________________
'
જયસિંહકુમારને થયેલ શ્રી શ્રેયાંસકુમારને સમાગમ. [ ૧૬૧ ] નમસ્કાર કર્યો. પછી બે હાથ જોડીને તેણે મને વિજ્ઞપ્તિ કરી કે- “મહેરબાની કરીને આપ આ અશ્વ પર સ્વારી કરો.” એટલે મેં તે અશ્વ પર સ્વારી કરી. મેં વિચાર્યું કે-આ ઉત્તમ શુકન થયા છે અને મારો અદ્દભુત અભ્યદય થવાનો જણાય છે. શ્રી શ્રેયાંસનાથ પરમાત્માની ભકિતરૂપી કલમેલડી મહાફળદાયક છે. હું માનું છું કે ભવિષ્યમાં ફળદાયક બનનારી તે કલપલતાનું આ પુ ત્પત્તિરૂપ કાર્ય થયું છે. ( આ પ્રમાણે હું વિચાર કરી રહ્યો હતો તેવામાં તે યુવક મને પિતાને આવાસે લઈ ગયો અને નાન, ભેજન તથા વસ્ત્રાદિકથી મારું સન્માન કર્યું. બાદ તેણે મને જણાવ્યું કે
મારી આ સમસ્ત લક્ષમી આપની છે અને હું પણ આપનો સેવક છું. આપ સ્વામી છે.” એમ કહીને તેણે મને અત્યંત ખુશી કર્યો. બાદ મેં તેના પ્રત્યે અત્યન્ત પ્રસન્ન દષ્ટિથી નિહાળ્યું, તેમજ તેના અત્યંત આદરભાવને કારણે હું કાંઈ પણ બોલી શકે નહીં.
પછી તેણે મને પૂછયું કે-“ફત ખ ધારણ કરીને કુંડિનપુરનગરથી તમે શા માટે આવ્યા છે? તેનું કારણ મને જણાવો.” પછી મેં કહ્યું કે-“તમે મને કઈ રીતે ઓળખ્યો?” તેણે જણાવ્યું કે-“ શ્રી કુમાર કુડિનપુરનો જ રહેવાસી છું અને દ્રપાર્જન માટે અહીં આવ્યો હતો. શ્રી શ્રેયાંસકુમારના શ્રેષ્ઠ સદ્ભાવથી મેં ઈચ્છા કરતાં પણ અધિક દ્રવ્યપ્રાપ્તિ કરી છે. વળી હું શ્રી શ્રેયાંસકુમારની કૃપાનું પાત્ર બન્યો છું અને તેમનો વિરહ સહવાને અસમર્થ બનેલ હું કંડિનપુર જઈ શકતો નથી. ખરેખર પુણ્યને કારણે આજે મને આપનું દર્શન થયું છે. કુમારને જોવાની જે આપને ઈચ્છા થઈ છે તે ખરેખર ઉત્તમ છે. હું કુમારને તમારું આગમન જણાવું છું” એમ કહીને શ્રીકુમાર શ્રી શ્રેયાંસકુમાર પાસે ગયે અને મારા આગમન સંબંધી હકીકત જણાવી.
બાદ શ્રીકુમારની સાથે શ્રેયાંસકુમારના દર્શનાર્થે રાજમહેલમાં હું ગયો. પિતાની કાંતિથી સૂર્યને પણ ઝાંખા પાડતા સિંહદ્વારને મેં જોયું. તે કુમારની અધશાળા તેમજ ગજશાળા રત્ન તેમજ સુવર્ણની બનાવેલી હતી. અને તેની આગળ અન્ય રાજાઓની લહમી કાંઈ પણ ગણત્રીમાં નહોતી. આ પ્રકારની તેમની સમૃદ્ધિ જોઈને આશ્ચર્ય યુક્ત ચિત્તવાળા મેં મારી જાતને હર્ષ પૂર્વક સ્વર્ગભૂમિમાં રહેલી જાણી. અંદર પ્રવેશ કરતાં તેમજ બહાર નીકળતાં દેવસમૂહવાળી, અસંખ્ય રાજાઓ, સામો તથા મંત્રીવર્ગથી ભૂષિત, દેવાંગનાઓ તથા વારાંગનાઓથી વગાડાતી શંખધ્વનિવાળી, ક્રીડાપૂર્વક ઉછાળાતા મનહર અત્તરેથી સુશોભિત, બત્રીશ પ્રકારના ભજવાતા નાટકવાળી, ઊંચા હાથ કરીને સ્તુતિપાઠકથી કરાતી સ્તુતિઓદ્વારા દિશાઓને ધ્વનિત કરતી રાજસભામાં, પ્રતિહારી દ્વારા નિવેદન કરાવીને મેં પ્રવેશ કર્યો અને રત્નજડિત સિંહાસન પર બેઠેલા શ્રી શ્રેયાંસકુમારને મેં જોયા. ઈદ્ર સરખા તેમને જોઈને મારું શરીર અમૃતથી જાણે સિંચાયું હોય તેવું બન્યું. તેમને નમસ્કાર કરીને અપાયેલા ૨૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com