________________
[ ૧૭ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સગ ૮ મો. રાજ્યાભિષેક મહોત્સવ જેવો છે. કી છે. લાંબા સમયથી હ રાજ્યભાર વહન કરી રહ્યો છું, હવે હું થાકી ગયો છું તે હે કુમાર ! શક્તિશાળી હોવા છતાં શા માટે રાજભાર વહન કરતાં નથી? અન્ય રાજવીઓ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી તેથી તે તમે ખરેખર રાજા જ છે છતાં હે પુત્ર ! મારા નેત્રો તમારે રાજ્યાભિષેક જેવાને તલસી રહ્યા છે. વધારે શું કર્યું? હું તમને વિજ્ઞપ્તિ કરું છું.” આ પ્રમાણે મેં કુમારને કહેવા છતાં કુમારે લેશમાત્ર પણ પ્રત્યુ ત્તર આપ્યો નથી, તે હે ઈદ્ર ! તમે હવે કુમારને તથા પ્રકારે સમજાવે કે જેથી મારું મનોરથરૂપી વૃક્ષ વિકસ્વર બને.”
પછી પરમાત્માના ચરણકમળમાં પિતાનું મસ્તક નમાવીને ઇંદ્રમહારાજાએ તેમને કહ્યું કે “ હે પ્રભો ! મારા પર પ્રસન્ન થાઓ અને દયા દર્શાવો. હે નાથ ! તમે નીતિશાસ્ત્રમાં નિપુણ હોવા છતાં, પિતાની આજ્ઞાને માન્ય કરતા નથી, તો લેકમાં આપ પૂજ્ય પુરુષની અવજ્ઞા પ્રસિદ્ધિ પામશે. ચંચળ સ્વભાવવાળા મેં આપને આ અયોગ્ય કહ્યું છે. જેમનું ચરિત્ર લોકોત્તર છે એવા આપને સલાહ આપનાર હું કેણુ? હે વિશ્વપિતા ! મારો અવિનય માફ કરે ! બાળકનું અનુચિત વર્તન વડીલ જનને માટે હર્ષદાયક બને છે. તમને વિશેષ કહેવાથી શું? મેં આપના વસ્ત્રને છેડે ગ્રહણ કર્યો છે, તે આપના સેવક મને, હે સ્વામિન્ ! આપ સન્તોષ પમાડે !”
માતા-પિતા તથા ઇદ્રને અતિશય આગ્રહ જોઈને કુમારે રાજ્યાભિષેક કરવાની હા કહી. પૂજ્ય વ્યક્તિઓ પાસે કરાયેલી પ્રાણીઓની મોટી માગણી પણ નિરર્થક થતી નથી. બાદ અત્યંત હર્ષ પામેલા ઇંકે જણાવ્યું કે-“હે સ્વામિન્ ! આપે મોટી મહેરબાની કરી. નાગરિક લોકે તેમજ પરિવાર યુક્ત વિષ્ણુ રાજવી પણ હર્ષ પામ્યા છે.”
પછી ઈંદ્ર મહારાજે દેવ દ્વારા તીર્થજળ મગાવ્યું અને ઈંદ્ર તેમજ વિષ્ણુ રાજાએ સમસ્ત સામગ્રી તૈયાર કરાવી. દેવ, દાન, નાગરિક લોકો અને નજીકમાં રહેલા રાજાઓ મહાન ભક્તિ તેમજ કૌતુકને કારણે એકત્ર થઈ ગયા. સૌ પ્રથમ કલ્યાણની ઈચ્છાવાળા ઇંદ્ર સુવર્ણ કળશેદ્વારા ધર્મચક્રવતી શ્રી શ્રેયાંસનાથને રાજ્યાભિષેક કર્યો. બાદ આનંદાશ્રને વહાવતાં વિષ્ણુરાજાએ અભિષેક કર્યો, કારણ કે ઇંદ્ર તથા વિષ્ણુરાજાનું તથા પ્રકારનું વર્તન ઉચિત જ છે.
બાદ આનંદી ઇદ્રમહારાજાએ પરમાત્માની સન્મુખ રંભા વિગેરે અપ્સરાઓનું ગીત અને વાજિંત્રપૂર્વક નૃત્ય હર્ષપૂર્વક કરાવ્યું. પરમાત્માને રાજ્યાભિષેક મહત્સવ કરવાથી પિતાને કૃતકૃત્ય માનતા ઈંદ્ર મહારાજા “ તમે દીર્ઘકાળ પર્યન્ત રાજ્ય કરો.” એમ કહીને દેવલેકમાં ગયા બાદ વિષ્ણુ રાજવીએ પણ કહ્યું કે-“ આવા પ્રકારના મહોત્સવથી હું કૃતાર્થ બન્યો છું અને ઈચ્છું છું કે-આપ આ રાજલક્ષ્મી લાંબા સમય સુધી ભોગવે એમ હું મારી દષ્ટિથી જોઉં. હે રાજન ! ખરેખર આ નગર, રાજ્ય, દેશ અને પ્રજાજને પ્રશંસાને પાત્ર બન્યા છે, કારણ કે તેઓના પુણ્યને કારણે જ તમે તેઓના સ્વામી બન્યા છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com