________________
| [ ૧૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૯ મે. હવે તે સમાચાર જાણીને મૃગકલેખા પ્રત્યે ઉત્કંઠિત બનેલ શ્રીદત્ત જેવામાં ભદ્રશાલપુર તરફ જઈ રહ્યો છે તેવામાં માર્ગમાં આવતી અને ઘાયલ થયેલી સંગમિકાને જોઈને શંકાશીલ બનતાં તેણે તેણીને પૂછ્યું કે-“આ શું થયું?” સંગમિકાએ કહ્યું: “હું શું કરું? દેવયોગથી જે બની ગયું છે તે દુશ્મનને પણ ન થાઓ !” એટલે શ્રી દત્તે પુનઃ પૂછયું કે “તું વૃત્તાન્ત તે મને જણાવ.” ત્યારે સંગમિકાએ કહ્યું કે-“જે દિવસે તમે મૃગાંકલેખાને રવાના કરી ત્યારથી ચોથે દિવસે માર્ગમાં કોઈ પણ સ્થળેથી કોઈ એક સૈન્ય આવી ચઢયું. રાહની માફક ચંદ્રલેખાની ઈચ્છાથી તે સૈન્યના સ્વામીએ તમારા વ્યાઘબલ વિગેરે મિત્રો સાથે યુદ્ધ કર્યું. તમારા તે મિત્રો સાથવાના લોટની મુષ્ટિની માફક તે શત્રુસૈન્યમાં ગળી ગયા-અદશ્ય થઈ ગયા. બૂમો પાડતી મને સૈનિકોએ ચાબૂકથી મારી અને મૃગાંકખાને ઘેડ પર બેસારીને સૈન્ય ચાલ્યું ગયું. આથી વિશેષ વૃત્તાન્ત હું જાણતી નથી. તમારા મિત્ર પણ કોઈ સ્થળે ચાલ્યા ગયા અને સિન્ય પણ મૃગાંકલેખાને લઈને કોઈ પણ સ્થળે ચાલ્યું ગયું. ફક્ત “હે સ્વામિન્ શ્રીદ! મારું રક્ષણ કરે, મારું રક્ષણ કરે ” એ પ્રમાણે બોલતી અને વિલાપ કરતી તેણીને મેં દૂરથી સાંભળી હતી.”
ઉપર પ્રમાણેનું સંગમિકાનું વચન સાંભળીને શ્રીદત્તના નેત્રો મૃગાંકલેખા પ્રત્યેના પ્રેમને કારણે આદ્ર અને શત્રુઓ પ્રત્યેના રેષથી રક્ત બન્યા. “કેના પ્રત્યે યમરાજ ક્રોધે ભરાયેલો જણાય છે કે જેણે મારી પ્રિયાનું અપહરણ કર્યું. હું તે સૈન્યરૂપી સાગરનું અગત્ય મુનિની માફક પાન કરી જઈશ. હે સંગમિકા! મને તે માર્ગ બતાવ, જેથી હું મારું વાંછિત કાર્ય કરું.” આ પ્રમાણે શ્રીદત્ત જેવામાં બેસી રહ્યો છે તેવામાં ઘાયલ થયેલા તેના મિત્ર પણ આવી પહોંચ્યા. તેઓએ પણ તે જ વૃત્તાંત જણાવીને કહ્યું કે-“તે સિન્ય બહુ દૂર ચાલ્યું ગયું નથી તે હે મહારથી! તું તેઓના મસ્તકથી ભૂમિને ભૂષિત કર.” આ પ્રમાણે સૂચના કરાયેલ શ્રી દત્ત તેઓએ દર્શાવેલા રસ્તે સન્યની પાછળ ગયો અને અનાજના ડુંડાઓની માફક શત્રુએના મસ્તકોને છેદી નાખ્યા. દેવતાએ આપેલા ખડગ રત્નના પ્રભાવને કારણે પ્રલય કાળના સૂર્યની માફક તેની સામે જોવાને પણ તે શત્રુઓ સમર્થ થઈ શકયા નહિ. જીવિતની વાંછાથી શત્રુસૈન્યમાંથી કેટલાક દિશાઓમાં નાશી ગયા. શ્રી દત્ત પણ પોતાની પ્રિયા મૃગાંકલેખાને લઈને છેડા પર બેસારીને ચાલી નીકળ્યો તેવામાં પાછા ફરેલા કેટલાક દુશમન ઘડેસ્વારોએ શ્રીદત્તના ઘડા પર ભાલાના પ્રહાર કર્યા એટલે તે ઘેડો દડો અને દુશ્મન ઘડેસ્વારે નાશી ગયા. મૃગાંકલેખાની સાથે શ્રીદત્ત એક અટવીમાં આવી ચઢયો અને તેણીને ઉદ્દેશીને કહ્યું કે“હે પ્રિયા! હમણાં આ ઘેડે મૃત્યુ પામશે, માટે તું નીચે ઉતર.” જેવામાં તેણી નીચે ઊતરી તેવામાં જોડો મૃત્યુ પામ્યો એટલે શ્રી દત્તે વિચારણા કરી કે-“હવે મૃગાંકલેખાનું શું કરવું? શિરીષના કુલ જેવો કમળ નેત્રવાળી આ મૃગાંકલેખા કઠિન માર્ગો કેવી રીતે પસાર કરી શકશે? મારા માટે તેણીએ ઘણું જ દુષ્કર કાર્ય કર્યું છે. બીજા રાજકુમારો તેને વરવાને ઈચ્છતા હોવા છતાં મારા ખાતર તેણીએ રાજાને ત્યાગ કર્યો તેમજ જેના કુળ અને આચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com