________________
*
ચિંતામાં પ્રવેશતા અપરાજિતનું આવાગમન અને કહેલ સ્વવૃત્તાંત,
[ ૯૯ ]
માત-પિતાના સેગન છે.” ધૂમાડાને કારણે જયશ્રીના મુખને નહીં જોતા તે પુરુષે તેણીને પૂછ્યું કે “ હે શુભે ! તું કેણુ છે ? અને કયા કારણને અંગે આ પ્રકારનું સાહસ કરી રહી છે? જયશેખર રાજા રાણી સહિત કુશળ છે ને? અને જે કુમારી અહીં આવેલ હતી તે પણ શું ક્ષેમકુશળ નથી ?” માત-પિતાના સેગનથી અધાયેલી અને અગ્નિમાં ઝંપાપાત કરવાથી અટકીને, દ્વેષભાવને કારણે તે વ્યક્તિના મુખને નહિં જોતી, “મારા કાર્યોંમાં વિઘ્ન કરનાર આ કઈ વ્યકિત હશે ?’” એમ વિચારતી જયશ્રીએ કહ્યુ` કે-જે કન્યા સ`ખ'ધી તમે પૂછી રહ્યા છે. તે હું છું. અને જે કુમારને માટે આ ક્રિયા કરી રહી છું તે અપરાજિત કુમારના માતાપિતા પણ તે પુરુષરત્ન વિના, સપરિવાર કુશળ છે.” આ પ્રમાણે ખેલતી તેણી ઉચ્ચ સ્વરે વિલાપ કરવા લાગી ત્યારે હષ તેમજ ખેદ યુક્ત બનેલા કુમારે પેાતાના ચિત્તમાં વિચાયુ` કે “ક્ષણમાત્ર જોવાયેલા મારા માટે આ પુષ્પ જેવી કામળ જયશ્રીએ, અચાનક પેાતાના સર્વ સ્વને ત્યાગ કરીને, પોતાની જાતને ચિતાગ્નિમાં હેામવા તૈયારી કરી છે. તેણીએ કરેલ આ દુષ્કર એવા સુકૃતનું હું એવું ફળ આપું કે જેથી ભવિષ્યમાં તેનાથી કદાપિ વિમુખ ન બનું. જૈવડુ પાથી મે’કદી ન કરમાય તેવી અને પ્રેમરૂપી સુવાસવાળી ચંપક પુષ્પની માળા પ્રાપ્ત કરી છે. તેને હુ’ હમેશા મારા હૃદયપટ પર સ્થાપીશ.-ધારણ કરી રાખીશ. ” આ પ્રમાણે વિચારીને તેણીને કહ્યું કે હું મૃગલેાચને ! જેને માટે તું આ સાહસ કરી રહી છે તે અપરાજિત કુમારને તારી સન્મુખ જ રહેલા તુ જોઈ શકતી નથી ?’’
આવા પ્રકારનું તે વ્યક્તિનું વચન સાંભળીને આશ્ચય' પામેલ જયશ્રીના અધરોષ્ઠ ક્રકયા અને વિચારવા લાગી કે આ વ્યક્તિ શું કહી રહી છે? અને મારે। અધરાઇ કેમ ફરકે છે?’ તે વખતે કુમારના મુખરૂપી પાયણાને જાણે દેખાડવાને ઇચ્છતા હોય તેમ, તેણીના નેત્રરૂપી નીલ કમળના વિકાસને કંઇક જોવાને ઇચ્છતા હેાય તેમ, અને પેાતાના સુધારસથી તેણીના સંતાપ પામેલા અ ંગોને જાણે સિંચન કરતા હાય તેમ, ચંદ્ર, તેણીની મુખોાભાની સાથેા સાથ ઉદય પામ્યા,
ચંદ્રના પ્રકાશથી પ્રકાશિત અનેલ કુમારના સુખરૂપી ચંદ્રને જોઇને તેના કઠે વળગી પડીને તેણી રુદન કરવા લાગી, એટલે કુમારે અનેક પ્રકારના મધુર વચનેાથી આશ્વાસન આપ્યું, જેથી તેણીનું સમગ્ર દુઃખ પરસેવાના જળની સાથેાસાથ ગળી ગયું-ઝરી ગયું. તે વખતે પ્રેમરસ તથા હુ રસ એવા ઉદય પામ્યા કે જેથી શારીરિક સ'તાપ અને માનસિક સંતાપ અને એકી વખતે નષ્ટ થઈ ગયા. નેત્રકમળની સાથેાસાથ શરીરની શેાભા પણ વૃદ્ધિ પામી. પછી તેણીના દૃઢ આલિંગનને કારણે કંઈક નીચી નમેલી છાતીવાળા તે કુમારને જે કંઇ સુખ પ્રાપ્ત થયુ' તે સ્વગંમાં પણ પ્રાપ્ત થવું દુલ ભ છે. પછી તે જ અગ્નિદેવને સાક્ષી રાખીને તે બંનેએ, મનના આનંદપૂર્વક, ગાંધ‘વિવાહથી લગ્ન કર્યું. તે સમયે અંનેના હસ્તસંપુટ તથાપ્રકારે મળી ગયા કે કામમાણેાથી જાણે જડાઈ ગયા હોય તેમ જોડાયેલા જ રહ્યા. જયશ્રીએ અપરાજિતને કહ્યું કે હું સ્વામિન ! નાગરિક જને તેમજ મારા સૈન્યની સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com