________________
શ્રીદત્તને મળેલ મૃગાંકલેખાના સમાચાર
[ ૨૦૧]. શ્રીદરો તે હકીકત કબૂલ રાખી. મોનિકાએ તે વૃત્તાંત સુંદરીને કહેવાથી તેણીએ તેને ઈનામ તરીકે હાર આપો. સંધ્યા-સમયે માતા પાસે સુંદરીએ દેવપૂજનનું બહાનું કાઢયું અને દાસી તેમજ વિવાહની સામગ્રી સાથે દેવમંદિરમાં જઈને, તેની બેડી કાઢીને ગાંધર્વવિવાહ કર્યો. રાત્રિ સમયે તેને પિતાની ભુજારૂપી ગાઢ પાશથી આલિંગન આપી, પ્રાતઃકાળે શ્રીદત્તને ફરી બંધનમાં નાખીને તેણી દાસી સાથે પોતાની પહેલી માં ચાલી ગઈ.
આ પ્રમાણે પ્રતિદિન ભેગવિલાસ કરતાં સુંદરી ગર્ભવતી થઈ. તે બાબતમાં માતાએ પૃચ્છા કરતાં તેણીએ સમસ્ત હકીકત જણાવી. તેની માતાએ કહ્યું કે-“ હે સુંદરી ! તેં આ અઘટિત કાર્ય કર્યું છે, કારણ કે તારા પિતા અતિશય ક્રોધી છે. તેની રજા સિવાય તેં કરેલ આ કાર્ય તે સહન નહીં કરે. હે પુત્રી ! તારા કારણે દોષિત બનેલ તારા સ્વામીના જીવનની પણ હવે શંકા છે.” ત્યારે સુંદરીએ માતાને કહ્યું કે-“હે માતા ! હવે આ વિષયમાં જે કરવા જેવું હોય તે તું કર.” એટલે તેની માતા સુંદરી સાથે ગઈ એટલે શ્રી દત્ત તેને નમસ્કાર ર્યા. સુંદરીની માતાએ શ્રીદત્તને જણાવ્યું કે-“જેવામાં પલી પતિ શ્રી ચંડ લુંટ કરીને પાછો ન ફરે ત્યાં સુધીમાં તું નાસી જા; નહીંતર અપરાધી એવા તને તે હણી નાખશે. વક સ્વભાવી તે નામથી પણ અતિ ભયંકર છે. તારે તારી પત્ની સુંદરીને મનથી પણ દૂર કરવી નહિં. ''
શ્રીદ જવાબ આપ્યો કે-“હે માતા ! મને જીવિતદાન આપનાર તેને હું કઈ રીતે ભૂલી શકું? તમારે પહેલીપતિના કબજામાંથી મારું ખગ કેઈ પણ પ્રકારે લઈ લેવું. ” પછી જાણે યમરાજના મુખમાંથી પોતે બહાર આવ્યો હોય તેમ પોતાની જાતને માનતો અને બેડીથી મુક્ત કરાયેલ તે, પાછલા દરવાજેથી બહાર નીકળી ગયો.
પિતાની પત્ની મૃગાંકલેખાનું સ્મરણ કરતાં શ્રીદત્ત એક શિકારીને જે. શ્રીદત્તને તેણે પૂછયું કે-“ આ વનમાં તું એકલો શા માટે ભ્રમણ કરી રહ્યો છે ? અને શા માટે ખિન્ન બન્યો છે?ત્યારે શ્રીદરે જણાવ્યું કે-“ આ વનમાં મારી પ્રિયા ગુમ થઈ છે અને તેને શોધવા માટે હું આમતેમ ભ્રમણ કરી રહ્યો છું.” તે શિકારીએ તેને પૂછયું કે-“શ તારું નામ શ્રીદત્ત છે?'' શ્રી દત્ત હા કહેવાથી શિકારીએ જણાવ્યું કે-“થોડા દિવસ પહેલાં મેં હે સ્વામિન ! શ્રીદત્ત ! શ્રી દત્ત ! એમ વિલાપ કરતી એક કન્યાને જોઈ હતી. મેં તેને હકીકત પૂછી ત્યારે તેણીએ મને સમસ્ત હકીકત કહી સંભળાવી એટલે મેં તેને આશ્વાસન આપીને મારી મશકમાંથી પાણી પાયું. વળી મારી પલીમાં લઈ જઈને કુળ તથા શીલને જાણતાં મેં તેણીને નાગતલ નામના ગામમાં નાગદત્ત શ્રેષ્ઠીને ત્યાં મૂકી છે. નાગદત્ત પણ તેણીને કહ્યું કે- હે પુત્રી! તું મારી જ પુત્રી છે. જ્યાં સુધી તારા સ્વામીનું આગમન થાય ત્યાંસુધી તું સુખપૂર્વક અહીં રહે. બાદ તમારી તપાસ માટે હું અહીં આવ્યો છું, તે હે મહાશય ! તમે મારી સાથે આવીને તેને સ્વીકાર કરો !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com