________________
... ઈદે કરેલ પરમાત્માની સ્તુતિ
| [ ૧૮૧]
બનાવી હોય તેમ જણાતું હતું. રત્નના કિદલામાં વ્યક્તર દેએ રત્નની પાદપીઠ સહિત રત્નનું સિંહાસન વિકલ્પ્યું . તે સિંહાસન ઉપર ભગવંતના દેહ કરતાં બારગુણે ઊંચે અને કસુંબાના રંગવાળા વસ્ત્ર સરીખા સંધ્યાના રંગ જેવા રક્ત પલથી સમસ્ત સમવસરણની ભૂમિને આવરી દે અને વિકવર પાંદડાંવાળા અશોકવૃક્ષ રચવામાં આવ્યું. તે સિંહાસન ઉપર ઉપરાઉપર ત્રણ છત્રોની દેવોએ રચના કરી. તે છત્રે પરમાત્માના ત્રણ જગતના સામ્રાજ્યને સૂચવી રહ્યા હતા. તે સ્થળે એક હજાર જન ઊંચે ઈન્દ્રવજ રચવામાં આવ્યો તે પોતાની વેત પતાકાના બહાનાથી સંસારરૂપી શત્રુથી ભવ્ય પ્રાણીઓનું રક્ષણ કરવાને માટે જાણે ઊંચે કરાયેલ હસ્ત હોય તેમ જણાતું હતું.
વચ્ચેના બંને કિલાના મધ્ય ભાગમાં દેએ પરમાત્માના વિશ્રામને માટે ઈશાન ખૂણામાં મણિમય દેવછંદાની રચના કરી. વ્યન્તર દેવોએ સુવર્ણકમળને વિષે ધમચકનું સ્થાપન કર્યું તે બંને જાણે કે કમળ અને સૂર્ય એકબીજાને પરસ્પર ભેટીને રહ્યા હોય તેમ જણાતું હતું. નવતરવની સરખા અને પરમાત્માની આગળ આગળ ચાલતાં એવા નવ સુવર્ણ કમળ પર ચરણ સ્થાપન કરતાં, સ્તુતિ કરતાં કરોડો દેથી ચારે બાજુ વીંટળાયેલા એવા પરમાતમાએ પૂર્વ દિશાએથી સમવસરણમાં પ્રવેશ કર્યો. બાદ ચિત્યવૃક્ષને પ્રદક્ષિણા આપી, કારણ કે તે તીર્થકર પરમામાને ક૬૫-આચાર છે. બાદ “તીર્થને નમસ્કાર હો” એમ બોલીને પરમાતમા પૂર્વાભિમુખ બેઠા. બાકીની ત્રણે દિશાઓમાં ભક્તિ પરાયણ વ્યન્તર દેવોએ પરમામાના પ્રભાવથી તેમના સરખા ત્રણ પ્રતિબિંબો વિફર્યા. તે સમયે પરમાત્મા એકરૂપ હોવા છતાં ચાર ગતિના ને જાણે ઉદ્ધાર કરવાને ઇચ્છતા હોય તેમ ચાર રૂપવાળા બન્યા. તે સમયે પરમાત્માના મસ્તકની પાછળ ભામંડલ હતું તે જાણે કે તેજથી જીતાવાને કારણે સેવકરૂપ બનેલ સૂર્યનું બિંબ સરખું હતું. અગ્નિ ખૂણામાં સાધુ, દેવાંગનાઓ અને સાધ્વીએ, નિત્ય ખૂણામાં ભવનપતિ, વ્યન્તર અને જ્યોતિષી દેવીઓ, વાયવ્ય દિશામાં ભવનપતિ, જોતિથી અને વ્યંતર દેવ અને ઈશાનખૂણામાં વૈમાનિક દે, મનુ અને સ્ત્રીઓ-આ પ્રકારે, આ પ્રકારની પર્ષદા એડી. બીજા ગઢની અંદર નિત્યવેરી એવા પ્રાણીઓ પણ વર રહિત બનીને બેઠા. ત્રીજા ગઢમાં દેવ, દાનવ અને મનુષ્યના વાહને ૨હ્યા હતા તે જાણે કે–સ્વામીની સમીપે તેઓને પણ જાણે વિસામાની ભૂમિ પ્રાપ્ત થઈ હોય તેમ જાતું હતું.
બાદ સદભાવનાવાળા ઇદ્ર મહારાજાઓ પરમાત્માને પ્રદક્ષિણું આપીને તેમજ પ્રણામ કરીને પિતપતાના સ્થાને બેઠા. સેમચંદ્ર વિગેરે રાજાએ પણ આવ્યા અને પ્રદક્ષિણાપૂર્વક પરમાત્માને પ્રણામ કરીને ઈશાન ખૂણામાં બેઠા. બાદ સૌધર્મેન્દ્ર પણ પરમામાને નમસ્કાર કરીને, મસ્તક પર બે હાથ જોડીને રસ્તુતિ કરી કે-“પૃથ્વી પર સૂર્ય સમાન છે શ્રી શ્રેયાંસનાથ ભગવાન! મંદબુદ્ધિવાળો હું ધીર પુરુષની માફક આપની ભાવપૂર્વક સ્તુતિ કરું છું. હે સ્વામિના દુષ્ટ કર્મરૂપી મદેન્મત્ત હાથીઓને વિદારવામાં કુશળ સિંહ સરખા આપના અવતરવાથી આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com