________________
રાજ્યશ્રી સાથે શ્રીદતનું પ્રયાણ.
[ ૨૦૫]
કે-“હે પૂજ્ય ! મને મૃગાંક નામના પ્રગ રત્ન સિવાય સર્વ વસ્તુ પ્રાપ્ત થએલ છે, તે તેને પ્રાપ્ત કરવાની રાહ જોઈ રહ્યો છું.”
રસિંહે મૃગાંકલેખા સાથે તેને વિવાહ કરાવ્યો એટલે તે પણ ત્યાં જ રહીને સુખપૂર્વક કાળ નિગમન કરવા લાગ્યો. શ્રી દત્ત વિચારવા લાગ્યું કે-“મને પ્રિયા તેમજ સુવણુંપ્રાપ્તિ તે થઈ પણ જે હવે મિત્રો તથા ખડ્રગ રત્ન પ્રાપ્ત થઈ જાય તે ઘણું સારું થાય.”
એકદા ઘોડેસ્વારો અને સુભટોથી પરિવરેલ તેમજ રાજાથી સન્માનિત બનેલ તેણે ભદ્રિકભાવે ઉદ્યાનમાં પ્રવેશ કરતાં પિતાના વ્યાઘબલ તેમજ મહાબેલ નામના બને મિત્રોને જોયા. નમસ્કાર કરતાં તે બંને ભેટીને શ્રીદ જણાવ્યું કે-“ આપણા અન્ય મિત્રો કુશળ છે ને ? ” ત્યારે તે બંનેએ કહ્યું કે “હે સ્વામિન્ ! પ્રહારથી પીડા પામેલી સંગમિકાની સાથે બાહશાલી તે પ્રહારના ઉપચારને માટે હર્ષવતી નગરીએ ગયેલ છે અને તમારા સમાચાર મેળવવા માટે અમે બંનેએ સમસ્ત પૃથ્વી પર ભ્રમણ કરેલ છે. પુણ્યોદયને કારણે આજે અમે તમને જોયા છે તે અમે બંને હવે શું કરીએ તે ફરમા. હમણાં આપણું વેરને બદલો લેવાની તૈયારી કરો.” પછી બંને મિત્રો સમક્ષ પોતાનું સમસ્ત વૃત્તાંત જણાવીને વિકસ્વર રોમરાજીવાળા શ્રીદત્તે નિંદ્ર ભગવંતની ભક્તિપૂર્વક પૂજા કરી.
શ્રીદત્ત તે બંને મિત્રોને સમજાવ્યું કે-“આ અરિહંત પરમાત્મા જ પારમાર્થિક દેવ છે.” એટલે તેઓએ તે હકીકત સ્વીકારી. પછી તે સર્વ સ્વાવાસે આવ્યા. ત્યાં આગળ તેઓને સત્કાર કરીને શ્રી દત્ત વ્યાધ્રબલને ઉદ્દેશીને કહ્યું કે- “ અહીંથી જઈને બાહશાલી વિગેરે મિત્રને તું મારા કુશળ સમાચાર જણાવ.”
વ્યાઘબલના જવા બાદ રેણુસિંહે શ્રીદત્તને એકાન્તમાં કહ્યું કે-“શૂરસેન રાજાને રાજ્યશ્રી નામની કન્યા છે. રાજાએ હર્ષવતી નગરીના સ્વામી હરિષેણ રાજા સાથે તેણીને લગ્ન કરવાનું વિચાર્યું છે. તે વિવાહ-મત્સવ કરવા માટે તેણીની સાથે જવાને માટે રાજાએ મને આદેશ કર્યો છે. વળી તે વિવાહપ્રસંગને માટે રાજાએ પુષ્કળ દ્રવ્ય તેમજ સહાયને અર્થે પુષ્કળ પરિવાર પણ સાથે મોકલેવ છે, તે મારી ઇચ્છા એવી છે કે-“આ કન્યાને તું પરણું. હે પુત્ર! તું તેની સાથે જા. હે કુલીન પુત્ર ! તે રાજ પશ્રીને તારા પ્રત્યે અનુરાગિણી બનાવીને તું પરણુજે.” શ્રીદત્ત જણાવ્યું કે-“આપને આદેશ મને મંજુર છે.”
રણસિંહે શ્રીદત્તને રાજા પાસેથી આજ્ઞા અપાવી એટલે તે પણ વિશાળ પરિવાર યુક્ત તેણીની સાથે ચાલી નીકળ્યો. પ્રયાણ કરતાં કરતાં જે અટવીનું સાત રાત્રિ-દિવસે ઉ૯લંઘન થઈ શકે તેવી અટવીમાં આવી ચઢતાં રાત્રિને વિષે થાકીને સૈન્ય સૂઈ ગયું હતું ત્યારે પેલી પતિની ધાડ પડી. તે સમયે “હણ હણે” “મારે મારે” એવા પ્રકારના ઉચ્ચ સ્વરોના પ્રસારથી રેકી ન શકાય તેવું, મહાવનિથી દિશાઓને બહેરી બનાવતું, ક્રોધી સુભટના પરસ્પરના આસ્ફાલનથી બાહુના વનિવાળું, તેમજ ડરપોક માણસેથી ન જોઈ શકાય તેવું પ્રચંડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com