________________
શ્રીદત્તને દેવીએ કહેલ આત્મકથા.
[ ૧૮૯] કોઈ એક દિવસે ગંગા નદીમાં કચ્છ સ્વરે રડતી કોઈ એક દેવીને શ્રીદો સાંભળી ત્યારે તેમ પોતાના મિત્રોને જણાવ્યું કે-“ તમે સર્વ અહીં જ રહે.” આ પ્રમાણે સૂચન કરીને જેવામાં શ્રી દત્ત તે દેવીને પકડવા જાય છે તેવામાં તેની જળમાં ડૂબી ગઈ એટલે તેણે પણ તેની પાછળ જળમાં ડૂબકી મારી. તે સ્થળે પાણી કે દેવાંગના બે પૈકી કંઈ પણ હતું નહી. માત્ર તેણે એક ઉદ્યાન જોયું કે જેના મધ્ય ભાગમાં સફટિક રત્નનું બનાવેલું દેવમંદિર નીહાળ્યું. તે દેવમંદિરમાં અતિ કીંમતી પુષ્પથી પૂજિત એક દેવીને જોઈને, તેને નમસ્કાર કરીને, આશ્ચર્ય પામેલ શ્રીદત્ત જેવામાં તે સ્થળે બેઠે તેવામાં તેણે કેટલીક સુંદર યુવાવસ્થાવાળી, મનહર અંલકારોને ધારણ કરનારી, દિવ્ય રનના વિમાનમાં આવી પહોંચેલી, છત્રને ધારણ કરતી, દેવીઓથી ચામરેવડે વીંઝાતી અને બીજી કેટલીક દેવીઓથી પયુ પાસના કરાતી કેઈ એક દેવીને નીહાળી. પિતે લક્ષમી સરખી હોવા છતાં કમલોને ગ્રહણ કરીને, તેણીએ તે દેવીની પૂજા કરી. બાદ તે દેવમંદિરમાં સુંદર સંગીત કરીને, તેણી ચાલવા લાગી. એટલે શ્રીદત્ત પણ તેની પાછળ-પાછળ ચાલતાં એક પર્વત જોયો. તે રત્નમય પર્વતની ઉપર તેણે સ્ફટિક રત્નને મહેલ જોયો. તે મહેલની આગળ એક વિશાળ અશોકવૃક્ષ જોયું. રત્નદ્વારા બંધાયેલા ચોતરાવાળા અશોકવૃક્ષની નીચે નજડિત સિંહાસન પર તે દેવી બેઠી અને બીજી સેવકદેવી તેની નજીકમાં એડી. આવા પ્રકારના આશ્ચયને કારણે વિકસિત નેત્રવાળે શ્રીદત પણ તે સ્થળે જઈને યોગ્ય સ્થાને બેઠે. તે દેવીએ પણ તેને જોયો, પરંતુ તેણે તેની સાથે કંઈ પણ ન બોલતાં પોતાની સેવક દાસીઓ સાથે લાંબા સમય સુધી પાસાંઓદ્વારા રમવા લાગી. પછી તેણી પોતાના મહેલમાં ગઈ અને ત્યાં રહેલા રત્નના પલંગ પર બેસીને વિચારવા લાગી.
આ બાજુ શ્રીદત્ત પણ સ્વયં વિચારવા લાગ્યો કે- સર્વ પદાર્થો અત્યંત રમણીય હાઈને આ સ્થાન વગ જ જાય છે. આ પ્રમાણે વિચારણા કરતે કરતે તે મહેલમાં દાખલ થયો. બાદ અત્યંત અ ને સારતી તેણીને તેણે પૂછયું કે-“તું કોણ છે? અને કયા કારણે રદન કરે છે ? ” આ પ્રમાણે પૂછવા છતાં પણ લેશ માત્ર નહીં બેલતી તેણીને શ્રીદને પુનઃ પૂછયું કે-“ શા માટે તારા દુઃખનું કારણ જણાવતી નથી ? માત્ર મનુય ધારીને તારે મારી અવગણના ન કરવી જોઈએ, હું મારા સામર્થ્યથી તારા દુઃખને દૂર કરવાને શક્તિશાળી છું.”
તે સમયે આ લૂછીને તેણીએ કહ્યું કે- “રત્નની કાંતિથી ભૂષિત પૃથ્વીતાવાળી રનપ્રભા નામની એક નગરો છે. તે નગરીની હું ચંદ્રપ્રભા નામની સ્વામિની હતી અને અનેક વંતરીઓથી વીંટળાઈને ત્યાં રહેતી હતી. બાદ શકિતકાન્ત નામના બળવાન વ્યંતરે મને ત્યાંથી હાંકી કાઢી છે. મારી નગરીને અભિમાની તેણે કબજે કરી લીધું છે. તે નગરીના દરવાજે મહાભયંકર ગર્જનાવાળ સિંહ સ્થાપિત કર્યો છે. પહોળા ને વિશાળ મુખવાળો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com