________________
[ ૧૬૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૭ મે મને પણ આ રત્ન વગર અને ત્યાંથી પ્રાપ્ત થયા છે. તે સ્વામિન્ ! તે નગરમાં પૂર્ણ મનેરવિ ળ હું કેટલોક સમય રહ્યો અને હમેશાં શ્રી શ્રેયાંસના નવા નવા ઉત્સવ જોયાં. હું આપને કેટલા આશ્ચર્યો કહું? હજાર જીભવાળો શેષનાગ પણ તે વર્ણવવાને શક્તિમાન ના બને. વળી હે નાથ ! તે કુમારના અદ્દભૂત રૂપનું શું વર્ણન કરું ? તે રૂપને જોતાં માણસના ભૂખ, તૃષા અને દુઃખ નાશ પામી જાય છે.” - પિતાએ પશુ આમ્રકુમારને જણાવ્યું કે-“આ હકીકત મેં પહેલાં પણ સાંભળી હતી, પરંતુ અત્યારે તમારા વચનથી વિશેષ ખાત્રી થઈ છે. આ કુમાર સામાન્ય મનુષ્ય માત્ર હોય તેમ જણાતું નથી. આવા પ્રકારનાં પ્રભાવથી તો તત્વ (રહસ્ય) કંઈ જુદું જ જણાય છે. પૃથ્વીર પીઠ પર વિષ્ણુ રાજાને મહિમા અદ્દભુત જણાય છે, જેની નગરીમાં ચૌટે ચૌટે આવા રસ્તે પડેલા છે. લક્ષમીસંપન્ન રાજાઓના ભંડારોમાં જે રત્ન નથી તેવા રત્ન આ નગરીમાં છે. તેથી તે વિષ્ણુ રાજાનું પુણ્ય અત્યંત જણાય છે.” ( આ પ્રમાણે શ્રેયાંસકુમારના લોકોત્તર ચરિત્રને સાંભળતાં મને ઈષ્ટજનની માફક તે કુમારને જોવાની અત્યંત ઉત્કંઠા થઈ. પછી અત્યંત ઊત્સુકપણાને લીધે પિતાજીને વિજ્ઞપ્તિ કરી કે–“જે આ૫ ફરમાવો તે હું સિંહપુર નગરે જાઉં, શ્રેયાંસકુમારને દર્શનરૂપી રામૃતરસથી મારા બંને નેત્રોને તૃપ્ત કરું. અને સાથે સાથે મારા જન્મ તથા જીવિતનું વિપુલ ફળ પ્રાપ્ત કરું.” પિતાએ જણાવ્યું કે “ગુણીજનેને વિષે તારો પ્રેમ ઉચિત છે, પરંતુ સિંહપુર ઘણું દૂર છે. વળી માર્ગમાં અનેક દુશ્મનો રહેલા છે. હે પુત્ર ! તારે ત્યાં જવા સંબંધી વાત પણ કરવી નહીં,” એટલે પત્થર પર ફેંકાએલ માછલાની માફક મને લેશ માત્ર ચેન પડયું નહીં.
બાદ શ્રેયાંસકુમાર પાસે જવા માટે હું ઘણા ઘણા ઉપાયો કરી રહ્યો હતો અને તેમાં જ લયલીન ચિત્તવાળો હું સરસ કે વિરસ પદાર્થોને પણ જાણી શકે ન હતું. વધારે શું કહું? શ્રી શ્રેયાંસ પ્રતિ મને જેવો અસાધારણ પ્રેમ પ્રગટે છે તે પ્રેમ માતા, પિતા, બંધુ કે અન્ય કંઈ વ્યક્તિ પ્રત્યે પણ નથી.
પછી માતા-પિતાને જણાવ્યા વિના જ માત્ર ખગ ધારણ કરીને મધ્યરાત્રિએ હું અશેકવનમાં ગયો. મારા જમણા હાથના પંદનથી બેવડો ઉત્સાહિત બનેલ હું શ્રી શ્રેયાંસકુમારના બને ચરણોનું ધ્યાન કરતાં કરતે નગરની બહાર ચાલ્યો ગયો. હર્ષ પામેલે હું અખંડ પ્રયા દ્વારા ચાલો, પરન્તુ શ્રી શ્રેયાંસકુમારના પ્રભાવના કારણે મને માર્ગ–પરિશ્રમ જણાય નહીં. ફક્ત શ્રી શ્રેયાંસકુમારના નામરૂપી મંત્રના પ્રભાવને કારણે વિકટ અટવીને વિષે મને શિકારી પશુઓ દ્વારા થતી આપત્તિઓ કેંઈ પણ સ્થળે નડી નહીં.
* કાલક્રમે માર્ગ પૂર્ણ કરીને હું જોવામાં સિંહપુર નગરમાં પ્રવેશ્યો તેવામાં પરિવાર યુક્ત અને હર્ષિત બનેલા કોઈએક યુવાન પુરુષે અશ્વથી નીચે ઊતરીને આશ્ચર્ય યુક્ત મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com