________________
પરમાત્માના માતા-પિતાનું સ્વર્ગગમન
[ ૧૭૩ ] શ્રી શ્રેયાંસનાથ ભગવંતને કેઈપણ પ્રતિસ્પધી શત્રુ રાજા નહોતે, કારણ કે સ્વતઃ પ્રકાશતી એવી પરમાત્માની આજ્ઞા સર્વત્ર વિસ્તાર પામી હતી. પરમાત્મા પૃથ્વીનું રક્ષણ કરી રહ્યા હતા ત્યારે લોકે સુખી અને સમૃદ્ધ બન્યા હતા. “ભય” એ શબ્દ તે ફક્ત કેશમાં જ હતે. અરસ્પર વિરોધી વ્યક્તિઓમાં પણ સનેહભાવ પ્રસર્યો, અવિનયી લોકે વિનયી બન્યા. દીનજનો દીનતા રહિત બન્યા, દુર્ભાગીઓ સૌભાગ્યશાલી બન્યા, દરિદ્રીઓ ધનવંત બન્યા, વ્યાધિગ્રસ્ત નિરોગી બન્યા અને અન્ય લોકો પણ ધર્મ પામ્યા. સ્વાથી લોકો પરમાથી કાર્યો કરવામાં ઉસુક બન્યા. વળી પરમાત્માના રાજ્યમાં દુષ્ટ બુદ્ધિવાળા લોકો સદબુદ્ધિવાળા બની ગયા. દૂર દેશમાં રહેનાર કોઈ એક અભિમાની રાજા, અગ્નિની માફક અવિનયીપણું દર્શાવે તે પરમાત્મા પિતાના સ્થાનમાં રહ્યા થકાં જ તે રાજાની દિશા તરફ માત્ર દષ્ટિક્ષેપ કરે તેટલા માત્રથી જ તે અભિમાની રાજા નમ્ર બનીને પરમાત્માને હર્ષ પમાડે. કલ્યાણના ભંડાર સમાન શ્રી શ્રેયાંસનાથ પ્રભુ, જગતને આનંદ આપતાં રાજ્યનું પાલન કરવા લાગ્યા.
કેટલોક સમય ગયા બાદ પ્રભુની રાણી શ્રીકાંતાએ ચંદ્ર સ્વપ્નથી સૂચિત અને શ્રેષ્ઠ ભાગ્યવાળા પુત્રને જન્મ આપ્યો એટલે તેને જન્મત્સવ કરીને સ્વપ્નાનુસારે તેનું સેમચંદ્ર નામ રાખવામાં આવ્યું. ધાવમાતાથી લાલન-પાલના કરાતે તે કુમાર વૃદ્ધિ પામવા લાગ્યો. કુમાર કલા-ગ્રહણ ચગ્ય થયે ત્યારે તેને સમસ્ત કલાઓ શીખવવામાં આવી અને ક્રમે ક્રમે તે સુંદર યુવાવસ્થાને પ્રાપ્ત થયા બાદ દેદીપ્યમાન દેહને કારણે સૂર્ય સરખા, મુખથી ચંદ્ર (સોમ) સરખા, રૂપથી મંગળ સરખા, મનથી બુધ સરખા, બંને નેત્રથી ગુરુ (બૃહસ્પતિ) સરખા, સદાચારથી શક સરખા, તેજથી શનિ સરખા, નખની પંકિતથી તાર સરખાં આ પ્રમાણે સમસ્ત ગ્રહોની શોભાને ધારણ કરતા હોવા છતાં તેમને કોઈપણ ગ્રહ પીડા આપી શકો નહોતો. ખરેખર લોકો માટે આ હકીકત વિસ્મયકારક હતી.
બાદ મેહરૂપી વૃક્ષનું ઉમૂલન કરનાર, પિતાથી શ્રેયાંસ પરમાત્માએ સેમચંદ્રને ચંદ્રયશા વિગેરે પ્રસિદ્ધ રાજવીઓની રાજકુમારી સાથે પરણાવ્યા. પરમાત્મા રાજ્યનું પાલન કરી રહ્યા હતા અને સોમચંદ્ર કુમાર યુવરાજ પદે હતા ત્યારે પરમાત્માના માતા-પિતા આયુષ્ય પૂર્ણ કરીને, જાણે તેઓની કીતિને સાંભળવા માટે જ ગયા હોય તેમ સનતકુમાર નામના દેવલોકમાં ગયા. સંસારના સ્વરૂપને વિચાર કરતાં ભગવાને રાજપુરુષની સાથે, પોતાની સમૃદ્ધિ અનુસાર માતા-પિતાની અંતિમક્રિયા કરી. તે અનિષ્ટ ક્રિયાને જોવાને માટે જાણે અસ મર્થ બન્યો હોય તેમ સૂર્ય અસ્ત થઈ ગયો અને સંધ્યા પક્ષીઓના નાદના બહાનાથી રુદન કરવા લાગી. કરમાયેલા કમળરૂપી મુખવાળો કમલિનીને સમૂહ તેમાંથી ઊડી જતાં ભ્રમરાએના બહાનાથી કાજળ યુક્ત હોય તેમ અશ્રુ સારવા લાગ્યા. શેકપીડિત સ્ત્રીઓને જાણે આશ્વાસન આપવા માટે જ આવી હોય તેમ રાત્રિ આવી પહોંચી, અને સ્વર્ગે ગયેલા માતા પિતાને જાણે અર્થ આપવાને પુછપસમૂહની કાંતિને ધારણ કરતાં તારાઓ પ્રકાશવા લાગ્યા, શકરૂપી અગ્નિથી પીડાએલા લોકોને શાન્ત કરવાને માટે જ હોય તેમ ચંદ્ર પોતાના અમૃત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com