________________
સર્ગ, નવમે.
જ
મોગરાના જેવી કાંતિવાળી દંતપંક્તિના તેજથી દેવસમૂહને જાણે ધર્મની વાનકી દર્શાવતા હોય તેમ ત્રણ ભુવનના સ્વામી પરમાત્માએ એક હોવા છતાં સર્વ ભાષામાં સમજાતી હોવાના કારણે અનેક રૂપવાળી, મેઘગર્જના જેવી ગંભીર, વિશ્વના સંતાપને દૂર કરનારી, અમતના રસ જેવી વાણીવડે યુતિવાળી દેશના આપવી શરૂ કરી. સમસ્ત મનોરથને પૂર્ણ કરનાર તેમજ દાન, શીલ, તપ અને ભાવરૂ૫ ચાર પ્રકારની શાખાવાળા એવા આ ધમરૂપી કહ૫વૃક્ષને તમે જાણે-ઓળખ-સમજે, એ ચારે પ્રકારોમાં દાન ધર્મ મુખ્ય છે અને તેના પણ અનેક પ્રકારો છે, તે પ્રકારો પૈકી જ્ઞાનદાન મુખ્ય અને સર્વ પ્રકારનું કલ્યાણ કરનારું છે. જ્ઞાની પુરુષ જ્ઞાનદ્વારા કૃત્યાકૃત્યને સમજીને, અકૃત્યનો ત્યાગ કરીને, કરવા યોગ્યનું આચરણ કરે છે. કરવા લાયક કૃત્યનું આચરણ કરતે પ્રાણુ સુખી તેમજ યશભાગી બને છે. તેમજ આ લેકમાં તથા પાલેકમાં સ્વર્ગ તથા મોક્ષના સુખને પામે છે. અજ્ઞાની પુરુષ પરભવમાં દુખનું ભાજન બને છે જ્યારે જ્ઞાનનું દાન કરનાર સમગ્ર સુખને દાતા બને છે. જ્ઞાન આપનાર વ્યક્તિને બદલે કદી પણ વાળી શકાતું નથી, કારણ કે બીજા પ્રકારનાં દાનો તે પ્રાણીઓને ફક્ત એક જ ભવપૂરતાં જ ઉપકારી બને છે; એક માત્ર જ્ઞાનદાન જ કલ્યાણ કરનાર, ઉપકારી અને બંને લોકના સુખને આપનાર છે તેથી તેને સર્વ પ્રકારના દાનમાં મુખ્ય કહેવામાં આવ્યું છે. સમસ્ત પ્રાણીઓને અભય આપવું તે ઈષ્ટ છે, જેથી આરોગ્ય, આયુ, સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તે અભયદાન સિવાય પ્રાણીઓએ કરેલા અનેક કષ્ટદાયી આચરણે પણ, ઉખર ભૂમિમાં વાવેલા બીજની જેમ નિષ્ફળ બને છે. કુપાત્રની વિદ્યા, રૂપ વિનાની નર્તિકા, નેત્ર વિનાનું મુખ, કાંતિરહિત સૌંદર્ય, સૂર્ય, ચંદ્ર અને તારાની શ્રેણિ રહિત આકાશ, દરિદ્રીના વિલાસ, વિનય વિના વસ્તુની પ્રાપ્તિ, જ્ઞાનરહિત ગુરુ, જળ રહિત સરોવર,ભૂખ વેવ, અન્યાયી રાજા, શરમ વિનાની વધુ (પત્ની), ફલ વિનાનું વૃક્ષ જેમ શોભતા નથી તેમ દયા રહિત અનેક પ્રકારની ધર્મક્રિયા શોભતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com