________________
[ ૨૦૪]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર સર્ગ ૯ મે નીચે ઢાળતો શ્રીદત્ત આવી પહોંચ્યો એટલે તેને જોઈને, ઓળખ્યા બાદ અત્યન્ત શેકથી વ્યાકુલ બનેલ અને કંપાયમાન શરીરવાળી મૃગાંકલેખા સેનાપતિ પાસે આવી. સેનાપતિને પ્રણામ કરીને તેણીએ જણાવ્યું કે-“તમારે નિરપરાધી જમાઈ હમણાં સુભટોથી વધ્યભૂમિ પર લઈ જવાય છે તે મહેરબાની કરીને વગર-વિલંબે હમણાં જ તેની રક્ષા કરો-તેને બચાવે. જે તેને બચાવવામાં નહીં આવે તે હું જીવી શકીશ નહિ.” એટલે સેનાપતિએ પૂછ્યું કે
હે પુત્રી ! તે નિરપરાધી છે તે તું શા ઉપરથી કહે છે?” ત્યારે મૃગાંકલેખાએ ગદ્ગદ્ વાણીથી કહ્યું કે “જો આ વ્યક્તિ તેવા પ્રકારની ચોરી કરે તે સમસ્ત વિશ્વને આ કલિકાલ કલંકિત બનાવશે, મર્યાદા નાશ પામશે અને ન્યાય-નીતિની વાર્તા પણ અસ્તિત્વ નહીં ધરાવે. પૃથ્વીપીઠને વિષે ગુણી જનોમાં પણ આ શ્રીદત્ત શ્રેષ્ઠ છે, તો તેના સંબંધમાં દેષ-અપરાધની લેશ માત્ર શંકા કરવી નહી.”
મૃગાંકલેખાના આ પ્રમાણેના સૂચનથી સેનાધિપતિએ પોતાના સુભટોને તેને અટકાવવા મોકલ્યા અને પોતે તેને છોડાવવા માટે ઉત્સુક બનીને રાજા પાસે ગયો. સેનાધિપતિએ વિનંતિ કરવાથી રાજાએ શ્રીદત્તને છોડી મૂક્યો ત્યારે મૃગાંકલેખાએ તેને ઘેર લઈ જઈ સ્નાન કરાવ્યું તેમજ વસ્ત્રો પહેરાવ્યા. પછી ચંદન, અગરુ, કસ્તુરી તથા કપૂર વિગેરે તેની સમક્ષ ધરીને, પલંગ પર આરામ લેતાં શ્રીદત્તને તેણીએ તેનું વૃત્તાંત પૂછયું. તેણે પણ તેની સમક્ષ પિતાની સઘળી બીના જે પ્રમાણે બની હતી તે પ્રમાણે કહી સંભળાવી. તે હકીક્ત સાંભળતાં જ અશુ સારતી તેણી કઈ વાર ખેદ પામતી હતી તો કઈ વાર હર્ષ ધારણ કરતી હતી. તેવામાં સેનાપતિ પણ રાજમંદિરેથી પોતાના આવાસે આવી પહોંચે, એટલે તે સેનાપતિને પિતાના કાકા તરીકે ઓળખી લઈને તે બોલી ઊઠયો કે-“આ તે ઘણું આશ્ચર્ય કહેવાય. આ તો મારા રણસિંહ નામના કાકા છો.” એમ બોલતાં તેમજ હર્ષોથને વહાવતાં શ્રી દત્ત તેમને પ્રણામ કર્યો. તે સમયે “આ તે મારા ભાઈને પુત્ર શ્રીદર આવ્યો છે.” એમ ઉચ્ચારતાં રણસિંહે પણ તેને એકદમ ગાઢ આલિંગન આપ્યું.
પછી શ્રીદત્ત વિચારવા લાગ્યો કે- “ વિધિની વિચિત્રતા ખરે ખર અસાધારણ છે. કયાં તેવા પ્રકારનાં સંકટોની શ્રેણિ અને કયાં પોતાના જ ઘરે મારું આગમન ! ” બ દ રસિંહે તેને પૂછયું કે- “ મારા મોટા ભાઈ વિરસિંહ કુશળ છે ને ?” ત્યારે અશ્રુ વહાવતાં શ્રી દત્ત બધી હકીકત જણાવી અને ખેદ યુક્ત બને કાકાને વિક્રમશક્તિને હણવા માટે સૂચન કર્યું. રણસિંહે જણાવ્યું કે-“હે પુત્ર! તું તારી શક્તિ બતાવ. ઘરેથી નીકળ્યા બાદ મેં શ્રેષ્ઠ ભક્તિથી ગરુડ દેવની ઉભય પ્રકારે આરાધના કરી હતી. પ્રસન્ન બનેલા તે દેવે મને હર્ષપૂર્વક સાત કરોડ સેનિયા અને પાંચ હજાર શ્રેષ્ઠ અો આપ્યા. તે સર્વ મેં તારા માટે રક્ષણ કરોને સ ચવી રાખ્યા છે. હે પુત્ર ! સંતાન વિનાના મારા માટે હવે તું જ પુત્રરૂપ છે. આ સર્વ સામગ્રી મેં વપરાક્રમથી જ પ્રાપ્તકરી છે તે તને અર્પણ કરું છું.” શ્રી દત્તે જણાવ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com