________________
[ ૧૮૪].
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૯ મે ” હિંસારૂપી વિષ-વૃક્ષના નીચે પ્રમાણે પુષ્પ ગણાય છે. માતાના ગર્ભમાં, જન્મતાં જ, બાળપણમાં તેમજ યુવાવસ્થામાં મૃત્યુ, અનેક પ્રકારનાં આધિ-વ્યાધિઓ, દુર્ભાગી જ અનેક પ્રકારનાં બીજાં દુઃખ પ્રાપ્ત થાય છે; જ્યારે તે વિષ-વૃક્ષનું ફલ તે નરકની વેદમજ છે. આહારાદિકનાં દાન કરતાં અભયદાન શ્રેષ્ઠ છે; કારણ કે વધભૂમિમાં લઈ જવાતે પુરુ, રાજ્યના દાન કરનાર કરતાં પ્રાણ બચાવનારને પ્રશંસે છે. ત્રીજું સુપાત્રદાન શય્યા, ચાર પ્રકારને આહાર, વસ્ત્ર અને પાત્ર વિગેરે ભેદથી અનેક પ્રકારનું છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રએ રત્નત્રયવાળા પાત્રને વિષે ધમ નિમિત્તે આદરપૂર્વક અપાયેલું નિરવદ્ય-નિર્દોષ દાન મહાફળ આપનારું બને છે. પાત્ર સાત પ્રકારનાં જાણવા-૧ જિનબિંબ, ૨ જિનભવન, ચતુર્વિધ સંધ-૩ સાધુ, ૪ સાધ્વી, ૫ શ્રાવક અને ૬ શ્રાવિકા તેમજ ૭ જ્ઞાન,
આ સાત પ્રકારનાં ક્ષેત્રને વિષે જે પ્રાણી ધનરૂપી બીજ વાવીને ભાવરૂપી પાણીથી તેનું સિંચન કરે છે તેને મોક્ષલમીરૂપી અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. આ ભવમાં જે પ્રાણ પિતાના મરણુ પર્યત સુપાત્રમાં ધનવ્યય કરતો નથી તે લક્ષ્મી રહિત અવસ્થામાં સેવક બને છે, પરનું ધનના સ્વામી બની શક્તા નથી. કંજુસ માણસે પોતાનું ધન ભૂમિમાં દાટે છે તેઓ નીચી ભૂમિમાં ( નરક ગતિમાં) ભાતા રહિતપણે જવાનું સૂચન કરતાં હોય તેમ જણાય છે. ભૂમિમાં દાટેલું ધન તેઓને કશા ઉપગમાં આવી શકતું નથી તે ખરેખર આશ્ચર્ય છે. પુણ્યથી પ્રાપ્ત થઈ શકે તેવું પાત્ર, ચિત્ત અને ધન પ્રાપ્ત કરીને જે પ્રાણુ સુપાત્ર દાન દેતું નથી તે ખરેખર મૂઢ છે. અને ખેદની વાત છે કે-તેણે ખરેખર પિતાના આત્માને ઠગે છે! બુદ્ધિમાન પુરુષ પરાધીન, અસ્થિર અને દુઃખદાયક ધનદ્વારા નિશ્ચળ અને વિદનરહિત સુખ ઉપાર્જન કરે છે, માટે બુદ્ધિમાન પુરુષે હમેશાં સુપાત્રદાન દેવું જોઈએ. પૂર્વભવમાં આપેલા સુપાત્રદાન સંબંધ માં શ્રીદત્તનું દષ્ટાન્ત નીચે પ્રમાણે છે
જયપુર નામના નગરમાં શત્રુરૂપ હસ્તિને હણવામાં ભયંકર સિંહ સમાન ચંડસિંહ નામને ક્ષત્રિય હતે. તે ચંડસિંહને સખીવમાં શ્રેષ, ચંદ્રિકાના જેવી નિર્મળ અને ગુણીવલ ચંદ્રરેખા નામની પાની હતી. વિષયસુખ ભોગવતાં તે બંનેને કેટલોક સમય વ્યતીત થવા બાદ તેઓને ન્યાયી તેમજ વિનવી બે પુત્રો થયા. પહેલો વૈરિસિંહ અને બીજે રણસિંહ, તે બંનેને રામ- લક્ષમણની માફક પરસ્પર ગાઢ પ્રીતિ હતી. તે બંને યુવાવસ્થામાં આવ્યા ત્યારે કમ્દયને કારણે ચંડસિંહ મસ્તકની પીડાથી મૃત્યુ પામ્યું. તેના વિરહાગ્નિના તાપને શમાવવાને માટે તેની પ્રિયા ચંદ્રરેખાએ ચંદન રસ જેવા શીતળ અગ્નિને આશ્રય લીધે અર્થાત સાથે બળી મઈ. આથી શેકગ્રસ્ત બનેલા તે બંને ભાઈઓ માતાપિતાની અંત્યેષ્ટિ ક્રિયા કરીને શોક રહિત બન્યા ખરેખર ભેજનની માફક કમશઃ શાક પણ જીર્ણ
થઈ જાય છે.'
અતિ દરિદ્રપણાને કારણે દુખી બનેલાં તે બંને લોકોને પિતાનું મુખ બતાવવાને
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat