________________
[ ૨૦૮].
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૯ મે સુધી રમાડશે. તેના મસ્તકને સુંઘીને, આનંદપૂર્વક તેની બહુ પ્રકારે લાલન-પાલન કરી. પછી સુંદરીથી લવાયેલ ઉત્તમ અA પર આરૂઢ થઈને સુંદરીના આવાસે જતાં તેણીએ શ્રીદત્ત અનેક પ્રકારે આગતા-સ્વાગતા કરી.
પછી સુંદરી દ્વારા આ સર્વવૃત્તાન્ત જાણીને સુંદરીના ભદ્રસેન નામના મામાએ એકદમ આવીને, આલિંગન આપીને શ્રીદત્તને કહ્યું કે-“મૃત્યુ સમયે શ્રીચડે પરિવાર સહિત મને આદેશ કર્યો હતે કે-સુંદરીના સ્વામીને મારું રાજય આપવું, તેથી તમારા માટે આટલા સમય સુધી મેં રાજયની રક્ષા કરી છે, તે હવે તું આ રાજયનું પાલન કર. અમારા સેવકે એ જે ધન એકત્ર કરેલ છે તે ધન રાજભંડારમાં વિદ્યમાન છે.” પછી, તે જ સમયે ભદ્રસેને શ્રીદત્તનો સુવ કુંભના જળદ્વારા રાજ્યાભિષેક કર્યો અને ઉગ્ર શાસનવાળે શ્રીદત્ત પણ રાજ્યનું પાલન કરવા લાગે. શ્રીજો પિતાના સેવકોને ધાડ પાડવાની મના કરી, પિતે ન્યાયપૂર્વક જન ધર્મનું પાલન કરવા લાગ્યા. પિતાના સૌન્દર્યથી આકર્ષિત બનેલ રાયેલફેમીને શ્રીદત્ત ભોગવવા લાગ્યો. બાદ રણુસિડની સાથે મૃગાંકલેખાને ત્યાં તેડાવવામાં આવી. પિતાના કાકા રણસિંહને સર્વકાર્યની ચિન્તા કરનાર સચિવ બનાવ્યા. પછી પોતાના સેવકો દ્વારા બધા મિત્રો ને તેડાવ્યા અને તેઓની 4 સ્થાનકે નીમણૂક કરી. ન્યાયપરાયણ તેની કીર્તિ ચારે દિશામાં વિસ્તરી, શ્રીદત્ત પણ હંમેશાં વિવિધ નૂતન કીડાઓ દ્વારા સમય પસાર કરવા લાગ્યો. આ બાજુ જે શિકારી પુરુષે મૃગાંકલેખાના સમાચાર શ્રી દત્તને જણાવ્યા હતા તે શીકારી તેની પ્રસિદ્ધિ સાંભળીને તે સ્થળે આવ્યો. શ્રીદતે તેને જોયો અને તેને ઓળખીને તેને ઉચિત સ્થાન આપ્યું. મહાપુરુષોની વાણી પત્થરમાં કેતરાયેલી અક્ષર પંકિત જેવી હોય છે અર્થાત્ શિલાલેખ જેવી હોય છે.
એકદા શ્રીદત્ત હર્ષદેવ અને શરસેન નામના રાજા પાસે પોતાના બે દૂત મોકલીને કહેવરાવ્યું કે- “શ્રી દત્ત મહારાજા નેહપૂર્વક આપને જણાવે છે કે-તમારી પુરી સાથે મારો વિવાહ થયેલ છે તો તમે મારી સાથે સંબંધ રાખે અથવા તે યુદ્ધ કરો. મને તે બંને વસ્તુઓ ચિકર-પસંદ છે. ” હર્ષદેવે પૂછયું કે-“શું મારી પુત્રી જીવંત છે?” એટલે તે તે તેના અપહરણદિ સંબંધી સમસ્ત વૃત્તાંત કહી સંભળાવ્યું ત્યારે હર્ષ પામેલા હર્ષદેવે તેને પારિતોષિક આપીને કહ્યું કે મારી પુત્રીના કુશળ સમાચાર જાણવાથી આજે મને કઈ કઈ વસ્તુઓ પ્રાપ્ત નથી થઈ? અર્થાત્ સર્વસર મળ્યું છે. તારે જઈને શ્રીદત્ત રાજાને જણાવવું કે- મૃગાંકલેખાએ માત-પિતા વિગેરે સ્વજનોનો ત્યાગ કરીને તમારા પ્રત્યે પ્રેમભાવ દર્શાવ્યો છે તો તમારે તેણીના પ્રેમને-સ્નેહને યોગ્ય જ વર્તન રાખવું.” આ પ્રમાણે સૂચના આપીને હર્ષદેવ રાજાએ પિતાની પુત્રી તથા જમાઈ માટે ઉચિત ઉત્તમ વસ્ત્ર અને આભરણે મોકલ્યા. રાજ્યશ્રીના પિતા સરસેને પણ કહ્યું કે-“વિગ્રહની જરૂર નથી. રાજપુત્રી રાજાઓને વરે છે તે તેને માટે યુદ્ધની શી જરૂર ? અત્યારે તે માટે શ્રીદતનું સન્માન કરવું જોઈએ.” આ પ્રમાણે કહીને દૂતને સત્કાર કરીને તેની સાથે લેણું મોકલાવ્યું. તે બંને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com