________________
[ ૧૮૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૮ મે. સિંહપુર ખરેખર સાર્થક થયું છે. આપનામાં માનસિક કે વાચિક ભેદ તે ફર રહે, પરંતુ હે સ્વામિન! તમારા માતા-પિતાના નામમાં પણ ભિન્નતા નથી. વિષણુ રાજા તથા વિષ્ણુ માતાના પુત્ર! તમે કૃષ્ણના પુત્ર કામદેવને છે તેમાં કાંઈ પણ આશ્ચર્ય નથી, કારણ કે બે વ્યક્તિથી એક વ્યક્તિ છતાય. શ્રાવણ, છ, ફાગણ અને માઘ માસની પાંચ કલ્યાણક તિથિઓને આપે ઉજજવળ-વિશેષ પ્રકાશિત બનાવી. હે નાથ ! જે માસમાં સ્વર્ગાને ત્યાગ કરીને આપ આવ્યા તે જયેષ્ઠ માસ, ત્રણ જગતને વિષે શ્રેષ્ઠ–હે પરમાત્મન્ ! આ જગતમાં શ્રેષ્ઠત્વ કેમ પ્રાપ્ત ન કરે? છઠને દિવસે આપને જન્મ થવાથી છને આપે જે બહુમાન આપ્યું તેથી હું માનું છું કે-કો છઠ્ઠીના લેખને અતીવ આદરમાન આપે છે. હે નાથ ! આપના જન્મથી વિશ્વ પર ઉપકાર કરનારા વૃક્ષોના પાંદડાંઓને ખેરવી નાખનાર ફાગણ માસની નિષ્ફળતા દૂર થઈ? હે પ્રભો ! આપના જન્મથી જે દિવસે દરેક પ્રકારની વૃદ્ધિ થઈ તે દિવસ લોકોને વિષે વૃદ્ધિ દ્વાદશી' (વડી બારસ) તરીકે પ્રસિદ્ધ થયે. હે પરમાત્મન ! બીજે દિવસે (તેરસને દિવસે) સર્વ કર્મને નાશ કરનાર આપની દીક્ષાથી આપે ત્રાદશીના દિવસને નિર્મળ બનાવ્યો. કેવળજ્ઞાનરૂપી સૂર્યના પ્રગટવાથી માઘ માસની અમાવાસ્યા પણ નિર્મળ બની. શ્રાવણ માસમાં આપનું નિર્વાણ કલ્યાણક થવાનું છે તેમ હું અવધિજ્ઞાનથી જાણી શકું છું તેથી અનંત સુખને આપનાર તે શ્રાવણ માસની હું સ્તુતિ કરું છુ. શ્રવણ આપના પ્રત્યેની ભક્તિને અંગે માત્રાધિક (શ્રાવણ) થયો તે ખરેખર ઉચિત છે અને તેથી તે માસે આપને મોક્ષમાં સ્થાપન કરીને આપનો કદી પણ ત્યાગ કર્યો નથી. બે કલ્યાણકની તિથિ ત્રીજ હોવાથી તે સૌભાગ્યદાતા બની છે; કારણ કે તે તિથિએ આપે અનશન કરવાથી આપ મેટી લમીને આભૂષણરૂપ બનશો. હે રવામિન ! આપનું સ્મરણ કરનાર લોકો પિતાનું જ કયાસ કરે છે, અને ક્ષણ માત્રમાં તમારા વિષે લયલીન બની જાય છે. હે નાથ ! આ પ્રમાણે ઉપરોક્ત પાંચ કલ્યાણકાથી સ્તવાયેલ, આ૫ મને અને તું સુખ આપે
ઉપર પ્રમાણે ભાવપૂર્વક પરમાત્મા શ્રી શ્રેયાંસનાથની સ્તુતિ કરીને, પ્રણામ કરીને, સૌધર્મેન્દ્ર સમરત વૈમાનિક દેવ તથા મનુષ્યની આગળ પ્રભુની સન્મુખ બેઠા.
હું આ સગમાં પરમાત્માનો વિવાહત્સવ, રાજ્યાભિષેક,
માતાપિતાનું સ્વર્ગગમન, જિનેશ્વરની દીક્ષા, કેવળજ્ઞાનની ઉત્પત્તિ અને સમવસરણની રચના-આટલી હકીકતનું
વર્ણન કરવામાં આવ્યું. કેવળજ્ઞાન વર્ણનને આઠમે સર્ગ સંપૂર્ણ
UITIONSUILTONLIIIહું \iN miri NokarII-NAKAMU
writ
\NmiIiii N
irit
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com