________________
આઠમે સર્ગ
શ્રી વિષ્ણુ રાજાના ફરમાવવાથી શ્રી શ્રેયાંસકુમારે કાંપિલ્યપુર પ્રતિ પ્રયાણ કર્યું ત્યારે આકાશપટમાં દેવદુભી વાગવા લાગી. સમસ્ત નાગરિક લોકો “ જય જય ” શબ્દ ઉચ્ચારવા લાગ્યા ત્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓએ કુમારને માંગલિક કર્યું. ઢક્કાના મહાનાદથી પૃથ્વીને ક્ષોભ પમાડતા, હસ્તી, અશ્વ, રથ, પાયદળ, મંત્રી અને સામત વર્ગથી સંયુત, વેત હસ્તિ પર બિરાજેલા, છત્રને ધારણ કરનાર, ચાર પ્રકારના વાજિંત્રોને વગડાવતા, સ્તુતિપાઠકેથી પ્રશંસા કરાતા, હનીઓના ગજરવથો, અવની હણહણાટીથી અને રથના ચિત્કાર ઇવનિથી આકાશને ભરી દેતા, હાથને ઉછાળતા અને ધ્વનિ કરતાં લોકોના ઘર્ષણની જેમ ઊંચી ધજારૂપી હસ્તવાળા, ઘુઘરીઓના અવાજવાળા ચાલતાં રથેથી યુક્ત, રાહુથી આક્રમણ કરાયેલ ચંદ્રની માફક હતમાં તરવાર તેમજ ઢાલને ધારણ કરનાર અગણિત પાયદળ સૈનિકોથી પરિ. વરેલ, કુમારિકાઓથી દેહધારી કામદેવસ્વરૂપે અને વૃદ્ધ સ્ત્રીઓથી દેહધારી દેવ-આ પ્રમાણે વિધવિધ ભાવે નીરખાતા, કમરવડે અત્યંત સત્કાર કરેલા ને સંતુષ્ટ બનેલા તે પ્રધાનપુરુષોની સાથે શ્રી શ્રેયાંસકુમાર ચાલી નીકળ્યા.
જેટલામાં ત્રિભુવનપતિ શ્રી શ્રેયાંસકુમારે પ્રથમ પડાવ નાખે તેવામાં સૌધર્મ કે પિતાના માતલી નામના સારથી સાથે પિતાને રથ મેક. માતલીએ પ્રણામ કરી જણાવ્યું કે-“હે સ્વામિન ! દૂત સરખા દે દ્વારા જાણીને ઇંદ્ર આપને માટે આ શ્રેષ્ઠ રથ મોકલેલ છે, તે હે ત્રણ જગતના સ્વામી ! ત્રણ ભુવનમાં શ્રેષ્ઠ આ રથ ઉપર આરોહણ કરીને ઇમહારાજના મનોરથ પૂરું કર.” બાદ ઇંદ્રના રથ પર આરૂઢ થયેલા અને આકાશમાર્ગે ચાલતાં શ્રી શ્રેયાંસકુમાર વિદ્યાધરો અને સિદ્ધપુરુષો દ્વારા પગલે-પગલે પ્રાર્થના કરવા લાગ્યા, સયની માફક પ્રવીપીઠના લોકોથી સમાન કરાતા શ્રી શ્રેયાંસકુમાર અનુક્રમે રત્નગર્ભા નદીના કિનારે આવી પહોંચ્યા. ચારે બાજુ તે નદીને કિનારો બીજા આવેલા રાજકુમારોથી અવરાયેલો (કાયેલો) હતું, એટલે તે નદીએ શ્રી શ્રેયાંસકુમારને અવાસ આપવા માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com