________________
[ ૨૦૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૯ મે યુદ્ધ પ્રવર્યું. માર્ગના થાકને કારણે શ્રીદત્તના સુભટો યુદ્ધ કરવાને અસમર્થ બન્યા એટલે જેમ નાગરિક લોકો ગામડિયાને હાંકી કાઢે તેમ પાલીના માણસોએ તે સુભટને નસાડી મૂક્યા.
શ્રીદત્ત પણ તલવાર લઈને, વિદ્યતયુક્ત પ્રલયકાળના મેઘની માફક યુદ્ધ કરવા લાગ્યો. તેણે શીધ્રપણે પહેલી પતિનું મસ્તક છેદી નાખ્યું અને તેનું સૈન્ય જેવામાં “જય જય” વનિ કરતું હતું અને હર્ષ પામીને પાછું ફરી રહ્યું હતું તેવામાં દર રહેલા કોઈ એક પુરુષે શક્તિથી શ્રીદત્ત પર પ્રહાર કર્યો એટલે તે ચૈતન્ય રહિત બનીને પૃથ્વી પર પડી ગયે, જેથી તેનું સૈન્ય નાસી ગયું. શત્રુઓએ આવીને શ્રીદત્તને બાંધી લીધે. બાદ તે શ્રીદત્ત, રાજયશ્રી કન્યાને અને સર્વ વસ્તુઓને લઈને તે પલ્લી ના માણસે પલ્લીમાં ચાલ્યા ગયા અને તે સર્વ વસ્તુઓ જહદી રજૂ કરી. શ્રીદત્તને ભદ્રારિકા નામની દેવી પાસે લઈ જવામાં આવ્યો.
બાદ તેઓએ સુન્દરીને સંબોધીને કહ્યું કે-“હે પુત્રી ! અમે બત્રીસ લક્ષણે પુરુષ લાવ્યા છીએ, તે સ્વજનનો સત્કાર કરીને સંધ્યાકાળે તું દેવીને મંદિરે જજે અને કહેજે કે-“મને પુત્ર થશે તે હું તમને બલિદાન આપીશ.” એમ મેં જે પ્રતિજ્ઞા કરી હતી તે હે દેવી ! આ બત્રીસ લક્ષણે પુરુષ બલિ તરીકે અર્પણ કરું છું.” પછી તારે પુરુષને હણવા માટે મારાઓને આદેશ આપવો.”
ઉપર પ્રમાણેની સૂચના અંગીકાર કરીને, તે સર્વને ચાર પ્રકારનો આહાર આપીને, સંધ્યા સમયે પુત્ર સાથે ઉત્તમ વસ્ત્ર અને અલંકારેને ધારણ કરેલી, સ્વજન વર્ગની સુંદર સ્ત્રીઓ સહિત, ગીત, નૃત્ય અને વાજિંત્રો વગાડનારાએ યુત સુંદરી શીવ્ર શ્રીદત્તને હણવાને માટે દેવી-મંદિરમાં ગઈ. શ્રી દત્ત વિચારવા લાગ્યો કે “મને હણવાને માટે આ બધી તૈયારી થતી જણાય છે. આ પલ્લીમાં મને રાત્રિને વિષે લાવવામાં આવ્યો છે તેથી હું જાણી શકતો નથી કે આ પલી મારો પૂર્વની પરિચિત છે કે બીજી કોઈ? દુઃખરૂપી કોદાળાએ મારા સમસ્ત સુખરૂપી અંકુરાઓને ઉખેડી નાખ્યા છે. અને તેથી જ મને તે બંને મુનિવરોના ચરણેનું શરણ હે!” તેવામાં દીપક યુક્ત સુંદરીએ દેવમંદિરના ગર્ભદ્વારમાં પ્રવેશ કરીને દેવીની પૂજા કરી, તેમજ ભકિતપૂર્વક ધુપ કર્યો. તે ધૂપના અત્યન્ત ધૂમાડાથી દીપકની જતા કંઈક ઝાંખી બની ગઈ. બાદ સુંદરીએ શ્રીદત્તના કંઠમાં મોટી માળા પહેરાવી અને વિચારવા લાગી કે-“આ પુરુષ મારા સ્વામી શ્રી દત્ત સરખે જણાય છે.” આ બાજુ શ્રીદત્તે પણ વિચાર્યું કે-આ સ્ત્રી મારી પત્ની સુંદરી જેવી જણાય છે.
બાદ શ્રીદત્તના શરીર પર લવંગાદિક વિગેરે ચાર પ્રકારની ઔષધિવાળું વિલેપન કરતી સુંદરી, પત્નીની માફક અત્યન્ત ચિતા યુક્ત બની ગઈ. આ વ્યક્તિને અમૃત સરખે સ્પર્શ મને મારા સ્વામી જેવું જણાય છે એટલે કામપીડિત બનેલી તેણી તેના અપ્રિયની આશંકાથી ખરેખર પ્રજી ઊઠી. ખેદ પામેલી, રોમાંચિત બનેત્રી તેણી પિતાને હસ્ત તેના શરીર પરથી દૂર કરવાને, જાણે જકડાઈ ગયો હોય તેમ, અસમર્થ બની. શ્રીદત્ત પણ નિર્ણય કર્યો કે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com