________________
*
શ્રી ઝોયાંસકુમારની સકલ કલ!--પારંગતતા
[ ૧૫૫ ]
છે. વૈમાનિક દેવેાના દશ ઇંદ્રના લલાટ પ્રદેશ પર શે।ભતા સુંદર તિલક સમાન પરમાત્માના ખ'ને ચરણામાં રહેલા પદ્મરાગ મણિની કાંતિ સરખા નખા શેલી રહ્યા છે. જાણે મેરુપ તનુ ચાલતું શિખર હોય તેમ સુવણૅ વી પરમાત્માને દ્વેષ એંશી ધનુષ્યની ઊંચાઇવાળા હતા. એક હજાર ને આઠ લક્ષણેાથી સુોભિત કલાથી સ્વયં' આલિંગન અપાયેલ, ત્રણ જ્ઞાનને કારણે નિર્માંળ બુદ્ધિવાળા, વાણીથી અમૃતને વર્ષાવનારા જીવચનરૂપી મૌક્તિકા તથા મણિએના સાગર સમાન પરમાત્માએ જન્મ લેવાની સાથે જ શાસ્ત્રજ્ઞાનને વિષે કેને આશ્ચય ન પમાડયું ? યુવાવસ્થા, સૌન્દર્યાં, સૌભાગ્ય, ભાગ્ય, લક્ષ્મી, ગુણુ અને કીર્તિરૂપી આભૂષણેા પરમાત્માને પ્રાપ્ત થયા હતા, જેથી પરમાત્માની કીર્તિએ ત્રણ જગતને વિભૂષિત મનાયું. સરખી ઉમ્મરવાળા રાજપુત્રાની સાથે અશ્વારેાહણુ તથા ગજારેાહણ તેમજ નાટકાદિ વિનેાદ-કીડામાં બુદ્ધના ભંડાર સરખા પરમાત્માનો સમય પસાર થવા લાગ્યા.
એવું કોઈ શાસ્ત્ર, કલા કે વિજ્ઞાન, અથવા પૂર્વ પક્ષ કે ઉત્તરપક્ષ નહેાતા જેમાં પરમાત્માશ્રી શ્રેયાંસનાથની પ્રવીણતા ન જણાય. ત્રણ જગતને વિષે ધ'ને માટે ધાર્મિક જનેાથી, દાનને માટે યાચક સમૂહથી અને સૌભાગ્યને કારણે ઔવગથી ફક્ત એક શ્રી શ્રેયાંસનાથ પરમાત્મા જ યાદ કરાતા હતા. જે જે સ્થળે પ્રભુ વિચરતા હતા તે સ્થળે, ગુણથી આકર્ષાયેલ સમસ્ત જનતા નાચેલ બળદની માફ્ક પાછળ પાછળ ચાલી નીકળતી. દરેક પ્રસંગે મનુષ્ય, કિન્નર, દેવ, દાનવ અને વિદ્યાધર સમૂહથી ફક્ત શ્રી શ્રેયાંસનાથ પરમાત્મા જ સ્તવાતા હતા. સુવર્ણ ના બનાવેલ, રત્નથી જડિત અને લક્ષ્મીથી ભ પૂર રાજમહેલમાં રહેલા પરમાત્માના દિવસે ક્રીડામાત્રમાં પસાર થવા લાગ્યા.
કોઇએક દિવસે મ`ત્રીસમૂહ, સામંત તથા માંડલિક રાજાએથી શોભિત અને સીમાડાના રાજુએથી અનેક પ્રકારનાં ભેટણાંએ થતા હતા તેવી રાજસભાને વિષ્ણુ રજવી શાભાવી રહ્યા હતા ત્યારે પ્રતીહારીએ આવીને, પ્રણામ કરીને, વિષ્ણુ રાજાને વિજ્ઞપ્તિ કરી કે-‘ રાજન્ કોઈએક સમૃદ્ધિશાલી રાજાના મત્રીએ રાજદ્વારે આવીને ઊભા છે.’’ તે સમયે જેના જમણેા હરત ફરઠો છે તેવા વિષ્ણુ રાજાએ તેને જણાવ્યું કે “ અત્યંત વિનયપુરસર તેને જલ્દી પ્રવેશ કરાવ.’' એટલે પ્રતિહારીએ પ્રણામ કરીને તેઓને પ્રવેશ કરાવ્યા ત્યારે નમસ્કાર કરીને તેએ રાજાએ બતાવેલા આસનો પર બેઠા. જેવામાં અનુપમ તે સભાની શૈાભાને જોઇને આશ્ચય ને કારણે તેઓ વિકસિત નેત્રવાળા થયા તેવામાં સુન્દર વસ્ત્રાભૂષણુવાળા, સ્તુતિપાકાથી સ્તુતિ કરાતા, ઉતાવળે ઉતાવળે રાજસેવાથી મા અપાતા, જયધ્વનિ કરતા સેવકવ થી અનુસરાતા શ્રી શ્રેયાંસકુમાર પોતાના વિશાળ પરિવારની સાથે રાજસભામાં આવી પહેાં!; ત્યારે સમસ્ત સભાએ ઊભા થઇને તેમના સત્કાર કર્યાં.
બાદ પિતા વિષ્ણુ રાજાને નમસ્કાર કરીને કુમાર, જેમ સૂર્ય ઉદયાચલ પર આરૂઢ થાય તેમ રત્નસિંહાસન પર બેઠા. સભાજનાએ મસ્તક નમાવીને આદરભાવપૂર્ણાંક કુમારને નમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com