________________
[ ૧૪૦ ]
શ્રી શ્રેયાંસનાથ ચરિત્ર-સર્ગ ૬ છે નગરમાં પહોંચ્યા છે તેઓ શેક કરવા લાયક નથી. તેઓ કલ્યાણના સ્થાનરૂપ તેમજ કૃતકૃત્ય છે. હે રાજન ! ભેગે ભાવીને આ પ્રમાણે આચરણ કરવું ઉચિત છે, અને વિવેકી અન્ય વ્યક્તિઓએ આ પ્રમાણે વર્તવું યોગ્ય છે. જેમની સાથે બાળવયમાં, યુવાનવયમાં, વૃદ્ધાવસ્થામાં કદાપિ વિયોગ ન થાય તે ભવ બધા ભમાં ઉત્કૃષ્ટ છે. જે સ્વજનોને સંગને ત્યાગ કરવાને સમર્થ નથી તેને જ વિરહના દુઃખ સહન કરવો પડે છે. ખરેખર મોહને વિલાસ મહાન છે. પોતાના દેહના. અવયવ વિ. વિરુઢ ભાવનો વિચાર કરો કારણ કે મરતક પર રહેલ કેશપાશ જોતજોતામાં શ્વેત બની જાય છે. જે કર્ણો દૂર રહેલ સૂમ શબ્દને સાંભળ વાને શકિતમાન હોય છે તે જ કર્ણો નજીકમાં વગાડાતા ભેરીના વનિને સાંભળી શકતા નથી. કપોલ પ્રદેશ કાંતિહીન બને છે, બંને ભ્રકુટીઓ પોતાનું સ્થાન તજે છે અને દાંત પડી જવાથી જીભ શું ખાઈ શકે છે તેમજ શું બોલી શકે ? જે દેહ પર મનહર સ્ત્રીઓની નજર પડતી હતી તે જ શરીર કરચલી પડવાને કારણે દૂરથી પણ જોવા લાયક રહેતું નથી. આ પ્રમાણે વૈરાગ્યનું કારણ હોવા છતાં જે પ્રાણી વૈરાગ્યવાસિત બનતો નથી તે ખરેખર કાં તો દુર્ભવી અથવા તો અભાવી જાણ. જે આસન્નસિદ્ધિ જ હોય છે તે વિચક્ષણ પ્રાણીઓ સંસારરૂપી નાટકની વિડંબનાને જાણીને સ્વકલ્યાણ સાધે છે.
આ પ્રમાણે વૈરાગ્યભાવલાસિત દેશના સાંભળીને સંસારપ્રત્યે નિર્વેદ યુક્ત બનીને, બે હાથ જોડીને, નલિની ગુલ્મ રાજવીએ વજદત્તસૂરિને કહ્યું કે-“હે નાથ ! મારા પુત્રને રાજ્ય પર સ્થાપીને, નિરભિમાની બનીને હું મનના સંયમપૂર્વક આપ પૂજ્યના ચરણકમળમાં સંયમ સ્વીકારીશ.” એટલે ગરમહારાજે જણાવ્યું કે- “ શુભ કાર્યમાં વિલંબ ન કરીશ.” પછી તેણે નગરીમાં જઈને, વિવાર તેમજ રાજાઓને દૂતો દ્વારા બોલાવ્યા. પછી હર્ષચંદ્ર કુમારનો રાજ્યાભિષેક કરીને પ્રજ, ને જણાવ્યું કે–“ મસ્તક પર ચઢાવેલ તાજી શેષની માફક તમારે પણ આ કુમારની આજ્ઞા શિરોમાન્ય કરવી. ક૯૫વૃક્ષ સરખાં આ રાજવીના ચરણકમલને ભક્તિરૂપી જળથી સિંચન કરવાથી ચરણકમળરૂપી વૃક્ષ અત્યંત વૃદ્ધિ પામવાથી અનેક ફળવાળું બનશે. હે હર્ષ ચંદ્ર કુમાર ! તારે પણ કૃતકૃત્ય બનેલ સ્નેહી જનની માફક આ પ્રજાસમૂહને, કદી મહાન અપરાધ કરે તો પણ, ધીમે ધીમે શિક્ષા આપવી. જેમ સદગુરુ પિતાના શિષ્યસમૂહ પ્રત્યે સમવૃત્તિ રાખે છે તેમ તારે પણ પ્રા પ્રતિ તેવું જ આચરણ કરવું. હે રાજકુમાર ! તું હમેશાં સજજન પુરુષના ચિત્તમાં વાસ કરજે. હે રાજન ! તારે વ્યાકુળતા રહિત ત્રણ પુરષાર્થ (ધર્મ, અર્થ અને કામ) ની સાધના કરવી જેથી તારું પૃથ્વીરૂપી કુટુંબ હમેશાં સુખી જ રહે, વળી હે કુમાર ! નીતિરૂપી સહિયરવાળી તારી કીર્તિ પ્રિયાને તારે તથા પ્રકારે વિકસાવવી કે જેથી અમૃતના જેવી ઉજજવલ તારી તે પ્રિયા શઠલોકોના મુખને મલિન (ઝાંખા) બનાવે. )
ઉપર પ્રમાણે પ્રજાજનને તથા હર્ષચંદ્ર કુમારને શિખામણ આપીને મેક્ષની ચાહનાવાળા રાજવીએ મેહનો ત્યાગ કર્યો. જે વસ્તુ અપાય (દાનમાં અપાય) તે વસ્તુ પ્રાપ્ત કરી શકાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com