________________
[ ૨૦૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ` ૯ મા.
આ વિષયમાં શું કરવું ? '' આ પ્રમાણે કિક વ્યમૂઢ અનેલ તેણે શીંગડી(લેરી)ને અવાજ સાંભળ્યે એટલે તે સ્વરના ઉદ્ભવસ્થાનને જાણવા માટે ખડ્ગ રત્નને નીચે મૂકીને તે વડલા પર ચઢી ગયા. તેવામાં સૈન્ય સહિત કોઇ એક પલ્લીપતિ ત્યાં આવી ચઢયા અને શ્રીદત્તનુ’ “ મૃગાંક ” નામનું ખગ રત્ન લઈ લીધું', પછી વડલા પરથી નીચે ઉતરીને શ્રીદો તે પલ્લીપતિને પૂછ્યું. કે– ભ્રમણ કરતી એવી કોઇ સુંદર સ્ત્રી તમારા જોવામાં આવી છે? ’’ એટલે પલ્લીપતિએ તેને ખેદ યુકત જોઇને તેના આશ્વાસનને માટે જણાવ્યું કે તું ખેઠ ન કર. તુ મારી પલ્લીમાં ચાલ, કદાચ તારી પત્ની ત્યાં ગઈ હોય. મારા સેવકો તને મારો પલ્લીને માળ દેખાડશે અને પાછે। આવીને હું' તને તારું ખરંગરત્ન જલ્દી પાછું આપીશ. જો તને તારી શ્રી પ્રાપ્ત થશે તે હું અવશ્ય તને તે આપીશ, ’’
તે પલ્ટીપતિના સૈનિકો સાથે શ્રીદ્યત્ત પલ્લીની નજીક ગયા. તે સ્થળે દેવમદિરને જોઇને થાકી જવાથી તેમજ રાત્રિના ઉજાગરા હાવાથી સૂઈ ગયા અને ગાઢ નિદ્રા લીધી. જ્યારે તે જાગ્યા ત્યારે, પેાતાના દેહને ખંધાયેલા જોઇને વિચારવા લાગ્યા કે હું' માનું છું કે પલ્લીપતિના સનિકોએ આ ઉપદ્રવ કર્યાં જણાય છે. મૃગાંકલેખાની સાથેાસાથ તેની સખીના અને મારા મિત્રાના મને સૌ પ્રથમ વિયેાગ થયા અને હમણાં આ રીતે મારે બંધનમાં પડવુ પડયુ પાપીષ્ઠ એવા આ લેાકાએ મને બાંધીને કંઇ પણ મનેાવાંછિત સાધવાની ઈચ્છા રાખી જણાય છે. ’’ આ પ્રમાણે વિચારી રહ્યો છે તેવામાં તેએએ આવીને શ્રીદત્તને ભાજન આપ્યું. પછી મૃગાંકલેખાના જ વિચાર કરી રહ્યો છે તેવામાં મેાહનિકા નામની દાસીએ આવીને તેને પૂછ્યું કે- તું કોણ છે ? કયાંના રહેવાસી છે ? શા માટે અહીં આવ્યે છે ? ' એટલે શ્રીદત્તે પણ તેણીને પોતાના સમસ્ત વૃત્તાંત જણાવ્યા.
બાદ શ્રીદત્તે તેણીને પૂછ્યું કે-“ જો તું જાણતી હૈ। તે કહે કે શા માટે આ લેાકાએ મને બ ંધનમાં નાખ્યો છે ? ’” ત્યારે માહનિકાએ જણાવ્યુ કે-“ પલ્લીને સ્વામી, અપ્રતિદ્વંત આજ્ઞાવાળા અને રણભૂમિમાં અત્યંત રૌદ્ર–ભયંકર એવા શ્રીચડ નામના છે. તેણે દેવી પાસે એવી પ્રાથના કરી છે કે જો મારા કાની સિદ્ધિ થશે તે હું તને લક્ષજીવંત પુરુષનું બલિદાન આપીશ.” તેવામાં તુ' લક્ષણવંત પુરુષ પ્રાપ્ત થવાથી પેાતાના સૈનિકોદ્વારા પકડાવી તને અહીં મંદી બનાવ્યેા છે.” આ પ્રમાણે સાંભળીને શ્રીદરો માહનિકાને પૂછ્યુ કે આમાંથી છૂટવાના કોઇ પણ ઉપાય છે ? ’” તેણીએ કહ્યુ` કે—“ હા, સાંભળેા. આ પલ્લીપતિની અસાધારણ રૂપને લીધે દેવાંગના સરખી સુંદરી નામની પુત્રી છે. અહીં આવેલી તેણીએ તને દૂરથી જોયા છે અને તેથી તરત જ રત્નના આદશ સરખા તેણીના હૃદયમાં તે પ્રવેશ કર્યો છે. કામદેવથી પ્રગટેલા વિવર(દ્રિ)વાળા તેણીના હૃદયમાં દાખલ થયેલા તારા ગુણેએ પશુની માફક તેણીનું મન ખે ંચ્યું છે. “ તું કોણ છે? ” એમ જાણવા માટે તેણીએ મને તારી પાસે મેાકલી છે. જો તું તેનું પાણિગ્રહણ કરે તા તારા છૂટકારા થાય.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com