________________
*
*
*
મૃગાંકખાનું ગુમ થવું
[૧૯] જાણવામાં નથી તેમજ દરિદ્રી એ મારે આશ્રય કર્યો; તે હવે મારે તેણીની ખાતર મારા પ્રાણનો પણ ત્યાગ કરવો પડે તે પણ તેના ઉપકારને બદલે લેશમાત્ર વળી શકે તેમ નથી
પછી ક્ષણમાત્ર વિસામો લઈને અને કરુણાથી આ દષ્ટિવડે તેના મુખને જોઈને શ્રીદત્તે કહ્યું કે-“હે પ્રિયા ! હવે આપણે આગળ વધીએ.” ત્યારે તેણીએ કહ્યું કે-“હે સ્વામિન્ ! હું તરસી થઈ હોવાથી એક પગલું પણ ચાલવાને સમર્થ નથી, તે કોઈપણ સ્થળેથી જદી જળ લાવી આપે.” પ્રિયા નિમિત્તે ૫ ] શોધવાને માટે શ્રીદ ૫ર્વતના શિખર પર ચઢયે તે સમયે પૂર્વ દિશા સાથેના સંગથી કોધિત બનેલી પશ્ચિમ દિશાને પ્રસન્ન કરવાને માટે સૂર્ય, બંને દિશાઓને એક સાથે પ્રકાશિત કરતો અસ્તાચળ પર ગયો.
જ્યારે સૂર્ય અસ્ત થયો ત્યારે અંધકારરૂપી ધુમાડાવાળા અને તારાઓરૂપી અગ્નિકણના સમૂહવાળા સંધ્યારૂપી અગ્નિમાં, દિવસની લકમીએ, પિતાની સખી કમલિનીઓ જમરસમૂહના વનિના બહા થી દુઃખ પૂર્વક રુદન કરી રહી હતી ત્યારે પ્રવેશ કર્યો.
પછી કોઈએક સરોવરને જોઈને, કમળના પડિયામાં પાણી લઈને શ્રીદત્ત જેવામાં જાય છે તેવામાં અંધકાર વ્યાપી ગયે. મૃગાંકલેખાનું સ્થળ નહીં જડવાથી શ્રીદત્ત વાર વાર તેણીનું નામ લઈને, ઉચ્ચ સ્વરે બોલાવવા લાગ્યો. વળી તેણે વિચાર્યું કે કોઈપણ શિકારી પશુએ તેનો નાશ કર્યો હશે, અથવા તે શત્રુઓ આવીને તેણીને હરી ગયા હશે. અથવા તે મારા વિરહમાં તેણીનું હદય બંધ પડી ગયું હશે અથવા તે તરસને કારણે મૂચ્છિત બની ગઈ હશે. ખરેખર પાપી એવા મેં તેને કેવા પ્રકારના કષ્ટમાં નાખી? કેળના ગર્ભના જેવી સુકોમળ અને નિર્મળ અંતઃકરણવાળી તે મૃગાંકલેખા કયાં ? સ્વર્ગ સરખે તેણીને રાજમહેલ કયાં અને અંધકારને કારણે દુર્ગતિ સરખી આ અટવી કયાં? એવું કઈપણ દુઃખ નથી કે જે કામાભિલાષી વ્યક્તિઓને પ્રાપ્ત ન થાય ! અનેક પ્રકારનાં ઉમાદામાં કામેન્માદ સર્વથી અધિક દુઃખદાયી છે. કામાભિલાષ ભવરૂપી લતાને કંદ(મૂળ) છે, સિદ્ધિરૂપી મંદિરનો આગળિઓ (ભેગળ) છે, દુર્ગતિ પુરીમાં જવા માટે એ મહાવ્યાધિવાળો માર્ગ-રસ્ત છે.”
આ પ્રમાણે વિચાર કરતે શ્રીદત્ત, જેમ પાપી માણસ લક્ષમીને પ્રાપ્ત ન કરી શકે તેમ સમસ્ત રાત્રિમાં પરિભ્રમણ કરવા છતાં મૃગાંકલેખાને મેળવી શકે નહિ. આપત્તિની માકક રાત્રિ નષ્ટ થતાં ભ્રમણ કરતે શ્રીદ્યત્ત જે સ્થળે અશ્વ મૃત્યુ પામ્યો હતો તે સ્થળે આવી પહોંચ્યો. તે સ્થળે* પગીની માફક તેણીનાં પગલાં જોઇને તે આગળ વધ્યો પરંતુ તેણે તેણીને કઈ પણ સ્થળે જોઈ નહિ. બાદ તે વિચારવા લાગ્યું કે-“પડાના આરાની માફક સુખ તેમજ દુઃખનું પરાવર્તન થયા કરે છે. ભ્રષ્ટ થયેલાં રાજા કે યેગીની માફક મારે હવે
* ચોર લોકો ચોરી કરી ગયા પછી તેના પગલે-પગલે તેને જોધી કાઢનાર વ્યકિતને “ પગી” કહેવામાં આવે છે. તેઓ એવા કુશળ હોય છે કે અવ્યવસ્થિત પગલાંઓ હોય છતાં છેવટ ચોરનો પત્તો મેળવી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com