________________
[ રર૦]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૧- મે એટલે નંદયંતીના મસ્તકપ્રદેશ પર મોતીની માળા પહેરાવીને સારસિકાએ હર્ષપૂર્વક કહ્યું કે
સારસિકા–પુષ્ય યુક્ત અંબેડામાં આ મેતીની માળા અત્યંત શોભી રહી છે. સમુદ્રદત્ત-પતિની ગેરહાજરીમાં વેણીબંધન ઉચિત ન ગણાય. નયંતી–અરે દાસી ! મારા ઉજજવળ બંને કુંડલે લાવ. દાસી-હે સ્વામિનિ! રાત્રિને વિષે શ્વેત આભૂષણે જ શોભા આપે છે.
સમુદ્રદત્ત-હે મિત્ર! આવા પ્રકારને વેષ તે પિતાના યાર પાસે જતી અને ચોગ્ય ગણાય.
વસુમિત્ર–હે મિત્ર! નંદયંતીના ખંડમાં તે બધું શૂન્ય જણાય છે. વળી સ્વામીના પ્રવાસના પ્રથમ દિવસે અલંકાર ધારણ કરવા તે એક પ્રકારનો આચાર છે.
સમુદ્રદત્ત-તારી વાત ઉચિત જણાય છે. નંદયતી–હે દાસી! તું મારા સ્તન પર વિલેપન કર,
દાસીએ વિલેપન કરીને કહ્યું કેદાસી–હે સ્વામિનિ! સ્વામીને ઉચિત આ વિલેપન ખરેખર શેભી રહ્યું છે. સમુદ્રદત્ત–ખરેખર, આ દાસી કૃપા દર્શાવવા યોગ્ય છે. નદયતી–હે દાસી ! અત્યારે સ્વામી સંબંધી વાર્તાલાપ બંધ કર,
દાસી–હે સ્વામિનિ ! તમે શા માટે તમારે સ્વામી સંબંધી વાર્તાલાપને નિષેધ કરે છે ?
સમુદ્રદત્ત-હે મિત્ર! આ દાસીએ મને ઈષ્ટ એવી હકીક્ત પૂછી છે. નયંતી-દાસી ! અત્યારે સ્વામી સંબંધી ચિન્તા કરવાથી સ”. સમુદ્રદત્ત-હે મિત્ર! નંદયંતીને સનેહ કૃત્રિમ-બનાવટી જણાય છે. વસુમિત્ર–તું તે તેણીની રજા લીધા સિવાય જ નીકળી ગયો છે. સમુદ્રદત્ત-હમણાં જ તને તે હકીકતની પ્રતીતિ થશે. નંદયંતી–અરે દાસી ! હંસિકાને કેમ વાર લાગી? સમુદ્રદત્ત–તેણીએ દાસીને ક્યાં મેકલી હશે?
તેવામાં હંસિકાએ આવીને, પ્રણામ કરીને કહ્યું કેહંસિકા–સ્વામિનિ! હું ઉદ્યાનમાં જઈ આવી. નંદયંતી- શું તેં અશેકદરને જોયો?
હંસિકા––યુવાવસ્થા અને સૌન્દર્યને કારણે સુંદર તારા પ્રિય અકિદત્તને મેં શણગાર્યો છે.
નયતી-તારું કાર્ય મને પસંદ પડયું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com