________________
[૯૦ ].
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૩ જે
આ પ્રમાણે વિચાર કરીને પદ્મશ્રીએ પોતાની દાસીને શિખામણ આપી કે “તારે ગોખમાંથી ગુપ્ત રીતે તેના પિતાને બતાવવા.” દાસીએ પણ તે પ્રમાણે કર્યું. પછી તે બાળકને ને તેણે પૂછયું કે-“ તારી માતાની નજીકમાં તું કોઈ પુરુષને જોવે છે કે કેમ ?' બાળકે જવાબ આપે કે-“ બરાબર જોઉં છું.” દાસીએ પુનઃ પૂછયું કે-“તે વર્ણથી કે છે?” બાળકે જવાબ આપ્યો કે-“સુવર્ણના રંગ જેવા છે.” બીજે દિવસે પણ પૂછવામાં આવતાં બાળકે સુવર્ણ વણ જણાવ્યું ત્યારે તેની માતા આશ્ચર્ય પામી. વિચાર્યું કે-“ હું તો તેને શ્યામ વર્ણના જેઉં છું તે ખોટું છે; જ્યારે પુત્ર સાચી રીતે તેને જોઈ શકે છે. તેની શક્તિ આ બાળક પર ચાલતી જણાતી નથી, તેથી આ બાળક વિશેષ શક્તિશાળી હોય તેમ જણાય છે. હું માનું છું કે-તે આ નગરનો જ નિવાસી હોવો જોઈએ. ઓળખાઈ જવાના ભયને લીધે તે પોતાની જાતને પ્રગટ કરતો નથી, તે હવે હું તેને બરાબર ઓળખી લઉં.” આ પ્રમાણે વિચારીને પદ્મશ્રોએ દાસીને સૂચના આપી કે “ તારે કેટલાક દિવસો પર્યન્ત આ બાળકને તેના પિતાને બતાવ્યા કરવા કે જેથી તે તેને બરાબર ઓળખી શકે.”
એકદા પદ્મશ્રીએ રાજાને એકાંતમાં વિજ્ઞપ્તિ કરી કે-“હે રાજન્ ! અભય આપે કે જેથી હું ચોરને પકડી પાડવાના ઉપાય કહું.” રાજાએ સંમતિ આપવાથી પદ્મશ્રીએ જણાવ્યું કે“આપે દેવમંદિરમાં બેસીને દરેક વ્યક્તિને બતાવીને તમારી પાસે રહેલા બાળકને પૂછવું કેઆ તારે પિતા છે કે કેમ? ચોકીદારદ્વારા દરેક ઘરેથી માણસોને બોલાવવા અને તે સર્વને પૂર્વ દ્વારથી પ્રવેશ કરાવીને પશ્ચિમ દ્વારથી બહાર કાઢવા અને જેને આ બાળક ઓળખી કાઢે તેને ચોકકસ તમારે ચોર જાણી લે.' રાજાએ પણ તેવા પ્રકારનો પડહ નગરમાં વગડાવ્યું કે જે સાંભળીને દેવકુમારના હૃદયમાં અત્યંત સંતાપ થશે. તે વિચારવા લાગ્યો કે-“ મને સમજાય છે કે ચોકકસ પશ્રીએ મને તેના પુત્રને બતાવ્યો જણાય છે; નહીંતર રાજા શા માટે આ પ્રમાણે કરે? ખરેખર જે વસ્તુ બનવાની હોય તે બને જ છે. બાર વર્ષ પર્યન્ત સમાગમ રહેવા છતાં સૌભાગ્યમંજરીને પુત્રપ્રાપ્તિ ન થઈ, જ્યારે આ પદ્મશ્રીને થોડા દિવસમાં જ પુત્ર-પ્રાપ્તિ થઈ. ખરેખર, પાપ છપું રહી શકતું નથી. આમાંથી કોઈપણ પ્રકારે છૂટી જવાને ઉપાય હું જોઈ શકતા નથી. દેવ વિપરીત બને છે ત્યારે બુદ્ધિશાળીઓની બુદ્ધિ પણ નાશ પામે છે; હું દેવમંદિરમાં તે જઉં. જે થવાનું હશે તે થશે.” પછી દેવકુમાર પોતે જ દેવમંદિરમાં ગયા.
ચોકીદારેવડે કમપૂર્વક પ્રવેશ કરાવાતા પ્રધાન પુરુષ સંબંધી રાજા તે બાળકને પૂછવા લાગ્યો. પછી દેવકુમારનો વારો આવ્યો ત્યારે ચોકીદારોથી પ્રવેશ કરાયેલ તે હિંમતપૂર્વક અ દર દાખલ થયો. તે પ્રણામ કરીને ઉભું રહ્યો ત્યારે રાજાએ બાળકને પૂછ્યું કે-“શું આ તારો પિતા છે ?' બાળકે જવાબ આપ્યો કે “ હા.” તે વખતે આશ્ચર્ય પામેલા રાજાએ દેવકુમારને કહ્યું કે-“આ તારી કઈ જાતની ક્રીડા? ” દેવકુમારે જણાવ્યું કે-“હા, તે સાચું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com