________________
[ ૧૬૨ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૭ મે ઉચિત આસન પર હું બેઠે. મારા પ્રત્યે પ્રસન્ન દષ્ટિથી તેમણે નિહાળીને અમૃત સરખી મિષ્ટ વાણીથી મારા કુશળ સમાચાર પૂછયા.
ત્રણ જ્ઞાનને કારણે પરમાત્મા સર્વ હકીકત જાણતા હોવા છતાં મને બોલાવવા માટે પૂછયું કે-“રસ્તામાં કેટલા દિવસ વ્યતીત થયા ? ” “ ત્રીશ દિવસ” એ પ્રમાણે મેં જવાબ આવ્યો ત્યારે પરમાત્માએ મને કહ્યું કે- તમે ખરેખર દુષ્કર કાર્ય કર્યું છે. અથવા તે ભક્તિને શું દુષ્કર હોઈ શકે?”—આ પ્રમાણે કહીને પરમાત્માએ મને મુકુટ સિવાયનાં અંગ પર રહેલાં સર્વ આભૂષણે તેમજ પિતાના રાજ્ય કરતાં પણ વિશાળ કંકણપુરનું રાજ્ય આપ્યું. કંકણપુરના રાજ્યની પ્રાપ્તિ થવા છતાં પણ શ્રી શ્રેયાંસકુમારના વિયેગને સહવાને અસમર્થ એ હું કારણ દર્શાવીને તેમની ઉપાસના નિમિત્તે પાંચ દિવસ સિંહપુરમાં રોકાયે.
શીકુમાર શ્રેષ્ઠીપુત્રને ઉપકાર યાદ કરીને મેં તેને માર મંત્રી બનાવ્યા. બીજા અનેક રાજપુત્રો શ્રેયાંસકુમારની સેવામાં તત્પર હોવા છતાં હું તેમની કૃપાનું વિશેષ પાત્ર બન્યા. પછી તેમની આજ્ઞાથી સમસ્ત જનતાને આશ્ચર્ય પમાડનારી એવી રાજલક્ષમીને જોવાને માટે હું શ્રી કંકણપુર ગયો. ત્યાં ગયા બાદ મેં શ્રીકાંતાના અસાધારણ રૂપ સંબંધી પ્રખ્યાતિ સાંભળી, જેથી ઉત્કંઠાને કારણે કૌતુકવશ બનીને હું અહીં આવ્યો છું. આ કુંડલિયુગલ અન્ય
વ્યક્તિના કર્ણમાં આવી શકતું નથી તેમજ અન્યના કર્ણો તે કુંડલયુગલના ભારને સહન કર વાને શક્તિમાન થતા નથી. ખરેખર આ શ્રીકાંતાને એગ્ય જ આ કુંડલયુગલ શપી એ ઘડવા જણાય છે. “અતિ કીમતી વસ્તુઓને યોગ્ય મહાન વ્યક્તિઓ જ હોય છે."
આ પ્રમાણે કહીને જયસિંહકુમાર પોતાના આવાસે ગયે ત્યારે કામદેવે પોતાને વિષમ તીકણું બાણથી શ્રીકાંતાના હૃદયને વીંધી નાખ્યું. તેણીને વારંવાર બગાસાં ખાતી જોઇને માતાએ તેના ઉષ્ણુ શરીરને સ્પર્શ કરીને પૂછ્યું કે-“પુત્રી ! તને કઈ પીડા થઈ રહી છે? હું માનું છું કે-આ કુંડલયુગલને પહેરવાથી તારી શોભા વધવાને કારણે તારા પર કોઈની નજર પડી જણાય છે; તે તું હવે તારા આવાસે જઈને પલંગમાં સૂઈ જા, જેથી તારી સખીઓ દષ્ટિદેષને દૂર કરનાર માંગલિક કાર્યો કરે.” પલંગ નજીક હોવા છતાં અત્યંત ઉoણ નિઃશ્વાસને મૂકતી તેણી મહામુશ્કેલી એ પલંગ પર પહોંચી, અત્યંત દુઃખી એવા સખીવગે ધૂપ વિગેરે કર્યો છd, ગાઢ નિદ્રાવાળી વ્યક્તિની માફક બંધ નેત્રકમળવાળી અને ફક્ત શ્રેયાંસકુમારનું જ ધ્યાન ધરતી તેમજ સખીવર્ગ સાથે સંભાષણ નડી કરતી તેમજ અમૃત સરખી મિષ્ટ વાણીથી વારંવાર આદરપૂર્વક બેલાવા છતાં તેઓની સાથે વાર્તાલાપ નહીં કરતી મૌન ધારણ કરીને રહી.
પછી દેવને ઉપાલંભ દેતા સખસમૂહના ફક્ત આશ્વાસનને માટે શ્રીકાંતા શ્રેયાંસકુમારના ઉચ્ચારણપૂર્વક માત્ર “હું” કારે દેતી હતી. બાદ બુદ્ધિદ્વારા શ્રીકાંતાને કામ વિહ્વળ જાણીને ચતુર સખીવ ઈંગિત ચેષ્ટાદ્વારા બેલાવી. “હે સખી ! તેં ઉચિત સ્થાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com