________________
[ ૧૮૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૯ મે. કુમારોએ જણાવ્યું કે, “અમારી પ્રતિજ્ઞા છે કે જે અમને બાહયુદ્ધમાં જીતે તેના અરસ, સેવક થવું અને જે કદાચ અમે તે વ્યક્તિને જીતી લઈએ તો તેણે અમારા સેવક બનવું.” માપ્રમાણે સાંભળીને બલિષ્ઠ શ્રીદત્ત તેમની સામે ગયે. તેઓની સાથે યુદ્ધ કરતાં, બાહુયુદ્ધ અને મલયુદ્ધમાં નિપુણ શ્રીદત્તે તે એકેકને ઊંચે ઊછાળીને પૃથ્વી પર પડેલા મૂક્યા. મૂછને કારણે તે રાજકુમારોએ જાણે દિશાચક્ર ભમતું હોય તેમ અનુભવ્યું. લોકો કહેવા લાગ્યા કે-“નિપુણ શ્રીદત્તની શક્તિ અસાધારણ છે.” ત્યારે અત્યંત સંતુષ્ટ બનેલા શ્રી વલભશક્તિ રાજવીએ શ્રીદત્તને ખૂબ પ્રશંસાપૂર્વક પારિતોષિક આપ્યું.
હારી ગયેલા અને વાણીદ્વાર આશ્વાસન અપાયેલા ચારે' રાજકુમારોએ પ્રણામ કરીને શ્રી દત્તને સ્વામી તરીકે સ્વીકાર્યો. શ્રદત્તે પણ તેઓને આલિંગન આપ્યું અને તેઓ પણ તેની પાસે રહેવા લાગ્યા.
કઈક સમયે તે સર્વ ગંગાનદીને કિનારે વ્યાયામ કરવા ગયા. કૌતુકપૂર્વક ક્રીડા કરતાં તેઓને વિક્રમશક્તિએ કહ્યું-“હું રાજા, આ મંત્રી, આ દ્વારપાળો અને આ સેનાધિપતિ.” આ પ્રકારે કુમારે સર્વને ફરમાવ્યું અને શ્રીદરને ઉદ્દેશીને કહ્યું કે-“હે મહાબલીષ્ઠ! તને પણ એક મહાન્ પદ આપું છું.” ત્યારે તે છએ રાજપુત્રોએ શ્રીદતને જણાવ્યું કે-“તમે જ ખરેખરા અમારા સ્વામી છે. મિયા અભિમાની એવા આ વિક્રમશક્તિ રાજકુમારથી અમને કાંઈ પ્રયોજન નથી.” આ પ્રમાણે સાંભળીને રાજકુમારે કોઇપૂર્વક શ્રીદનને કહ્યું કે
તું મારી સાથે બાહયુદ્ધ કર” ત્યારે શ્રીદરો વિક્રમશક્તિને જણાવ્યું કે-“હે મૂખ રાજકમાર ! આટલા દિવસના સમાગમ પછી પણ તે પિતાની તેમજ બીજાની શકિતના તકાવતને જાણી શકતા નથી તેથી જ નિર્લજજ બનીને તું આવા પ્રકારનું આચરણ (વર્તન) કરી રહ્યો છે. હવે તું તારી શકિત બતાવવામાં પાછા ન પડીશ. તેમજ તારા “વિક્રમશકિત” એવા નામને બંને પ્રકારે સાર્થક બનાવ.”
આ પ્રમાણે બાલીને, કુમારને આહવાન કરીને શ્રીદને તેને મુષ્ટિપ્રહારથી ભૂમિ પર પાડી દીધે. કુમારના સેવકોને શ્રીદત્તને મિત્રોએ જીતી લીધા. પછી પવન વિગેરેથી કુમારને ચેતના પ્રાપ્ત થઈ ત્યારે તે સેવકેએ કુમારને જણા યું કે-“તું બુદ્ધિમાન છે તેમજ પરાજિત થયેલ છે. ગંગા નદીના કિનારા પર રહેલા તાપસે જણાવ્યું હતું કે-“ શ્રીદત્ત રાજકુમારને હણીને રાજા બનશે.” આ પ્રમાણેનું કથન સાંભળીને શ્રીદત્તના મિત્રો હર્ષ પામ્યા, રાજકુમાર વિકમશકિત વિચારવા લાગ્યો કે-“ એક તે મને આ પ્રકારનું દુ:ખ થાય છે કે શ્રી દત્તથી હું છતાયો છું, વળી બીજું દુઃખ તે એ થાય છે કે આ શ્રીદત્ત મને હણીને રાજ્યને ભોકતા થશે. તો હવે આને મારે કોઈ પણ પ્રકારે હવે જોઈએ. ” પરંતુ લોકનિંદાના ભયથી ભીરુ તે રાજકુમાર શ્રીદત્તના છિદ્રો જોવા લાગ્યો. વળી જેનો પ્રતીકાર ન થઈ શકે તેવી તે તાપસની શય સરખી ભવિષ્યવાણીથી દુ:ખી બનેલ કુમાર કઈ પણ સ્થળે લેશ માત્ર પણ સુખ-શાંતિ પ્રાપ્ત કરી શકો નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com