________________
[ ૧૬૮ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૮ મો
આપના પ્રતાપથી સંતપ્ત શરીરવાળા બનેલા રાજકુમારો પોતપોતાના આવાસમાં શાન્તિ નહીં પ્રાપ્ત કરતાં ખંભા પર કુહાડા મૂકીને, પોતાની ચિત્તશાંતિને માટે આપને નમસ્કાર કરવાને ઈછતા એવા તેઓને મેં દ્વારે અટકાવ્યા છે. ” ત્યારે પરમાત્માએ કહ્યું કે-“ખંભા પરથી કુહાડા ઊતરાવીને તેઓને પ્રવેશ કરાવ” દ્વારપાલની સૂચનાથી હર્ષિત બનેલા તેઓ કુહાડાને નીચે મૂકીને અંદર દાખલ થયા.
પછી રાજાઓ, સેનાધિપતિઓ અને માંડલિક રાજાઓથી પરિપૂર્ણ એવી શ્રી શ્રેયાંસકુમારની સભામાં તે કુમારે પોતપોતાના કેશસમૂહને છૂટા મૂકીને દાખલ થયા. તેઓએ જણાવ્યું કે-“હે ન થ ! અમારું આ દુરાચરણે પણ અમારા અસ્પૃદયને માટે બન્યું છે, કારણ કે તેથી કલ્પવૃક્ષ સરખા આપના ચરણોમાં અમને દર્શન થયા છે.” પછી પૃથ્વીપીઠ પર મસ્તક નમાવીને દૂરથી જ પરમાત્માને તેઓએ પ્રણામ કર્યા અને મસ્તકે અંજલિ જેડીને વિજ્ઞપ્તિ કરી કે- આપના દશનથી, આજે અમારાથી કરાયેલ અપરાધ પણ લાભકારક બન્યા છે; તે અમારું રાજ્ય તથા જીવિત ઉભય આપને આધીન છે; તે આપને જેમ થોગ્ય લાગે તેમ આપની મરજી માફક તેને ઉપયોગ કરો. આપની મહેરબાનીથી તે અમને ઉભય લેકની લક્ષમી પ્રાપ્ત થઈ છે. હે સ્વામિન્ ! તમે જ અમારા માટે શંકર, બ્રન્ના, વિષ્ણુ, ઈદ્ર, ચંદ્ર, શેષનાગ અને સૂર્ય સરખા છો. તમારા દર્શનરૂપી અમૃતના રસથી અમારા અંગો સિંચાયા છે, જેથી કલ્યાણરૂપી લતાઓ તાત્કાલિક વિકસ્વર બની ગઈ તે ખરેખર આશ્ચર્યભૂત છે.”
આ પ્રમાણે તે અન્ય રાજકુમારે શ્રી શ્રેયાંસકુમારને વિજ્ઞપ્તિ કરી રહ્યા હતા તેવામાં શ્રી શ્રેયાંસકુમારનું આગમન તેમજ બીજા રાજકુમારોને બનેલ વૃત્તાંત જાણીને શ્રીકાંતાના પિતા શ્રી આનંદવર્ધન રાજા, દુકાનોની શેભા કરાવીને સર્વ સૈન્ય સહિત કુમાર પાસે આવી પહોંચ્યા અને ઔચિત્ય જાળવીને આસન પર બેઠેલા કુમારને નખથી શિખ પર્યન્ત નિહાળીને હર્ષ પામેલ તેઓ આદરપૂર્વક બેલ્યા કે–“હે સ્વામિન્ ! આપના દર્શનથી હું મારી જાતને ધન્ય માનું છું. કેઈપણ નિર્ભાગીને ઘરે કલ્પવૃક્ષ ઊગતું નથી. તમારા દર્શાનરૂપી અમૃતના પાનથી આ જન્મમાં પણ હું નિમેષ રહિત (દેવ) બન્યો છું. કલ્યાણ સ્વરૂપ એવા તમારા સંસર્ગથી હું કલ્યાણનું પાત્ર બન્યો છું. આપના આગમનથી મારા હૃદયરૂપી ક્યારામાં ઊગેલ, સુવાસિત, પત્રવાળે, અને પુષ્પ યુક્ત બનેલ આશારૂપી આ ફલવાળો બન્યો છે.” તે સમયે ઢક્કા (ભેરી ) વગાડવામાં આવી અને તેના વિનિથી રત્નગર્ભા નદી અગાધ હોવા છતાં બે પ્રવાહમાં વહેંચાઈ ગઈ. તે સમયે રાજકુમારેથી ત્રણ ભુવનના સ્વામી શ્રી શ્રેયાંસકુમાર ચાલવા એટલે કદી રત્નોને નહીં જોનારા લેકે રત્નને ગ્રહણ કરવા લાગ્યા, જેથી પણ તે નદીનું નામ સાર્થક બન્યું.
શ્રી શ્રેયાંસકુમાર નગરની નજીક આવ્યા ત્યારે સૂઢને ઉછાળતે તેમજ ગજેના કરતે પટહસ્તી સન્મુખ આવ્યું એટલે પરમાત્માએ તેને શાન્ત કર્યો. પછી પરમાત્મા શ્રી શ્રેયાંસકમાર જ્યારે અશોક વનના મધ્ય ભાગમાં આવ્યા ત્યારે યક્ષે મનુષ્યની માફક બે હાથ જોડીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com