________________
શ્રીદત્તને મળેલા માતપિતાના મૃત્યુના સમાચાર,
[ ૧૧ ]
અને અત્યંત દેદીપ્યમાન છે મગાંક ” નામનું ખડ્રગ પ્રાપ્ત થયું તે પણ સારું થયું. મૃત્યુલાક ક્યાં અને સ્વર્ગલેક કયાં કે જ્યાં હું આવી પહોંચે, તે હવે આ દેવી શું કરે છે તે હું જોઉં.” * બાદ પિતાની નગરી તરફ દેવીએ જ્યારે પ્રયાણ કર્યું ત્યારે શ્રીદરો આગળ ચાલતાં રત્નજડિત સોપાનવાળી એક વાવ જોઈ એટલે જળકડા કરવાને માટે તેણે તે વાવમાં પ્રવેશ કરીને જોવામાં ડૂબકી મારી તેવામાં તે સ્થળે નગરી, વાવ કે દેવી તે પૈકી કોઇ પણ જવામાં આવ્યું નહિ. ફકત ખગની સાથે ગંગા નદીને કિનારે રહેલ, વિષાદ તેમજ આશ્ચર્ય યુક્ત પોતાની જાતને જ જોઈ. તે સમયે તેનું ડાબું નેત્ર ફરકવાથી આ અનિષ્ટ સૂચવનારું છે એમ તેણે વિચાર્યું. બાદ “ આવી ચિન્તા કરવાથી શું?' તે પ્રમાણે મનમાં વિચારીને મિત્રને મળવાને ઉત્કંઠિત બનેલ શ્રીદર પોતાના ઘરે ગયે. માર્ગમાં ચાલતાં તેને સામેથી ચાર આવતે નિષ્ફર નામને પિતાને મિત્ર મળ્યો. તેને આલિંગન આપીને પૂછ્યું કે આપણા બીજા મિત્રો ક્યાં ગયા? નિરે જણાવ્યું કે “ જ્યારે તમે ગંગા નદીમાં ડૂબી ગયા ત્યારે લાંબા સમય સુધી તમારી રાહ જોઈને છેવટે તમારી અંત્યેષ્ટિ ક્રિયા કરવાની શરૂઆત કરવા લાગ્યા ત્યારે બાહશાલિએ તેઓને રોકીને કહ્યું કે- આપણે મિત્ર હજી જીવતો છે, કારણ કે લક્ષ્મી દેવીએ તેમજ અનિવારે જણાવ્યું છે કે તે રાજા થવાનો છે. વળી વૈરિસિંહના ઘરે શ્રીદત્તને મિત્રોની સાથે અનુક્રમે મેળાપ થશે.” આ પ્રમાણે વિચારી અમે સર્વ ચાલી નીકળ્યા.
પછી દેવમંદિરમાં જઈને બાહશાલિએ દેવીને ઉદ્દેશીને કહ્યું કે “હે દેવી! અમારા મિત્ર શ્રીદરા વિના અમારું જીવિત શા કામનું? તે હવે હું મારું મસ્તક છેદીને તમને ભેટ ધરું છું, જેથી તમારી કૃપાથી મારા મિત્ર મને જલદી પ્રાપ્ત થાય.” આ પ્રમાણે દેવીને જણાવીને દેવીએ ના પાડયા છતાં બહુશાલ જેવામાં પોતાનું મસ્તક છેકે છે તેવામાં અચાનક આકાશવાણી થઈ કે-“હે વત્સ! તું સાહસ ન કર. થોડા સમયમાં જ તમને તમારા મિત્ર મળશે.” આ પ્રમાણે આકાશવાણી સાંભળીને જોવામાં અમે પાટલીપત્ર નગરમાં પ્રવેશ કરીએ છીએ તેવામાં સામે આવતા કીડક નામના ચતુર જુગારીએ અમને જણાવ્યું કે તમે અગ્નિના મુખમાં દાખલ ન થાઓ; કારણ કે અત્યારે આ નગરમાં અવ્યવસ્થા વતી રહી છે.” ત્યારે ગભરાયેલા અમોએ તેને પૂછયું કે-“શું થયું છે?” એટલે કીડકે કહ્યું કે “ આજે પ્રાતઃકાળે શૂળના રેગથી વલભશકિત રાજા મૃત્યુ પામવાથી મંત્રીઓએ વિક્રમશકિતનો જરદી રાજ્યાભિષેક કર્યો. દુષ્ટ વર્તનવાળા તેણે જલદી તારા પિતાને બોલાવીને પૂછયું કે-“શ્રી દત્ત કયાં છે?” તારા પિતાએ જણાવ્યું કે-“હું કંઈ જાણતા નથી.” ત્યારે રોષ પામેલા તેણે પોતાના સેવકોને ફરમાવ્યું કે-“પુત્ર સંબંધી અસત્ય બેલતાં આ વૈરિસિહનો ચોરની માફક જલદી ઘાત કરો.” ત્યારે નાગરિક કે “ આ અકાર્ય થાય છે” એમ બેલી રહ્યા હતા છતાં તમારા પિતાને ઘણા પ્રકારે તાડન કરીને શૂળી પર ચઢાવી દીધા. પછી તારી માતા પણ આવા પ્રકારનું અયોગ્ય કાર્ય જોઈને જાણે દુઃખથી હૃદય ભરાઈ ગયું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com