________________
[ ૨૦૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૯ મો શ્રીદત્તે તેને જણાવ્યું કે “તમે ખરેખર મારા પરમ ઉપકારી છે. મને જ્યારે રાજ્યની પ્રાપ્તિ થાય ત્યારે તમારે અવશ્ય મારી પાસે આવવું.” પછી શ્રીદત્ત તે શિકારી સાથે હર્ષ પૂર્વક નાગતલ નામના નગરે આવ્યો અને શ્રેષ્ઠીને પૂછયું કે-“મારી પ્રિયા કયાં છે ? ” નાગદત્તે જણાવ્યું કે-“ ભદ્રશાલપુરે શૂરસેન સેનાધિપતિના ઘરે તેણીને મૂકી છે હજી ફક્ત એક રાત્રિ વ્યતીત થઈ છે તેવામાં તું અહીં આવી પહોંચે છે, તે પ્રાતઃકાળે તારી સાથે આવીને હું તેને બતાવીશ.” ત્યારે શ્રીદત્તે કહ્યું કે-“હું તેણીને મળવાને અત્યંત આતુર છું.” એમ જણાવીને સાયંકાળે જ તે ચાલી નીકળ્યો. ભદ્રશાલપુરમાં પ્રવેશ કરતાં વાવડીના જળમાં સ્નાન કરવા માટે તેણે પ્રવેશ કર્યો, તેવામાં જેની પાછળ સુભટો પડયા છે તે કેએક ચોર, હારનું હરણ કરી તે વાવમાં આવી પહોંચે. તે ચોર શ્રીદત્તના વસ્ત્રના છેડે તે હારને બાંધીને નાશી ગયે, આ બાજુ તેના વસ્ત્રના છેડે બાંધેલ હાર જોઈને તે સુભટોએ તેને બાંધી લીધો. શસ્ત્ર વગરના અને બંધાયેલા તેને સુભટોએ કહ્યું કે-“હે પાપી ! અમારા દેખવા છતાં તું શું હાર લઈને નાશી જઈશ! એમ તે માન્યું હતું?” તે સમયે શ્રીદત્ત વિચારવા લાગ્યો કે- “ સંસારની વિડંબના અદ્ભુત છે.આશ્ચર્યજનક છે. અપરાધ વગર પણ હું આવા પ્રકારના સંકટમાં સપડાયો; કારણ કે ઇન્દ્રિયપરવશ બનેલાને દીનતા, લધુપણું-તુછપણું, દારિદ્રય, દુઃખની શ્રેણિ વિગેરે વિગેરે ક્યા કયા અનિષ્ટ-દુઃખ પ્રાપ્ત નથી થતા? જાજવલ્યમાન અગ્નિનું પાન કરી શકાય, તીક્ષણ ધારવાળા ખગ પર ચાલી શકાય, મસ્તકથી પર્વતને ભેદી શકાય, મણિધર સપને મણિ લઈ શકાય, સિંહના દાંત ગણી શકાય, કાળકૂટ ઝેર ખાઈ શકાય; પરતુ વશ ન કરી શકાય તેવા ઇઢિોરપી અને કાબુમાં રાખી શકાતા નથી. ઇંદ્રિયોપી અથી જે પછડાયા નથી તેઓ ખરેખર સુભટો છે. ઈદ્રિને આધીન બનેલો પુરુષ ખરેખર અપયશને ભાગી બને છે. તે મુનિવરે તેમજ બુદ્ધિમાન વીરપુરુષને ધન્યવાદને પાત્ર માનું છું કારણ કે તેમણે સમસ્ત ઇદ્રિયસમૂહને મજબૂત રીતે ગળે ટૂંપ આપે છે અથવા ઇન્દ્રિયોને વશ કરી લીધી છે. ઇદ્રિનું બળવાનપણું અદ્દભુત છે; કારણ કે જ્ઞાની પુરુષો પણ તેનું દમન કરી શકતા નથી. ઈદ્રિયોનું વશ કરવું તે મોક્ષરૂપી નગરમાં પ્રવેશ કરવાના દ્વાર સમાન છે, જ્યારે સ્ત્રીઓ ચોક્કસ દરવાજાના વજી જેવા આગળિયા (ગાળ) સમાન છે. સાધુપુરુષ સ્ત્રીના પુગલને પીત્તળ, સરખું સમજે છે; જ્યારે કામદેવરૂપી ધતુરાનું પાન કરનાર પુરુષે તેને સુવર્ણ સરખી માને છે. જેઓએ દુઃખપૂર્વક દમન કરી શકાય તેવા ઈદ્રિયરૂપી અોનું દમન કયું છે તેઓ ખરેખર નમસ્કાર કરવા ગ્ય, સેવા કરવા લાયક, સ્મરણીય તેમજ પ્રશંસાપાત્ર છે.
પાતાલને સ્વામી શેષનાગ લક્ષમી યુક્ત બન્ય, ચક્રવતી પોતાના બળથી સમગ્ર પૃથ્વીને જીતી લે છે અને સ્વર્ગને સ્વામી ઈદ્ર દેવાંગનાઓ સાથે ક્રીડા કરે છે તે ખરેખર અમુક અંશે ઇક્રિયાનું દમન કરવાથી પ્રાપ્ત થયેલ ફળ જણાય છે. તે વ્યક્તિને જન્મ ખરેખર સાર્થક છે અને તેનું જ જીવિત સફલ છે કે જે સ્વાથી જનેથી છેતરાતા નથી તેમજ ખલ પુરુષોથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com