કરનાર પ્રાણું નરકાયુ બાંધે છે. ઉન્માર્ગને ઉપદેશ આપનાર, કપટી અને મૂઢ (સારાસારના વિવેક રહિત) પ્રાણી તિર્યંચાયુ બાંધે છે. દાતા, અલ્પ કષાયવાળે અને સંયમરહિત પ્રાણી મનુષ્યાય બાંધે છે. અજ્ઞાન તપસ્યા અને ચારિત્રવાન વ્યકિત દેવાયુ બાંધે છે. ચતુર્વિધ સંધ, જિનમંદિર અને અરિહંત પરમાત્માને શત્રુ સમકિતનો લેપ કરે છે.”
રાજાએ પુનઃ પૂછયું કે-“હે ભગવંત! કયા કર્મોદયને કારણે મેં ઘણું દુખ પ્રાપ્ત કર્યા બાદ ફરીથી એ રાજ્ય પ્રાપ્ત કર્યું?”
સૂરિમહારાજાએ જણાવ્યું કે-“પૂર્વે વિંધ્યાટવીમાં ભીમપલ્લી નામની પલ્લી હતી, જેમાં તું ભીમ નામનો પહલીપતિ હતો. પરાક્રમી, દાનશીલ અને ભેગી એવા તને ભકિતપરાયણ અને નેહવાળી પત્રલેખા નામની પત્ની હતી. તે સ્થળે રહીને નિર્દયી તું લૂંટફાટ કરીને કે રસ્તાથી ભ્રષ્ટ બનાવીને લેકેને પકડતે, બાંધતો અને તેનું સર્વસ્વ પડાવી લેતે હતો. એકદા તું સૈન્ય સહિત ધાડ પાડવા નીકળે ત્યારે તે કાયોત્સર્ગમાં રહેલા શાંત મુનિવરને જોયા. દેહથી દુર્બળ પણ મેક્ષરૂપી લક્ષ્મીથી લેવાયેલ તે મુનિવરેને જોઈને, ભવિષ્યમાં તારું કલ્યાણ થવાનું હોઈને તમે તેના પ્રત્યે ભકિત પ્રગટી, તેમને પ્રણામ કરીને તેં વિચાર્યું કે “અતિ ઠંડી પડતી હોવા છતાં વસ્ત્ર રહિત આ મહાત્મા ખરેખર દુષ્કર કાર્ય કરી રહ્યા છે. હું અહી મારા સન્યને પડાવ નાખું. આ સુપાત્ર મુનિવરોને અન્નદાન આપવાથી હું કૃતકૃત્ય બનું.” આ પ્રમાણે વિચારીને તે સ્થળે તે પડાવ નખાયે.
મુનિવરોને ઉપવાસ હોવાથી ભિક્ષા નિમિત્તે તેઓ પડાવમાં ગયા નહી. તે સમયે સૂર્ય પણ અસ્ત થયે. રાત્રિ સમયે, વસ્ત્ર નહીં હોવાને કારણે પ્રાણહારક માઘ માસની અત્યંત શીત પડવાને કારણે પત્રલેખાએ તેને કહ્યું કે “ હે સ્વામિન! આ મુનિવરોનું શીતથી રક્ષણ કરવાનો કોઈ પણ ઉપાય વિચારે.” તે સમયે તે જણાવ્યું કે-“હે પ્રિયા ! તેં ઠીક યાદ કરાવ્યું.” પછી નિપાપ મનવાળા તે તે મુનિવરની આસપાસ દેવમંદિરની આકૃતિ સરખી ઝુંપડી જલદી બનાવી.
ચિંતામાં જ રાત્રિ વ્યતીત કરીને પ્રાતઃકાળે તું તે મુનિવર પાસે ગયા અને તેમને દયાનસ્થ અને સાદડી–સમૂહથી રક્ષાયેલા જોયા. પછી અત્યન્ત ભકિતપૂર્વક તેમને પ્રણામ કરીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com