________________
[ ૧૬૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સ` ૭ મેા.
પ્રધાનપુરુષ કાંપિલ્યપુરમાં એક સાથે જ આવી પહેાંચ્યા.
બુદ્ધિશાળી આન ંદવર્ધન રાજાએ તે પ્રધાન પુરુષોને જણાવ્યું કે જે કુમાર સાત કારણેાતે સાચા કરી બતાવશે તેને હું મારી પુત્રી આપીશ, તેા તમે જઇને તમારા રાજાઓને આ હકીકત જાહેર કરો. ’’ તે પ્રધાન પુરુષોએ જઇને પોતપાતાના સ્વામીને તે હકીકત જણાવવાથી રાજાઓએ પેાતાના કુમારેાને રવાના કર્યો એટલે તે સવ કુમારે પાતપેાતાના સૈન્ય સહિત રત્નગર્ભા નદીના કિનારે આવી પહોંચ્યા છે. તે પૈકીના કેટલાક કુમારા નદીમાં માર્ગ મેળવવાને માટે નીકિનારે શુદ્ધભૂમિમાં લાંખા થઇને સૂતા છે-(આતાપના લે છે ), કેટલાક પૂજા કરે છે, .કેટલાકે માનતા કરી છે, કેટલાક નદીને પ્રણામ કરી રહ્યા છે, કેટલાક સ્તુતિ કરી રહ્યા છે અને કેટલાક ઉપવાસી મનીને રહ્યા છે, છતાં નદીએ પાતાના પ્રવાહ અધિક રીતે વહેત રાખ્યા છે.
આ સમયે અમે કાંપિલ્યપુરથી નીકળ્યા અને માર્ગમાં અમેને કેટલાક કુમારા સૈન્ય સાથે મળ્યા. હે સ્વામિન્ ! આપ પ્રસન્ન થાઓ ! જો કુમારામાં શ્રેષ્ઠ શ્રેયાંસકુમાર કાંપિલ્યપુર આવે તે અમારા રાજાની ઇચ્છા પૂર્ણ થાય. અમે અમારી સાથે શ્રીકાંતાની છબી લાવ્યા નથી તેનું કારણ એ છે કે-કાઇ પણ તેનું વાસ્તવિક સ્વરૂપ આળેખવાને શક્તિમાન નથી.”
આવા પ્રકારનું વૃત્તાંત સાંભળીને શ્રી વિષ્ણુરાજા સમસ્ત સભા સાથે અત્યંત આશ્ચય પામ્યા, ખાદ તે પ્રધાનાનું ઉચિત સન્માન કરીને શ્રી વિષ્ણુરાજા મંત્રણાગૃહમાં જઇને મંત્રીએ સાથે વિચારણા કરવા લાગ્યા કે- આ સાત પ્રકારના કાર્યો પૂર્ણ કરવા અત્યંત મુશ્કેલ છે, જો તે પૂર્ણ ન કરી શકાય તે આપણી અત્યંત લઘુતા થાય. જાતિષીએ જણાવ્યુ છે કેશ્રીકાંતા ચક્રવર્તીની પત્ની થશે અને આપણા કુમાર તે તીર્થંકર થવાના છે તો પછી આ કાર્યાં કેમ સિદ્ધ થશે ? કદાચ તે કારણેાની પૂર્તિ કરવામાં આવે તે પણ શ્રીકાંતાના પાણિગ્રહણમાં સંશય રહેલા છે, કારણ કે એમ સભળાય છે કે-સમસ્ત રાજાએના કુમારે ત્યાં આવેલા છે તેએ શ્રેયાંસકુમારની સાથે વિગ્રહ કરે તે તે કન્યા આપણા નગરમાં લાવી શકાય નહીં. વળી જેમ સમુદ્રમાંથી નીકળેલ અમૃતને રાહુ વિગેરે દાનવાએ ગ્રહણ કયુ" તેમ માર્ગમાં રહેલા રાજકુમારે અત્રે આવતી શ્રીકાંતાને કદાચ હરી પણ જાય,’” ત્યારે જ્ઞાનગ નામના શ્રેષ્ઠ મંત્રીએ વિષ્ણુ રાજાને કહ્યું કે“ હે રાજન્ ! દરેક કારણેાની પૂત સંબંધમાં આપ લેશ માત્ર શંકા ન કરે!. કલ્પવૃક્ષ સરખા આ કુમારના પ્રભાવથી અન્ય વ્યક્તિના પણ કાર્યો સિદ્ધ થાય છે તો તેના પેાતાના કાર્યાંની સિદ્ધિ કેમ ન થાય ? કુમારના પૂર્વ પુણ્યાદયને લીધે જ આવા પ્રકારની સૌંદર્યશાલી તેમજ ઉત્તમ કન્યા નિર્માણ કરાયેલ છે, નહીંતા તેણીનુ આવુ અદ્ભુત રૂપ કેમ હોઇ શકે ?
‘નૈમિત્તિકે જણાવેલ ચક્રવતી આપણા કુમાર જ છે. બીજા કેાઇની શકા ન લાવે, કારણ કે આ કુમાર ત્રણ જગતને વિષે ધર્માં-ચક્રવર્તી (ધર્મ-પ્રરૂપનાર) બનશે: બીજા કુમારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com