________________
શ્રીદને રાજકન્યાને કરેલ વિષાપહાર.
[ ૧૩૫ ]
ગયું, સખીને આલિંગન આપવા લાગી, આંખો ચંચળ બની ગઈ, સરી પડેલા ઉત્તરાસનને
વારંવાર પોતાના ઉરસ્થળ (છાતીપ્રદેશ) પર સ્થાપવા લાગી, શિથિલ બનેલા આંબેડાને સખી' દ્વારા ફરી બંધાવવા લાગી-આ પ્રમાણે અનેક પ્રકારની કામચેષ્ટાઓ તે કન્યા કરવા લાગી.
શ્રીદત્તને ચિંતાતુર જેને બાહશાલીએ કહ્યું કે-“ હે મિત્ર! ક્રીડા રસને ત્યજી દઈને - તું યેગીની માફક શેનું ધ્યાન ધરી રહ્યો છે?” શ્રીદને જણાવ્યું કે-“ભેળા માણસની - માફક તું મને શું પૂછી રહ્યો છે?” ત્યારે બાહુશાલીએ જણાવ્યું કે-“તેણીની નજીક - જવાથી તમે તેને ભાવ સ્પષ્ટ જણાઈ આવશે.” બાદ બાહશાલિની સાથે શ્રીદર તેણીની
નજીક ગયો ત્યારે અચાનક સ્ત્રીઓને “રક્ષા કરે, રક્ષા કરે,” એવા પ્રકારને આક્રંદ દવનિ પ્રગટી નીકળ્યો. “ રાજપુત્રીને કોઈ દુષ્ટ સર્ષે ડંખ માર્યો છે, તે કાતીલ ઝેરથી મૂછીંગત બનેલ આ રાજપુત્રીનું રક્ષણ કરો.” એટલે વાથી હણાયેલાની માફક શ્રીદત્ત વિચાર્યું કે “પરિણામે દુઃખદાયી એવા સંસાર-નાટકને ધિક્કાર હે ! સુબંધુ સરખા તે સાધુઓને ધન્ય છે કે જે આ સંસારમાં મોહ પામતા નથી, ધર્મહીન એવા મારા જેવાને તે ડગલે-પગલે દુઃખ પ્રાપ્ત થાય છે. મારા માતાપિતાનું મૃત્યુ થયું. ક્ષણ માત્રમાં આ કન્યા પરવ શબનો ગઈ. ખરેખર મારું હદય વજ જેવું કઠોર છે કે જેથી તે ભેદાતું નથી.” ખિન્ન બનેલા તેને બાહશાલિએ જણાવ્યું કે-“હે ચામિન ! હાથમાં ઉપાય હોવા છતાં શા માટે તમે ખેદ કરે છે ?” એટલે શ્રીદત્ત તેને કહ્યું કે-“તે ઠીક યાદ કરાવ્યું.”
આ પ્રમાણે પરસ્પર વાર્તાલાપ કરતાં તે બંનેની પાસે રાજકન્યાને પ્રતિહારી આ અને શ્રીદત્તને વિનયપૂર્વક પ્રણામ કરીને કહ્યું કે-“ શ્રી હર્ષદેવ રાજાની આ પત્રીને તમે જીવાડો, તમે જ તેને જીવાડી શકો છો.” પ્રતિહારનું કથન સ્વીકારીને શ્રીદો તે રાજકન્યાને અંતઃપુરમાં લઈ જઈને, અન્ય માણસને દૂર કરીને, ભૂમિ પર ચંદનનું વિલેપન કરાવ્યું. બાદ કપૂર, અગરુ વિગેરે સુગંધી પદાર્થો મગાવીને દરેક દિશામાં ગતિવિધિ કરી. આ પ્રમાણે બાહ્યાડંબર કરીને પિતાની આંગળીમાં રહેલ વીંટી રાજકન્યાની આંગળીમાં પહેરાવી એટલે જાણે તે સૂઈને ઊડી હોય તેમ જાગી. ગરવ કરતે મેઘ કંઈ ધાન્યની ઉત્પત્તિ કરતા નથી, છતાં પણ કેને ક્ષુબ્ધ બનાવવા માટે મેઘ ગર્જારવ તો કરે જ છે. પછી “ આ શં? આ શું ? ” એમ બોલતી તેણીએ શ્રીદત્તને પોતાની સન્મુખ ને એટલે તેને ઓળખીને ચંચળ નેત્રવાળી તેણી કંઈક બીડાયેલા નેત્રવાળી બની. - પછી શ્રીદત્તે સમસ્ત વૃત્તાનું જણાવ્યું ત્યારે કન્યાએ કહ્યું કે-“ કામરૂપી દાવાનલથી દગ્ધ બનેલા આપણ બંનેના શીધ્ર સંગમને કારણે તે સર્ષે ખરેખર મહાન્ ઉપકારી બન્યા છે, તે હે જીવિત આપનાર! આ પ્રમાણે જીવિતદાન આપવાથી તમે ખરેખર મારું શરીર ખરીદ્ય છે.” આ પ્રમાણે તેઓ બંને વાર્તાલાપ કરી રહ્યા હતા તેવામાં અચાનક રાજા ૫ણું તે સ્થળે આવી પહેરો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com