________________
જ્ઞાનગભ મંત્રીની સલાહ
[ ૧૬૫ ] આપણા કુમાર સાથે વિગ્રહ કરશે તે હકીકત પણ વ્યર્થ જ છે, કારણ કે તારાઓ અત્યન્ત ઉજજવળ હોવા છતાં સૂર્યની સમક્ષ પ્રકાશિત બની શકતાં નથી. સિંહની સન્મુખ મૃગલાઓનું શું બળ ચાલે? ગરુડની સન્મુખ શું સર્પો હરીફરી શકે? કદાચ ત્રણ જગતના પ્રાણીસમૂહ કુમારની સાથે યુદ્ધ કરે તે પણ કુમાર વિજયી બને, કારણ કે જિનેશ્વર ભગવંત અનંત બળના ધણી છે, તે તે સ્વામિન ! આ સંબંધમાં કાળવિલંબ કરે ઉચિત નથી. પર્વત મહાન્ હોવા છતાં વજની આગળ તણખલા જેવા છે.” - આ પ્રમાણે ચાર પ્રકારની બુદ્ધિના મંદિર સમાન તે જ્ઞાન મંત્રીના આનંદદાયક વચને સાંભળીને નીતિમાન શ્રી વિષ્ણુ રાજા નિર્ણય કરીને હર્ષપૂર્વક ફરીથી સભામાં બિરાજ્યા.
Ø આ સાતમાં સર્ગમાં શ્રીશ્રેયાંસકુમારનો જન્મ, તરુણાવસ્થા, દૃ આ રૂપવર્ણન, શ્રીકાંતાને અનુરાગ અને કાંપિલ્યપુરથી પ્રધાન Sછે. પુરુષનું આગમન-આ હકીક્ત વર્ણવવામાં આવી છે. È
N
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com