________________
શ્રીદત્ત પ્રત્યે ન્યૂ તરીનેા પ્રપંચ,
[ ૧૯૩ ] દર્શન થયું છે, તે હવે મને કેઇ એક નગરમાં લઇ જાવ. ” શ્રીદરો હા પાડી ત્યારે તેણી સાથે ચાલી અને આ બાજુ બીડાઈ જતાં કમળના વનની શૈાભાની સાથેાસાથ સૂર્ય પણ અસ્ત થયા.
આદ પર્યંતના શિખર પર રહેલા નારગીના રસ-સમૂહની માક અસ્તાચલ પર રહેલ #સૂર્યની રક્ત કાંતિ શૈાભી ઊઠી-સંધ્યા ખીી નીકળી. સૂર્ય અસ્ત થયા ત્યારે પૂર્વ દિશારૂપી
અધકારના મિષથી અંધાર-પછેડાને ધારણ કરીને ચંદ્રને ભેટવા માટે ચાલી નીકળી. ચીકાશને વિષે પસાર થતાં સૂર્યના અવાના મુખમાંથી નીકળેલા પીણુના જાણે બિદુએ પડેલા હાય તેમ તારા-સમૂહ શેામવા લાગ્યું. શિયાળીઆએ તેમજ ઘુવડના અવાજને કારણે ભય'કર તેમજ સર્પાના ફુંફાડાઓથી ભીરુ પુરુષને ભય પમાડતી તે અટવીનુ' ઉલ્લંઘન કરીને તે સવ` કેઇએક નિન નગરમાં આવી પહેચ્યા ત્યારે તેણીએ જણાવ્યુ` કે અહીંથી હું એક ડગલું પણ ચાલવાને સમર્થ નથી.” પછી તે નિર્જન નગરમાં સૂઈ ગયે અને કઇંક જાગતા એવા શ્રીદત્તાને તે સ્ત્રીએ કહ્યું કે-“ હે સુંદર ! જો તુ ખરેખર દુ:ખી જનેાના દુઃખને દૂર કરનાર હૈ। તેા કામદેવથી પીડાયેલ મારું' રક્ષણ શા માટે કરતા નથી ? તારા સૌંદર્ય રૂપી" શલ્યને કારણે મારા જીવ તાળવે ચેટી ગયા છે. તારા મેળાપ-જન્ય. આનદને કારણે જાણે મારા મનની સ્પર્ધાને લીધે જ હેાય તેમ મારું' શરીર પણ તારા સ`ગમજન્ય સુખને વાંછી રહ્યું છે. તારા દશનરૂપી અમૃતને કારણે મારા નેત્રામાં શીતળતા વ્યાપી છે, જ્યારે મારા દેહું તથા ચિત્તમાં સંતાપ પ્રગટયો છે.’’
આ પ્રમાણે ખેલતી તેણીએ કામજન્ય ઘણી ચેષ્ટાઓ કરી. મનેાહર અલ કારવાળી તેમજ સુન્દર યુવાવસ્થાવાળી તેણીને જોઇને શ્રીદત્તે વિચાર્યું કે- આ કેાઈ સ્રી જણાતી નથી, તેનાથી હું છેતરાયેા જાવ છું. ખરેખર કપટી અને કુશળ એવી સ્ત્રીએથી આ જગતમાં કેણુ છેતરાયા નથી ? તેને પેાતાનુ જીત્રન આપવામાં આવે તે પણુ બદલામાં સ્રીએ કંઈ પણ આપતી નથી, ગ્રહેા, ચૂર્ણ, ઈંદ્રજાળ કે મદિરા-તેવા પ્રકારના માહ ( આસક્તિભાવ) પ્રગટાવતી નથી જેવા આસકિતભાવ સ્રીએ પ્રગટાવે છે; તેા આ સ્ત્રીને વિષે અનુરાગ કરવો મારે યેાગ્ય નથી, છતાં પણ વસ્તુસ્થિતિ શી છે? તે મારે જાણવી જોઇએ. ’’
ઉપર પ્રમાણે વિચારીને તેથે તેણીને જણાવ્યુ` કે-‘હું તારા કહ્યા પ્રમાણે કરીશ, તુ’ કહે કે-તુ' કાણુ છે ? અને આ કયું નગર છે ? ' ત્યારે તેણીએ જણાવ્યું કે-“ હું બ્ય તરી છું' અને મારી શકિતથી મે' આ નગર વિકુછ્યુ' છે.” એટલે શ્રીદત્તે જણાવ્યુ` કે- જો એમ છે તે તે જણાવેલ કથન વ્યાજબી નથી. તું દેવી કચાં અને હું માણુસકાં ? સર્જન પુરુષોને આ માગ નથી. અને લેાકને વિરુદ્ધ આ માર્ગ ખરેખર નિંદવા લાયક છે. સ, ખડૂગ અને અગ્નિના સંબંધ કરવા સારા પરન્તુ પરસ્ત્રીના સંસર્ગ વ્યાજબી નથી. ’' ત્યારે વિલખી બનવાથી ક્રોધને અંગે લાલ નેત્રવાળી તેણીએ શ્રીદત્તને જણાવ્યું કે- વ્યંતરી
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com