________________
પરમાત્માને દીક્ષા મહેત્સવ
[ ૧૭૭]
કરા.” સેવકગે પણ રાજાના હુકમ પ્રમાણે તેવી શિબિકા તૈયાર કરાવી. ઇંદ્ર મહારાજાએ પણ દેવ દ્વારા અનેક રત્નોને કારણે ઈદ્રિધનુષની શોભાને ધારણ કરતી, ચિત્રવિચિત્ર સ્તંભવાળી, અને મેતીઓની માળાથી સુશોભિત, સેમચંદ્ર રાજવીની વિમલપ્રભાની જેવી શિબિકા તૈયાર કરાવી. જેમ દીપકની કાંતિ ચંદ્રની કાંતિમાં સમાઈ જાય તેમ ઇંદ્ર મહારાજાની તે શિબિ: રાજવીની શિબિકામાં દાખલ થઈ ગઈ.
પછી પરમાત્મા સિંહાસનથી ઊઠીને, તે શિબિકાને પ્રદક્ષિણા આપીને તેના પર આરો હણું કર્યું. તેમાં પૂર્વાભિમુખ સિંહાસન પર ૫રમાત્મા બેઠા એટલે દેવ, દાનવ અને રાજાઓએ મસ્તક દ્વારા તે શિબિકાને વહન કરી. પરમાત્માના મસ્તક પર વેત છત્ર શોભવા લાગ્યું તે જાણે કે-શાશ્વત વિમાન સહિત ચંદ્ર આવેલ હોય તેમ લાગતું હતું. પરમાત્માના દેહ પર ઇંદ્રથી ઉછાળતા બે ચામર શોભી રહ્યા હતા તે જાણે કે મેરુપર્વતની શિલા પરથી પડતાં ઝરણાંના બે વિમાગ હોય તેમ દેખાતા હતા. સોમચંદ્ર વિગેરે રાજાઓ અને અશ્રુતંદ્ર વિગેરે ઇકો તે શિબિકાને સુકુમાર બાલિકાની માફક વહન કરીને ધીમે ધીમે ચાલવા લાગ્યા. પરમાત્માને જોવા માટે લોકો ગૃહમાંથી બહાર નીકળ્યા અને ઉદય પામેલા સૂર્ય સરખા પરમાત્માની અર્યાદિ સામગ્રીથી પૂજા કરી. પરમાત્માને જોવા માટે પોતાના વિમાનથી સૂર્યને આવરી લેતા અને પ્રીતળને પ્રકાશિત કરતાં વિમાનિક દેવોના સમૂહાએ આકાશપટને વ્યાસ બનાવી દીધું. સમયના દેવ અને મનુષ્ય સમૂહનો એ અસાધારણ શot-વનિ પ્રગટ્યો કે તે જાણે મથન કરાતાં સંસાર-સમુદ્રને ધ્વનિ હોય તેમ જણ્યાતું હતું.
તે સમયે સ્વર્ગલકથી આવી રહેલા અને વિમાનમાં બેઠેલા દેવસમૂહને કારણે ગગનપટ આ પ્રમાણે સૂચવી રહ્યું હતું કે-“વિકસિત પુસમૂહવાળું નંદનવન આજે કમળ, ચંપિ, કકેલી અને સિદ્ધાર્થના તૃણ જેવું તુચ્છ બની રહ્યું છે. દેવ અને મનુષ્યથી વગાડાતા વાજિંત્રનો એ કોઈ અપૂર્વ ધ્વનિ થવા લાગે કે જેથી ત્રાસ પામેલા જંગલી હસ્તીઓ નાશીને દિશાના છેડે જઈને વસ્યા. પરમાત્માની આગળ રત્નમય અષ્ટ મંગળ-૧ કળશ, ૨ છત્ર, ૩ ભંગાર-ઝારી, ૪ દેવાના હસ્તમાં રહેલ મહાવજ, ૫ ઘુઘરીઓ યુક્ત પતાકાઓ, ૬ વેયં મણિના દંડવાળું સફેદ છત્ર, ૭ સિંહાસન અને ૮ પાદપીઠ-ચાલવા લાગ્યા. લોકો પરમાત્માના મણિમય ઉપાનને વહન કરીને, જગદગુરુની આગળ ચાલવા લાગ્યા. પછી લોકોથી પરિવૃત અને રત્નના પલાણ તેમજ અલંકારસમહથી શાભિત એક સે આઠ ઉત્તમ અો ચાલવા લાગ્યા. પછી સેનાના ખોળાવાળા, દંતશળવાળા અને મદ ઝરતાં એક સે આઠ હસ્તીઓ ચાલવા લાગ્યા. બાદ ઘુઘરી, ઘંટા, વ્રજ અને છત્રથી સુશોભિત કાંતિવાળા તેમજ અનેક પ્રકારના આયુધોથી યુક્ત એક સે આઠ રથ ચાલવા લાગ્યા. બાદ ઉભટ વેષધારી એક સે આઠ સુભટ અને અસંખ્ય પ્રકારની ચતરંગી સેના ચાલવા લાગી. પછી નાના મોટા અનેક છત્રોથી પરિવૃત, એક જન ઊંચો અને હજારો નાની દવાવાળો, લટકતી પુષ્પમાળાવાળ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com