________________
*
.
.
શ્રીકાંતાને શ્રી શ્રેયાંસકુમાર પર
પ્રગટેલ સ્નેહ
[ ૧૬૩]
પ્રીતિ કરી હોવાથી તું ખરેખર ધન્યવાદને પાત્ર છે. શું કમળ સિવાય લક્ષમી અન્ય સ્થાનને કદી સ્વીકાર કરે ? કપલતા અને કલ્પવૃક્ષને સંગ કોણ ન ઇચછે? ચંદ્ર અને ચંદ્રિકાના યેગને કણ નથી વખાણતું? તું ધીરજ ધારણ કરીને થોડો સમય વ્યતીત કર. હે સ્વામિની! માફ કરો. તમારા સર્વ મનોરથો સફળ થાય.” આ પ્રમાણે વ્યવહારકુશળ સખીવગે, ઉષ્ણુ નિઃશ્વાસ મૂકતાં મુખકમળવાળી તેણીને કેમળ વાણીથી આશ્વાસન આપ્યું, પરંતુ અંતઃપુરમાં કે બહારના ભાગમાં, જનસમૂહમાં કે એકાંતમાં, આસન પર કે શય્યા પર, વનમાં કે મહેલમાં, રાત્રિએ કે દિવસે અત્યંત સંતપ્ત બનેલી શ્રીકાંતા, કુલની મર્યાદાને ત્યાગ નહીં કરતી, જાણે કામદેવથી છુપાવાઈ હોય તેમ રતિ(હ)ને કોઈ પણ સ્થળે પ્રાપ્ત કરી શકી નહીં. ફક્ત તેણી તે કુંડલયુગલને જેતી, પૂજતી, પ્રણામ કરતી તેમજ તેના પર કોતરેલા “શ્રેયાંસ”. ના નામને મંત્રની માફક મરતી હતી.
શ્રીકાંતાના સખીવર્ગ ઉતાવળે-ઉતાવળે જઈને તેણીની માતા આનંદશ્રીને સમસ્ત બીના જણાવી કે “વિશ્વમાં મુકુટ સમાન શ્રી શ્રેયાંસકુમાર પ્રત્યે શ્રીકાંતા અનુરાગિણું બનેલી છે” જે સાંભળીને તેણી સંતોષ પામી. વળી તેણીએ વિચાર્યું કે-“પૂર્વે મેં પણ આ સંબંધમાં વિચારણા કરી હતી. ચંદ્રકલા શંકર સિવાય કે ના આભૂષણરૂપ બને? જે દૈવ અનુકૂળ હશે તો સર્વ વસ્તુ કલ્યાણકારી બનશે. મારા મનની ઈચ્છાનુરૂપ આ સર્વ બની રહ્યું છે. ” પછી આનંદશ્રીએ સખીવર્ગને કહ્યું કે-“શ્રીકાંતાને મનોરથ ઉચિત છે, તો તમે જઈને તે હકીકત તેને જણાવો.” ત્યારે હર્ષ પામેલી સખીઓએ તે વૃત્તાંત શ્રીકાંતાને જણાવ્યું.
સખીઓથી કહેવાયેલ અને દ્રાક્ષથી પણ અધિક મીડી માતાની વાણીથી શ્રીકાંતાને હદય-સન્તાપ કંઈક ઓછો થયો. ચંદ્ર, સુખડ અને મુક્તાહાર તેણીને શીતળતા આપનાર બન્યા નહીં તેમજ તેણી પુષ્પ સુંઘતી નથી અને સંગીત સાંભળતી નથી. નીલકમળનો ત્યાગ કરેલી તેણી પિતાનું મુખ દર્પણમાં જેતી નથી તેમજ કોકિલને ટહુકાર સાંભળવાને નહીં ઈચ્છતી તેણી સ્વયં મૂક જેવી બની ગઈ. પુષ્પધન્વા કામદેવનું સ્મરણ કરતી તેણી પારેવાના બચ્ચાની માફક પોતાના નખો દ્વારા પુપની પાંખડીઓ તોડી નાખવા લાગી. કામદેવ પ્રત્યે અત્યંત કેલા બનવા છતાં પણ કામદેવ કરતાં અધિક સૌન્દર્યશાલી કુમાર પ્રત્યે પ્રેમ-સ્નેહ દર્શાવવા લાગી, તે ખરેખર અત્યંત આશ્ચર્યકારક છે.
જીની રક્ષા માટે શ્રેયાંસનાથના નામરૂપી મંત્રાક્ષરોને વારંવાર યાદ કરતી, બાહ્ય ચેષ્ટાઓને રોકતી તેમજ કુમાર પ્રત્યે લયલીન ચિત્તવાળી શ્રીકાંતા ગિનીની માફક સમય વીતાવવા લાગી. શ્રીકાંતાના દુઃખથી સમસ્ત પરિવાર યુક્ત દુઃખી બનેલ રાજા જેવા માં આપને ? વિણ રાજાને) કંઈક વિજ્ઞપ્તિ કરવાને ઈચ્છે છે તેવામાં તે શ્રીકાંતાના અસાધારણ સૌદર્યને સાંભળીને, પિતતાના કુમારે માટે અન્ય રાજાઓએ શ્રીકાંતાના હસ્તની માગણી કરવા માટે જાણે એકી સાથે જ રવાના કરેલ હોય તેમ સર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com