________________
શ્રી આનંદસૂરિજીની દેશના.
[ ૧૩૫ ] જ રત્નમય ઘણા જિનપ્રાસાદો કરાવ્યા છે. વળી સેંકડો સ્વામી વાત્સલ્ય કર્યા છે, ઘણી રથયાત્રાઓ કરાવી છે અને મારી શકિત અનુસાર શ્રી જૈન શાસનની પ્રભાવના કરી છે, વળી બીજું પણ જે કઈ કરવા ગ્ય હતું તે સર્વ મેં કહ્યું છે. હવે તો તે ભોગવિલાસે રેગ સરખા હોઈને મારે તેનો ત્યાગ કરવો જોઈએ.”
આ પ્રમાણે વિચારણા કરતાં રાજવી પાસે આવીને ઉદ્યાનપાલકે શ્રી આનંદસૂરિજીના આગમનની વધામણી આપી એટલે વિકસ્વર રોમરાજીવાળા રાજવીએ તેને ઈનામ આપીને, કુમાર તથા અંતઃપુરસહિત ઉદ્યાનમાં જઈને સૂરિજીને નમસ્કાર કર્યો. અતિશય આનંદને કારણે રોમાંચિત બનેલ અને વિચક્ષણ ભુવનભાનુ રાજા બે હાથ જોડીને સૂરિજી સમક્ષ બેઠા.
દેશનાનો પ્રારંભ કરતાં સૂરિજી મહારાજે મોક્ષમાર્ગના બે રસ્તાઓ બતાવ્યા (૧) શ્રાવક ધમ અને (૨) શ્રમણ ધર્મ. દુર્ભાગ્યને કારણે જેમ માણસોને અથ તથા કામ પુરુષાર્થ ની પ્રાપ્તિ થવી દુર્ઘટ છે તેમ સંસારને વિષે ભવ્ય પ્રાણીઓને, રાગ દ્વેષને આધીન હોવાને કારણે તે બંને માર્ગ પ્રાપ્ત થવા દુર્લભ છે. મનુષ્ય ભરમાં આર્ય ક્ષેત્ર, સારું કુળ, ધર્મોપદેશક ગુરુ, સમકિતની પ્રાપ્તિ અને શ્રાવકના બાર વ્રત પ્રાપ્ત થવા દુર્લભ છે, છતાં પણ શુભકમના ઉદયથી કોઈ વ્યક્તિને મોક્ષમાર્ગના વિસામારૂપ ચારિત્રના ભાવ થાય છે. આ પ્રમાણે વિચારીને આવા પ્રકારની સમસ્ત સામગ્રીને પ્રાપ્ત કરીને વિવેકી પુરુષ તેને નિરર્થક બનાવતા નથી,-સફળ કરી બતાવે છે. જરા, મૃત્યુ અને વ્યાધીઓથી ભયંકર આ સંસારરૂપી મશાનમાં કેઈપણ પ્રકારે રહેવું ઉચિત નથી. ઊંચી કરેલી ફેબ્રુવાળા સપના મુખમાં આવી પડેલા, સિંહની દાઢમાં સપડાયેલા અને યમરાજના દાંતમાં અગ્રભાગમાં આવી પડેલા પ્રાણીને જીવવાની માફક સ્ત્રીરૂપ મૃગતૃષ્ણામાં મૂઢ બનેલા પુરુષને, વૃદ્ધાવસ્થારૂપી ધનુષ્યવાળો અને રોગરૂપી બાણવાળો વિધિરૂપી શિકારી વીંધી નાખે છે. દુઃખરૂપી ભયંકર દાઢવાળા સર્ષની સમાપ રહેલા પ્રાણી, નાશી જવાનો પ્રયાસ કરવા છતાં પણ કોઈપણ ઉપાયે છૂટી શકતું નથી. આ વિશ્વરૂપી ક્ષેત્ર( ખેતર)માં યમરાજરૂપી આ કેઈ અસાધારણ નૂતન ખેડૂત છે કે જે દુછ બુદ્ધિવાળ અકાળે પણ, પ્રાણીરૂપી ધાન્યને ભેદી-છેદી નાખે છે. જે સ્વર્ગને વિષે વૃદ્ધાવસ્થા કે વ્યાધિ નથી તેવા સ્વર્ગમાં પણ યમરાજના પાશે (મૃત્યુ) પડે છે તે પછી મનુષ્ય માટે તે પૂછવું જ શું ? કદાચ યમરાજ પ્રસન્ન થાય અથવા તો ધષ્ટ બને તે પણ શું ! વ્યાધિઓથી વ્યાપ્ત આ સંસારમાં મનુષ્યનું જીવન નિમેષ માત્ર (ક્ષણિક) છે; જે પ્રાણીને નરક અથવા તો તિય ચ ગતિના દુઃખનું મરણ થાય તે શું તેના સમસ્ત દેહે ધ્રુજારી ન છૂટે? જે પ્રાણીઓ હમેશાં ધર્મરૂપી રસાયણ ને સેવે છે, તેઓને કદી પણ જન્મ, જરા, મૃત્યુ અને વ્યાધિઓ થતા નથી. આ વિશ્વમાં મૃત્યુ પિતાનો મહાન પ્રભાવ બતાવી રહેલ છે, જેનો જય કરવાથી બુદ્ધિમાન પ્રાણીઓને અનંત સુખ આપનાર મોક્ષની પ્રાપ્તિ થાય છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com