________________
[ ૧૫૬ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૭ મે
કાર કર્યો અને આવેલા તે પ્રધાન પુરુષોએ શ્રેયાંસકુમારનું મનોહર સ્વરૂપ નિહાળ્યું. આશ્ચર્ય પામેલા તેઓ બોલ્યા કે “કુમારનું તેજ, રૂપ અને પ્રફુલલતા તથા શરીરની કાંતિ મહામહિમાના સ્થાનરૂપ છે. બ્રહ્માએ આ કુમારને સજીને જગતમાં જયપતાકા મેળવી છે. આ - કુમારના રૂપને કારણે આ લેક (મૃતયુક) મધ્ય હોવા છતાં ઉત્તમ બની ગયું છે. આ કુમારના આજે દશન થવાથી અમારો જન્મ તથા નેત્રો સફળ થયા છે અને આજનો દિવસ પણ સાર્થક બન્યો છે. આ કુમારના જન્મસમયે બધા દેવોએ આવીને જન્મોત્સવ કર્યો તે ઉચિત છે, કારણ કે સર્વ દેવલોકના અવતાર સરખું આ નગર હંમેશને માટે વૃદ્ધિ પામે, આબાદ રહો. હે રાજન ! આપ ખરેખર ધન્યવાદને પાત્ર છે કારણ કે સૂર્ય સરખાં શ્રેયાંસને જન્મ આપીને તમે તમારી જાતને ત્રણે લોકમાં પ્રસિદ્ધિ પમાડી છે. જે કન્યારત્ન આ કુમારના હાથનો સ્પર્શ કરશે તે ત્રણ ભુવનના સ્ત્રી-સમૂહમાં શ્રેષ્ઠ બનીને આનંદ પામશે.”
તે સમયે વિષ્ણુ રાજાએ તેઓને પૂછ્યું કે “આપ કોણ છે ? અને કયા કારણને અંગે તમે અત્રે આવ્યા છે ?” એટલે તેઓ પૈકી એક મુખ્ય મંત્રીએ બે હાથ જોડીને હર્ષ પૂર્વક કહ્યું કે-“હે સ્વામિન્ ! સાંભળો.
આ ભરતક્ષેત્રને વિષે, કિલા ઉપર રહેલ સુવર્ણના કાંગરાઓને કારણે, જાણે સર્વ નગરને વિષે પદૃબંધ પ્રાપ્ત કર્યો હોય તેમ કાંપિલ્યપુર નામનું નગર શોભી રહેલ છે. વળી જે નગર માં લાલ પત્થરના પડથારમાં કરેલ સાથિયાઓને વિષે રહેલાં મોતીઓને, પિપટે દાડમના બીજની બ્રાંતિથી ચાંચવડે ગ્રહણ કરી રહ્યા છે. વળી તે નગરમાં સ્ફટિક મણિઓના હવેલીઓની અગાશીમાં રહેલ સ્ત્રીઓ વિદ્યાધરીઓની માફક, પરદેશથી આવેલ પુરુષને દેવાંગન નો ભ્રમ કરી રહી છે. વળી તે નગરમાં ધ્વજને છેડે અવાજ કરતી ઘુઘરીઓને સમ, પિતાનું સૌન્દર્ય જોવા માટે જાણે દેવલોકને બોલાવી રહ્યું હોય તેમ જણાય છે. તે નગરમાં લોકેના હર્ષને વધારનાર આનંદવર્ધન નામને રાજા છે. જેનો યશ ચંદ્રના પ્રકાશની માફક વિશ્વમાં વ્યાપી રહ્યો છે. તે રાજાના શત્રુઓના નગરના આવાસોના અસંખ્ય સ્તરને વિષે ઘણાક્ષર-ન્યાયથી તે રાજાની પ્રશસ્તિ કોતરાઈ ૨છે લી છે. તે રાજાને ચિત્તને આનંદ આપનારી આનંદશ્રી નામની પત્ની છે, જેના મુખરૂપી કમળદ્વારા હંમેશા કલંકી (લંછનવાળા) ચંદ્ર ઉજજવળ મુખશે ભા ધારણ કરી છે.
વિષયસુખ ભોગવતાં તે બંને દંપતીનો કેટલોક સમય પસાર થયા બાદ આનંદશ્રી, સ્વપ્નને વિષે ક૯૫લતા જોઈને જાગી ઊઠી. રાણીએ તે વૃતાંત્ત રાજાને જણાવવાથી, પિતાના નો ને સાર્થક કરતાં (આનંદ પમાડતાં) રાજાએ કહ્યું કે-“તમને સકલ ગુણસંપન્ન પુત્રી થશે. રાણી હર્ષપૂર્વક ગર્ભ ધારણ કરવા લાગી અને ગર્ભના પ્રભાવથી, જેમ ઔષધથી આરોગ્યપ્રાપ્તિ થાય તેમ રાણી રાજાને અતિપ્રિય બની. સમય પરિપકવ થયે છતે જેમ પારિજાત કપલી મનહર સુવાસવાળી મંજરી પ્રગટાવે તેમ રાણીએ સુખપૂર્વક પુત્રીનો જન્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com