________________
સંગમિકાએ દર્શાવેલ નાશી છૂટવાની યુકિત
[ ૧૭ ]
વાર્તાલાપ કરીએ.” ત્યારે મિત્રો દૂર ચાલ્યા ગયા બાદ સંગમિકાએ જણાવ્યું કે તેની સ્થિતિ જણાવવાને આવવા માટે “વટીનું પાછું આપવા આવવું” તે તે માત્ર બહાનું જ છે. કામદેવથી છોડાએલા બાણથી ઘાયલ થએલી અને દુઃખરૂપી સાગરમાં ડૂબેલી એવી મારી
સ્વામિની મૃગાંકલેખાનું જીવિત તમારા વિયેગને લીધે સંશયવાળું બન્યું છે એને કહેવરાવ્યું છે કે-દિવ્ય વીંટીના મારા હસ્તમાં પહેરાવવા દ્વારા પકડેલા મારા હસ્તને હવે તમારે મૂકી દેવો યોગ્ય નથી. કામદેવના બાણોના પ્રહારથી મૃત્યુ સન્મુખ પહોચેલી અને ફક્ત પોતાના સ્વામીના જ શરવાળી એવી કઈ પણ અબળા શું ઉપેક્ષાપાત્ર છે ? તમારે યોગ્ય ભેગ પદાર્થો અને પુષ્પાભરણે તેણીએ મોકલાવ્યા છે. ” થીદત્તે તે સ્વીકારીને હર્ષપૂર્વક પોતાના શરીર ધારણ કર્યા. પછી શ્રીદત્ત બાહશાલિને બોલાવીને તે હકીકત જણાવી અને પૂછ્યું કે-“ હવે કઈ રીતે તેણીની સાથે મારો મેળાપ થાય?” એટલે બાહશાલિએ જણાવ્યું કે “જે તે રાજકન્યા તેના પિતાને એમ જણાવે કે-હે પિતા ! જેણે મને જીવાડી છે તે જ મારે સ્વામી થાઓ; અન્યથા હું અગ્નિનું શરણ સ્વીકારીશ. આ પ્રમાણેના તેણીના કથનથી લીલામાત્રમાં તમારે બંનેને સંગમ-મેળાપ થશે.” તે સમયે સંગમિકાએ કહ્યું કે તમારી આ યુકિત બરાબર નથી, કારણ કે રાજાએ તેણીને વિકમશકિતને આપી દીધી છે. (વેશવાળ કર્યું છે.) તે તેણી કઈ રીતે પિતાને કહી શકે કે શ્રીદત્તને મારા સ્વામી બનાવે ! છતાં આ વિષયમાં એક બીજો ઉપાય છે. કેટલાક દિવસો બાદ કામદેવને વિશાળ ઉત્સવ થશે તે વખતે રાજા, અંતઃપુર અને નગરલકો સાથે સંધ્યાકાળે કામદેવના મંદિરમાં અનેકવિધ નાટક જેવા જશે. તે સમયે મસ્તકની પીડાના બહનાથી મૃગાંકલેખા રાજમંદિરના બગીચામાં રહેલી ઝૂંપડીમાં રહેશે. પછી પાછલા દરવાજેથી બહાર નીકળી તે ઝુંપડીને બાળી નાખીને હું રાજપુત્રીને નિર્જન સ્થાનમાં તમારી પાસે લાવીશ અને તમારે તેણીને તમારા મિત્રો સાથે ભશાલ નગરે મોકલી આપવી. કેટલાક દિવસો સુધી તમારે રાજા સંબંધી સમાચાર જાણીને પછી પાછળથી આવવું.”
સંગમિકાની આ યુક્તિ તે સર્વેએ કબૂલ કરી. બાદ શ્રી દત્તથી સમાન અપાયેલી અને આ કાર્યમાં તે જ ખરેખર મારી વિધાતા છે” એમ કહી તેને વિદાય કરી. શ્રીદને કહ્યું
મારા પિતાના દમન વિક્રમશક્તિને આ રાજકન્યા અપાઈ છે તે જરૂર મારે નીતિમાગે તેને પરણવી જોઈએ.” સંગમિકાએ પણ તે સર્વ હકીકત મૃગાંકલેખાને જણાવી એટલે તેણીએ સંગમિકાની ઈરછા કરતાં પણ અધિક દાન આપ્યું.
હવે કામદેવના મહોત્સવ પ્રસંગે મૃગાંકલેખાએ સૂચના પ્રમાણે સર્વ કર્યું અને શ્રીદો પણ તેણીને પિતાના મિત્રો સાથે ભદ્રશાલપુરે મોકલી આપી. “આગ લાગી છે.” એવા સમાંચાર જાણીને જોવામાં રાજા અંતઃપુર સમીપ આવ્યો તેવામાં ઝુંપડીને બળી ગયેલ જોઈને પુત્રીના શેકથી વ્યાકુળ બન્યો. સંગમિકા સખી તેમજ મૃગાંકલેખા બંનેનું ઉત્તરકાર્ય કરીને રાજાએ વિક્રમશકિતને તે સમાચાર દુઃખપૂર્વક જણુગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com