________________
[ ૧૫૪ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૭ મે. કરાવવું, કીડા કરાવવી તેમજ ખોળામાં બેસારવા ઈત્યાદિ ક્રિયા દ્વારા પગલે પગલે હજારો મંગલ શબ્દોથી વધાવાતા, તેમના સરખી ઉમ્મરવાળા સેવકૈવડે વારંવાર સેવા કરતા, અગણિત પુણ્યને કારણે અત્યન્ત સૌંદર્ય વાળા શ્રી જિનેશ્વર ભગવંત ચંદ્રની માફક લોકોના લેચનને હર્ષ પમાડવા લાગ્યા.
અસાધારણ દેહ-સૌન્દર્યને કારણે દરેકના હૃદયને કરી લેનાર કુમાર અનુક્રમે યુવાવસ્થા પામ્યા. ત્રણ જગતનો જય કરનાર પરમાત્માના દેહના મસ્તક પર, નીલરનથી વિભૂષિત છત્રની માફક, ભ્રમર અને કાજળ સરખો શ્યામ કેશપાશ જણાતો હતો. નીલકુમુદ સરખા બે નેત્ર પ્રત્યેના સનેહને કારણે જાણે આવેલ હોય તે અષ્ટમીના ચંદ્ર સરખો પ્રભુનો લલાટ પ્રદેશ ઉજજવળ કાંતિનું મંદિર હોય તેમ શોભતો હતો. બંને ખભા પર ઉભય લેકની, લક્ષ્મીને પહેરવાના જાણે સુંદર ઉત્તરાસન હેય તેમ બંને ખભા પર રહેલા પ્રભુના કણે શોભતા હતા. સ્વર્ગ તેમજ મોક્ષના દ્વારને ઉઘાડવાને માટે બે કુંચી સરખી પરમાત્માની ભકૂટીરૂપી બે શ્યામ તેમજ વક એવી ભૂલતાઓ દીપી રહી છે. જગતને નેત્ર સમાન તથા રક્ષણ કરનારે પરમાત્માના સુંદર પાંપણવાળા બે નેત્રો જોઈને નીલકમલેએ ખેદને કારણે જ જળમાં ઝંપાપાત કર્યો જણાય છે. પરમાત્માના ઉચ્ચ અને સરલ મનની જાણે સ્પર્ધાના કારણે જ હો તેમ તેમની નાસિકા ઊંચી અને સરલ જણાતી હતી. પરમાત્માના મુખ રૂપી સરોવરમાં રહેલ પુષ્કળ કાંતિરૂપી જળ ધારણ કરવામાં સમર્થ એવી ઊંચી કપલરૂપી બે પાળ ચારે બાજુ થી શોભી રહેલ છે. મરુભૂમિના માર્ગની માફક પરમાત્માનો અધરોષ્ઠ પરવાળાની જે રક્તવર્ણો શોભી રહ્યો છે કે જે સ્ત્રીઓની પિપાસાને વધારી રહેલ છે તે ઉચિત જ છે. સૌંદર્યના સાગર સ૨ખા તેમજ સુંદર વચને અને યુક્તિઓથી શોભતા મુખને વિષે સિનગ્ધ કાંતિવાળા ડોલરના પુષ્પ તથા ચંદ્રની માફક ઉજજવળ દંતપંકિત શેભે છે. ત્રણ ભુવનના સામ્રાજ્યને સૂચવતા હોય તેમ પરમાત્માના કંઠે રહેલ ત્રણ રેખા શેભી રહી છે. ત્રણ જગતના શત્રુ સરખા રાગ દ્વેષરૂપી બને સુભટોને જાણે પીસી નાખવા માટે જ હોય તેમ પરમાત્માના ઘુંટણ સુધી લંબાયેલા બે બાહુ શુભતા હતા. દશ પ્રકારના યતિધર્મને પ્રકાશિત કરવામાં દીપક સમાન નખ દશે આંગળીયોને વિષે પરવાળાની માફક રક્તવર્ણ શોભી રહેલ છે. ભવરૂપી સમુદ્રમાંથી પાર પમાડવા માટે ના સમાન શ્રીવત્સ પ્રભુના વિશાળ વક્ષસ્થળ પર વિરાજી રહેલ છે. “ પરમાત્માના પાતળા કટિપ્રદેશથી અમે જીતાઈ ગયા છીએ” એમ જાણે વિચારીને જ હોય તેમ સિંહે આજ સુધી વનમાં જ વાસ કરી રહ્યા છે. પરમાત્માની નાભિની ગંભીરતાથી જાણે જીતાયેલા હોય તેમ સાગર પૃથ્વીને છેડે રહી હજી પણ પિકાર કરી રહ્યો છે. જાત્ય (ઉત્તમ) સુવર્ણની કાંતિ સરખા પરમાત્માનો કટિપ્રદેશ
ઈને જ હોય તેમ મેરુ પર્વત પિતાના કટિપ્રદેશને તે જ બનાવવાને ચાહતે હોય તેમ પિતે મહાન ઔષધીઓનું સેવન કરી રહેલ છે. જન્મ તેમજ મરણને જીતીને ઊભા કરેલ બે કીર્તિસ્તંભ હોય તેમ પરમાત્માના પુણે અને વર્તુલાકાર બંને સાથળ શેભી રહ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com