________________
શ્રીદત્તને સાંપડેલા નૂતન મિત્રો,
[ ૧૮૭]
ત્યારે રિસિંહે જણાવ્યું કે “હે બંધુ ! તારે જવાની જરૂર નથી, મારી પાસે ઘણું ધન છે, આ નગરમાં ઘણી કુલીન કન્યાઓ છે. મોટાભાઈના આ પ્રમાણેના સૂચનથી રણુસિંહ ત્યાં રોકાયે અને વૈરસિંહ તેના માટે કન્યાની તપાસ કરવા લાગ્યા.
કેઈએક દિવસે ગેખમાં બેઠેલા રણસિંહે રથમાં બેઠેલી, અલંકારને ધારણ કરેલી અને જેતી એવી વેશ્યાને જોઈ. તેને જોઈને તેણે પિતાના નેકરને પૂછ્યું કે–તે કેશુ છે? તેઓએ જણાવ્યું કે “સાર્થક નામવાળી તે કામ પતાકા નામની વેશ્યા છે.” રણસિંહ તેણીના પ્રત્યે આસક્ત બન્યો જ્યારે કામ પતાકાએ પણ તેના પ્રત્યે નેહાળ દષ્ટિથી નીહાળ્યું. આ પ્રમાણે તેણીના પ્રત્યે અત્યન્ત પ્રીતિવાળો બનવાથી તે પણું ધન વાપરવા લાગ્યા. કામ પતાકાને વિષે અત્યંત આસક્ત બની જવાથી રણુસિંહ બીજી વાર લગ્ન કરવાની વાત પણ કરતા નહોતા. મોટાભાઈ વૈરિસિંહે તેને જણાવ્યું કે- “હે બંધુ ! અગ્ય સ્થાને તું દ્રવ્યવ્યય ન કર. તારા માટે મેં ઘણું કન્યાઓ જોઈ છે, તે તું હવે લગ્ન કર. હે ભાઈ! વેશ્યાને પ્રેમ કૃત્રિમ હોય છે. તે શું તું નથી જાણત?” આ પ્રમાણે શિક્ષાવચન કહેવાયેલા રણુસિંહે મનમાં વિચાયું કે“ આ પ્રમાણેના સૂચનથી મોટાભાઈ દ્રવ્યની રક્ષા કરવા માંગે છે.” પછી કપટવૃત્તિથી તેણે મોટા ભાઈને જણાવ્યું કે-“ આ ધનના સ્વામી તમે હો. ” બાદ “ધને પાર્જન માટે હું દેશાતર જઈશ.” એમ વિચારીને કોઈને પણ કહ્યા સિવાય ફક્ત ખગ લઈને તે ચાલી નીકળ્યો. તેના વિયોગને કારણે વૈરિસિંહને અત્યંત દુઃખ થયું.
એકદા પાટલીપુત્રના રાજા વલ્લભશકિતએ શસ્ત્રાભ્યાસ કરતાં શ્રીદત્તને જોયો. બાદ દ્વારપાલના કથનથી તેને વેરિસિંહનો પુત્ર જાણીને રાજાએ વિચાર્યું કે- જે મારા પુત્ર વિકમ શકિતના આ મિત્ર અને તે સારું'. ” આ પ્રમાણે વિચારીને વૈરિસિંહને રાજાએ જણાવ્યું કે- “તારો પુત્ર શ્રી દત્ત કુમારની પાસે રહે, જેથી તેની સાથે મારો કુમાર પણ શસ્ત્રકલા શીખે. રિસિંહે પણ શ્રીદત્તને કુમાર પાસે મોકલ્યો. તેઓ બંનેને પરસ્પર નેહ છે અને જાણે સાથે જ જન્મેલા હોય તેમ ભેજન, શયન અને વ્યાયામમાં પણ સાથે જ રહેવા લાગ્યા.
કે એક વખત શ્રી દત્ત પાસે બાહશાલિ અને વમુષ્ટિ નામના બે રાજપુત્રો દૂર દેશથી આવ્યા. તે બંનેએ શ્રીદત્તને કહ્યું કે-“ તમારી સાથે મિત્રી કરવા માટે અમે આવ્યા છીએ.” તેઓના ગુણોથી આકર્ષાયેલા શ્રી દત્ત તેઓનું સન્માન કર્યું. તેઓ બંને પણ શ્રીદત્તની આગ્રહપૂર્વક સેવા કરવા લાગ્યા અને તે સર્વ પરસ્પર ભાઈઓની માફક સુખદુઃખમાં ભાગીદાર બન્યા.
કઈ વખતે શ્રીદત્તના બાહુબલની પ્રસિદ્ધિને સાંભળીને ચાર રાજકુમારો (૧) વ્યાઘ, (૨) ઉપેન્દ્ર, (૩) મહાપૂર્વબલ અને (૪) નિકુર દક્ષિણ દેશમાંથી આવ્યા. તે ચારે રાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com